Book Title: Dhanya kumar Charitra Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 5
________________ પ્રસ્તુત પ્રકાશનનું પૂ. પાદ પરમગુરુદેવશ્રીની કૃપાદૃષ્ટિથી જ મારાથી યથાશક્ય સંપાદન થઈ શક્યું છે, તે બધો ઉપકાર તેઓશ્રીનો છે. હું તો યત્કિંચિત તેઓશ્રીની ચરણરજ છું. તદુપરાન્ત મારા પરમઉપકારી વાત્સલમૂર્તિ અનન્યવૈયાવચ્ચગુણી સ્વર્ગસ્થ પૂ. પાદ પંચાસજી મહારાજશ્રી સુબુદ્ધિવિજયજી ગણિવરશ્રીના મારા ઉપરના તે અમાપ ઉપકારોને હું કેમ ભૂલી શકું? આ ગ્રંથના પ્રથમખંડની પ્રથમવૃત્તિની શુદ્ધિ-વૃદ્ધિ તથા યુફો જોવા આદિમાં તેઓશ્રીએ દરેક રીતે મને સહાય કરી છે. ત્યારબાદ બીજા ખંડના પણ ૧૦ ફરમા સુધી તેઓશ્રીએ યુફો જોઈને મને દરેક પ્રકારે માર્ગદર્શન આપેલ છે. તેઓશ્રી મારા માટે તથા પૂ. પાદ ગુરુદેવશ્રી માટે શિરછત્ર તેમજ વાત્સલ્ય અને પ્રેરણામૂર્તિ હતા. સરલ, વિનમ્ર ને સહૃદય તેઓશ્રીની પ્રકૃતિ, મધુર, ભાવુક ને સર્વજનહિત માટે સતત ઉદ્યમશીલ હતી. તેઓશ્રી પોતાના નિર્મલ સંયમી જીવનની સુવાસ દ્વારા સ્વ તથા પરનું શ્રેય સાધીને કૃતકૃત્ય બન્યા છે. તેઓશ્રીના પરમપુનિત આત્માને કોટિ-કોટિ વંદના હો ! પ્રસ્તુત પ્રકાશનમાં શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ જે કાંઇ પ્રમાદાદિના કારણે પ્રસિદ્ધ થયું હોય, તે સર્વનો હું ત્રિવિધ-ત્રિવિધયોગે મિચ્છામિ દુક્કડ યાચું છું. પ્રાંતે પ્રસ્તુત પ્રકાશનનું ક્ષીર-નીર ન્યાયે અવલોકન કરી તેનાં વાંચન મનન-પરિશીલન દ્વારા સર્વકોઈ જિનશાસનરસિક સહૃદય આત્માઓ અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવના ધર્મની આરાધના કરી શાશ્વત શિવસુખના ભોક્તા બનો ! એ જ એક શુભકામના. ભાદરવા સુદિ - ૧૧ વીર સં ૨૪૯૪ પૂ. પાદ પરમોપકારી પરમગુરુદેવ ચરણરજ મુનિ મહિમાવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 258