________________
| પ્રસ્તાવનાસાર-અમારી સંશોધન પદ્ધતિ | સંશોધન માટે અમોને ૧૨ પ્રતિઓ પ્રાપ્ત થઇ છે, તેમાં ૧૦ પ્રતિઓ સંપૂર્ણ છે અને બે પ્રતિઓ કથાનકવગરની ફક્ત ટીકા છે. જેનું લઘુટીકા એવું નામ આપેલ
સંશોધન માટે મળેલ પ્રતોમાં વાંચનારે કઠીન શબ્દોની ટિપ્પણીઓ લખેલ છે. ક્યાંક અમે પણ કઠીન શબ્દોની ટિપ્પણીઓ કરી છે.
ટિપ્પણીઓ અને પાઠાંતર છૂટા પાડવા અમે જ્યાં જ્યાં ટિપ્પણીઓ કરી છે, ત્યાં ત્યાં નંબરો મૂકેલ છે અને પાઠાંતર આવે ત્યાં ચિહ્નો મુકેલ છે. તથા વીસસ્થાનકના નામ વગેરેની ગણતરી માટે અંગ્રેજીમાં નંબર આપેલ છે.
અમોને જે પ્રતિઓ પ્રાપ્ત થયેલ છે, તેના નામો ન લખતા તેને નંબર આપેલ છે, તેમાં ત્રણ પ્રતિઓ તાડપત્રીય છે, બાકીની કાળની છે. તે આ પ્રમાણે
પ્રતિ-૧. જેસલમેર, શ્રીજિનભદ્રસૂરિ જ્ઞાનભંડાર. નં. ૮૨/૧ તાડપત્રીય, પાના ૧૮૬ છે. જે ૧૪મી સદીના ઉત્તરાર્ધમાં પ્રાયઃ લખાયેલ છે.
પ્રતિ-૨. ખંભાત, શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંડાર.
નં. ૮૦ તાડપત્રીય, પાના ૨૭૨ છે, જે ૧૩૧૪માં લખાયેલ છે. છેલ્લે ગ્રંથ લેખન પ્રશસ્તિના ૩૧ શ્લોક લખ્યા છે. તેમાં ગ્રંથ લખાવનારના પૂર્વજોનું વર્ણન છે, આમણગ નામના શ્રાવકે પોતાની ઘર્મપત્ની આયશ્રીના કલ્યાણને માટે લખાવી છે. સંઘ સમક્ષ તેની વ્યાખ્યા કરાવેલ છે. શ્રી પ્રજ્ઞાતિલકસૂરિજીનું આ દશવૈકાલિક પુસ્તક પં. માણિક્ય તિલકજી એ સંશોધિત કરેલ છે.
પ્રતિ-૩. પાટણ, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર. સંઘ ભંડારની પ્રતિ છે. ડાભડા નં. ૨૫, પ્રતિ. નં. ૨૫ તાડપત્રીય, પાના ૧૧૫
પ્રતિ-૪. પાટણ, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર. ડાભડા નં. ૩૧૦, પ્રતિ નં. ૧૪૯૨૭ કાગળની પ્રતિમા પાના ૧૮૪ છે. પ્રતિ-પ. અમદાવાદ, એલ. ડી. ઇન્સ્ટિટ્યુટ
નં. ૪૫૪ કાગળની પ્રતિમા પાના ૧૭૬ છે, કમલપ્રભસૂરિજીના શિષ્ય પુણ્યપ્રભસૂરિજીના ઉપદેશથી પાટણ વા. શ્રીમાળી જ્ઞાતીય ઢંઢેર કુટુંબના દોશી હરિચંદની
11