Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 10
________________ શ્રી ફ૨ાવૈગનિસૂત્ર ભાષાંત બે શબ્દો ‘‘શ્રી દશવૈકાલિક સૂત્ર’” આ પાંચમા આરાના અંત સુધી રહેનારૂ સૂત્ર છે. આ સૂત્રનો રચનાકાળ શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ પછી ૮૨ વર્ષનો મનાય છે. આ સૂત્રની રચના ૩૬ વરસની ઉંમરના શ્રી શય્યભવસૂરિજીએ કરેલ છે એમ અનુમાન છે. આ સૂત્રનું મહત્ત્વ એથી પણ વધી જાય છે કે આ સૂત્રની રચનામાં સ્નેહની સરગમ ભળેલી છે. પોતાના જ સંસારીપક્ષે પુત્રના ઉત્થાનના ભાવો ભરેલા છે. સાધ્વાચારનું જે વર્ણન ચૌદપૂર્વમાં છે તેમાનું સારભૂત તત્ત્વ લઈને આ ગ્રંથ બનેલ હોવાથી ચૌદપૂર્વનો સાર પણ કહેવાય છે. આ ગ્રંથના રચનાકાળ પહેલાં આચારાંગ સૂત્રનું શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનનું શિક્ષણ લીધા પછી ઉપસ્થાપના થતી હતી અને આની રચના થયા પછી આગમધરની આજ્ઞાથી આ સૂત્રના ચાર અધ્યયન કર્યા પછી ઉપસ્થાપના કરવાની પરંપરા પ્રારંભ થઈ. તે આજ દિવસ સુધી અવિચ્છિન્નપણે ચાલે છે અને શાસનના અંત સુધી એટલે કે હજી સાડા અઢાર હજાર વર્ષ સુધી ચાલશે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં સાધ્વાચારનું સંપૂર્ણ સ્વરૂપ સમજાવેલ છે. આ સૂત્રએ આત્માઓને અત્યંત ઉપકારક છે કે જેઓને પોતાના આત્માનું હિત કરવું છે. આ સૂત્રની રચના પછી અનેકાનેક આત્માઓએ આ સૂત્રની વાચના ગ્રહણ કરી પોતાની પાંચે ઇંદ્રિયોની વાસનાને આત્મ પ્રદેશ પરથી દૂર કરી છે. કષાયોની કારમી પીડાથી અનેક આત્માઓ મુક્ત બન્યા છે. આ સૂત્રનું વાંચન, ચિંતન. અને મનન જેઓએ કર્યું એઓ પામી ગયા છે. આ સૂત્ર ઉપર અનેક મહાપુરૂષોએ પોતાના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમાનુસાર વિવેચન કર્યું છે. નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, દીપિકા, અવસૂરિ, ટબા અને ભાષાંતર આ સર્વેનું વિપુલ સાહિત્ય આજે પણ ઉપલબ્ધ છે. અવસર્પિણી કાળના કારણે દિવસે-દિવસે જ્ઞાનશક્તિ ઘટતી જાય છે. તેથી મૂળસૂત્રોના ભાષાંતરો થયા છે. અને એ ભાષાંતરો દ્વારા સામાન્ય જ્ઞાનનો ક્ષયોપશમવાળા આત્માઓ પણ આચરણામાં સુધારો કરે છે. આ સૂત્રની નિયુક્તિ ટીકા જે ટીકા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત છે તેનું ભાષાંતર શ્રી માણેકમુનિજીએ કરેલ છે. તે મારા જેવા અલ્પ જ્ઞાનના અનુભવવાળાને ઘણું જ ઉપયોગી થયેલ છે. અને તેથી જ એ ભાષાંતરને ' પાછું છપાવવાની ઈચ્છા થઈ. અને પરમ સ્નેહી, સરલ સ્વભાવી, ગુણગ્રાહી આચાર્યદેવ શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી પાસે ભાષાંતર મોકલ્યું. એમણે પૂર્ણ પ્રેમથી, પૂર્ણ પ્રયત્નથી સંશોધન કરીને સુધારીને નવું મેટર ફુટનોટ વિગેરે ઉપયોગી મેટર ઉમેરીને મોકલ્યું તે મેટર અને પાછળ પરિશિષ્ટના રૂપમાં ‘પંચક અને સાધુના ગોચરીના દોષો'નું પ્રવચન સારોદ્ધારમાંથી મેટર લઈને આપેલ છે. આ સાથે આ પુસ્તકમાં ‘સ્વ. આચાર્ય દેવેન્દ્રમુનિ શાસ્રી' શ્રમણ સંઘના આચાર્યની પ્રસ્તાવનામાંથી ઉપયોગી મેટર લઈને સાભાર આપેલ છે. આ પુસ્તકમાં જે કાંઈ ક્ષતિઓ રહી જવા પામી છે તે વાચકોએ વાંચીને મને (સંપાદકને) જણાવવા વિનંતિ. જે કાંઈ જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડં. હવે આના પછી શ્રી આચારાંગ સૂત્રની ટીકાનું ભાષાન્તર પણ છપાવવા વિચાર છે. ૨૦૫૮ (ગુ. ૨૦૫૭)નું અમારૂં ચાતુર્માસ પાલીતાણામાં એક સગૃહસ્થ તરફથી થયેલ એ સમયે જ્ઞાન ખાતાની આવકમાંથી આ પુસ્તક છપાયેલ છે. જયાનંદ ૨૦૫૮, ચૈત્રી પૂનમ પાલીતાણા

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 402