Book Title: Dhanya kumar Charitra Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 7
________________ મારા મનની વાત છેલ્લા ઘણા સમયથી જોનારને ખ્યાલ આવે તેમ છે કે મીડીયામાધ્યમના કારણે ગણો કે અમેરિકાના વાયરસના કારણે ગણો, બધાં જ ક્ષેત્રે આમૂલ મૂલ પરિવર્તન આવ્યું છે. તેવા વાવાઝોડામાં આરતિ ઉતારવાની છે. એટલે કે વર્તમાન કાળમાં ધર્મતત્ત્વને વળગી રહેવાનું છે. સત્તત્ત્વ સાથે અનુસંધાન સાધી રાખવાનું છે. તે માટે મને તુર્ત સૂઝે છે તે એ કે ઉત્તમ પુરુષનાં ઉત્તમ ચરિત્રો વાંચવામાં આવે, વાગોળવામાં આવે તો પોતાની જાતને બદલવા માટે રોલમોડલ મળી રહે. વળી એ આદર્શ ચરિત્ર માપસર રસાળ અને પ્રસંગોથી અસરકારક હોવું જોઈએ. તેવાં ત્રણ ચરિત્રો (ઘણાં ચરિત્રો છે તેમાંથી) તો પ્રત્યેક શ્રાવકના ઘેર હોવાં જ જોઈએ. (૧) પેથડકુમાર ચરિત્ર (૨) ધન્યકુમાર ચરિત્ર (૩) શ્રીપાળ ચરિત્ર કાળના પ્રભાવે અલ્પ પુણ્યવાળા જીવો જ અહીં અવતરે છે તેવી સ્થિતિમાં પણ સમભાવથી નવાં ચીકણાં કર્મ ન બંધાય તે રીતે કેમ જીવવું તેનું પથદર્શન આ ચરિત્રોમાંથી થાય છે. એ પૈકીનું એક શ્રી ધન્યકુમાર ચરિત્ર અહીં આપવામાં આવે છે. તમામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 258