________________
સંપાદકીય
(પ્રથમ આવૃત્તિમાંથી સાભાર....) પૂજ્યપાદ પરમકૃપાલુ પ્રશાંતમૂર્તિ પરમોપકારી પરમ ઉપકારી ગુરુદેવશ્રીની પુણ્યકૃપાથી કથાનમંજૂષાની દ્વિતીયાવૃત્તિ સંશોધિતસંસ્કારિત થઈને આજે પ્રસિદ્ધ થઈ રહી છે. આજથી ૧૧ વર્ષ અગાઉ પ્રથમ ખંડની પ્રથમવૃત્તિ પ્રસિદ્ધ થયેલ, ત્યારબાદ ત્રણ વર્ષ પછી બીજો ખંડ સંપાદિત થઈને પ્રસિદ્ધ થયેલ, આ રીતે બે ખંડોમાં નવપલ્લવમય ધન્યચરિત્ર; ગ્રંથ પૂર્ણ રીતે અત્યાર અગાઉ પ્રકાશિત થયેલ છે.
પૂ. પાદ પરમોપકારી ગુરુદેવશ્રીની પ્રેરણા તથા પ્રોત્સાહનથી આ બન્ને ખંડોનું, તથા પ્રસ્તુત સંસ્કારિત-સંવર્ધિત પ્રથમખંડની દ્વિતીય આવૃત્તિનું સંપાદન મારા હાથે થયેલ છે. મૂલ ધન્યકુમાર ચરિત્ર ગધના ભાવાનુવાદને જાળવીને તેનું રૂપાંતર આ પ્રકાશનમાં પૂ. ગુરુદેવશ્રીએ સંકલિત-સંયોજિત કરીને તૈયાર કરેલ છે, તેને યથામતિ-શક્તિ સંપાદન કરીને વાચકવર્ગ સમક્ષ આજે હું રજુ કરી રહેલ છું. વિ.ના ૧૮મા શતકમાં થઈ ગયેલ જૈનશાસન પ્રભાવક પૂ. પંડિત પ્રવર ઉદ્યોતસાગરજી ગણિવરશ્રીની આકૃતિ મધુર, મનોમુગ્ધકર બોધક તથા સરલ છે. આ કથાગ્રંથનો યથાર્થ રસાસ્વાદ તો જેઓને સંસ્કૃત ભાષાનો બોધ છે, તેઓ જો આ મૂલગ્રંથને વાંચે તો ખરેખર ગ્રંથરચયિતાની જ્ઞાની-અલ્પજ્ઞાની બાલજીવોને પણ બોધક તથા પ્રેરણાદાયી સદુપદેશ આપવાની તથા અનેકાનેક પ્રસંગો દ્વારા સંસારનું યથાર્થ સ્વરૂપ આલેખવાની તેમજ ધર્મનો મહિમા ઉદ્બોધવાની અભુતશક્તિ, ભાષાશૈલી તથા મુમુક્ષુ આત્માઓને બોધ આપવા માટેની તેઓશ્રીના હૃદયમાં રહેલી અપાર કરૂણાનો તેઓને ખ્યાલ આવ્યા વિના નહિ રહે !
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org