Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 10
________________ આદિ કહી ચારની આઠ ગાથાને કાત્સર્ગ કરે. તે કોત્સગની અંદર પચચાર સંબંધી જે દૂષણે લાગ્યા છે, તે સમક્તિની શું હું માટે નારી કાઢવાં, જેથી આગળ પાપને વિશેષ આલેચતી વખત સુગમ પડે પછી “ લેગસ્સ'' કહે, એ બીજું આવશ્યક પછી ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદણ બે દેવાં. ( અહી મુહપત્તિના ૫૦ બોલ, વાંદણાના પચીશ આવશ્યક તથા સત્તર પ્રમાર્જન વગેરે બાબતે ઉપર ધ્યાન રાખવાનું છે. એ ત્રીજું આવશ્યક. અહિંથી આગળ ચાલતાં છેક અભુદ્ધિ’ સુધી પ્રતિક્રમણ નામક ચોથું આવશ્યક જાણવું. અહીં ગુરૂની સમક્ષ પાપ આલેચવું છે તેથી તેમના વિશેષ વિનયાથું દ્વાદશાવર્ત વંદન કરવું. પછી જો મે દેવસિયે અઈયારે કઓ તથા “સાત લાખ અને અઢાર પાપસ્થાનક ને આલેચવા, ને પાપની સામાન્ય આલોચના જાણવી. પછી “સ વસ્યવિ કહેવું, તે ગુરુ આગળ પ્રાયશ્ચિત માગવારૂપ છે. અત્ર ગુરૂ પડિકકમેહ એટલે પ્રતિક્રમણ કરે” એમ કહે. એ પ્રકારના દશ માંહેલા બીજા પ્રાયશ્ચિત્તને ગ્રહણ કરી બેસીને મંગળિક અર્થે એક નવકાર ગણે. સમતાની વૃદ્ધિને અર્થે કરેમિતે” કહે વારંવાર કરેમિ ભંતે કહેવાથી સમતાની વિશેષ વૃદ્ધિ થાય છે, જે અતિ આવશ્યક છે. પછી સામાન્ય પાપ આલેચવારૂપ “ઈચ્છામિ પડિમિઉ જે મે વસિઓ” કહે, પછી “વંદિત” કહે, તે વિશેષ સ્ફટપણે પાપની આલોચનારૂપ છે. શ્રાવકના બાર વ્રત વિગેરેમાં જે જે દોષ લાગ્યા હોય તે તે દોષનું પ્રાયશ્ચિત કરવા મહા પશ્ચાત્તાપ પૂર્વક મહા વૈરાગ્યભાવથી ચિંતન કરવાનું છે. જેવા સંકિલષ્ટ અધ્યવસાય પાપ બાંધતી વખતે આવ્યા હોય તેવાજ અગર તેથી વધારે વિશુદ્ધ અધ્યવસાય પાપને આલેચતી વખતે આવે તે જ તથા પ્રકારે યથાર્થ રીતે તે પાપને ક્ષય થઈ શકે છે, અન્યથા પ્રતિક્રમણ કર્યા છતાં પણ પૂરા પાપને ક્ષય થતું નથી. ઉપગ વગરની ક્રિયા નિષ્ફળ પ્રાયઃ થાય છે, માટે સાવધાનપણે આલોચના કરવાનું ખાસ ધ્યાનમાં રાખવું. વંદિત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 338