Book Title: Dhanya kumar Charitra Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak SabhaPage 10
________________ ધન્યકુમાર : બાલ્યકાળ આ ભરતક્ષેત્રના દક્ષિણ વિભાગને વિશે કલ્યાણ, લક્ષ્મી, ઋદ્ધિ, સિદ્ધિ તથા મહત્તાનાં એક સ્થાન સમાન શ્રી પ્રતિષ્ઠાનપુર (હાલ પેઠણ તરીકે પ્રસિદ્ધ છે) નામનું ભવ્ય શહેર હતું. તે શહેરની પાસેથી ગોદાવરી નામે નદી વહેતી હતી. કવિ કલ્પના કરે છે કે, ‘ગોદાવરી નદીમાં સુવર્ણ તથા રત્નો પહેરીને ન્હાવા આવતી અને જળક્રીડા કરતી સ્ત્રીઓના કંઠમાંથી સરી પડતાં રત્નો નદીના પ્રવાહ દ્વારા તણાઈને દરિયામાં ભળી જતાં હોવાથી જ દરિયાને લોકો રત્નાકર કહેતા હશે એમ હું ધારું છું.’ એ શહેરમાં મહાકાન્તિ તથા ગુણોથી શોભતો જિતશત્રુ નામનો રાજા રાજ્ય કરતો હતો. શત્રુઓ ભયથી તથા મિત્રો પ્રીતથી તેની આજ્ઞામાં રહેતા હતા. તે રાજાની તરવારરૂપી મેઘમાં અન્ય મોટા મોટા રાજારૂપી પર્વતો ડૂબી જતા હતા. પર્વત જેવા મોટા રાજાઓ તેના તેજરૂપ સમુદ્રમાં નિમગ્ન થઈ જતા હતા. લોકો જિતશત્રુ રાજાને ચાર રૂપે જોતા હતા. તે આ પ્રમાણે : વડિલ વર્ગ તેના વિનય વગેરે ગુણોથી તેને બાળક સમજતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 258