Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 9
________________ “શ્રી ટ્રરાવૈવત્રિસ્તૂત્ર આપત૨ નિયુક્તિના ગંભીર રહસ્યોને પ્રગટ કરવા થઈ છે. ભાષ્યના રચયિતા અજ્ઞાત છે. અને નિર્યુક્તિ ભાષ્ય બને પદ્ય પ્રાકૃતમાં હોઈ બન્નેનું મિશ્રણ પણ થઈ ગયું છે. દસવૈકાલિક ભાષ્યની ૬૩ ગાથાઓ છે. શૂટિઓ : દશવૈકાલિક ઉપર અગસ્તસિંહજી અને જિનદાસગણિની મૂર્તિઓ પ્રગટ થયેલી છે. ટીકા – ટીકાકાર: આ.શ્રી હરિભદ્રસૂરિજીએ વિપુલ પ્રમાણમાં સાહિત્ય રચ્યું છે. આગમોની વ્યાખ્યા-ટીકાઓ સંસ્કૃતમાં રચનારા તેઓ પહેલા છે. તેઓશ્રીએ આગમ, યોગ, કથા એમ અનેક વિષયો ઉપર સંસ્કૃત, પ્રાકૃતમાં રચનાઓ કરી છે. તેઓશ્રીએ ૧૪૪૦ કે ૧૪૪૪ ગ્રંથો રચ્યાનું પ્રબંધોમાં વર્ણન છે. આજે પણ તેઓશ્રીના ૬૦થી વધુ ગ્રંથો મળે છે. દસ વૈકાલિક ઉપરાંત નંદીસૂત્ર, અનુયોગ દ્વાર સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર અને આવશ્યક સૂત્ર ઉપર શ્રી હરિભદ્રાચાર્યજીની ટીકાઓ મળે છે. આ.શ્રી હરિભદ્રસૂરિજીના સમય નિર્ણય માટે ઘણી ચર્ચા થયેલી છે. “હરિભદ્રસૂર : સમયનિર્ણય' જેવા , " સંસ્કૃત નિબંધો પણ પ્રગટ થયા છે. મોટા ભાગના વિદ્વાનો તેઓનો સમય વિ.સં. ૭૫૭ થી ૮૨૮ આસપાસનો હોવાનું માને છે. એમના જીવનકવન વિષે આ.શ્રી હરિભદ્રસૂરિ - લેખક : હી.ર.કાપડીયા, હરિભદ્રસૂર સમયનિર્ણયઃ – શ્રી જિનવિજય, સમદર્શ આચાર્ય શ્રી હરિભદ્ર – લે. પં. સુખલાલ વગેરે પુસ્તકો અને અનેક લેખો પ્રસિદ્ધ થયા છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવું. સંસ્કૃત ટીકાઓ આ. હરિભદ્રસૂરિજી પછી દસ વૈકાલિક સૂત્ર ઉપર સંસ્કૃતમાં અન્ય ઘણી ટીકાઓ અને ટબ્બાઓ (ગુજરાતી ભાષામાં) રચાયા છે. કેટલીક વિગતો આ પ્રમાણે છે. યાપનીય (દિગંબર) સંપ્રદાયના અપરાજિતસૂરિ રચિત વિજ્યોદયા ટીકા (વિક્રમના આઠમા સૈકામાં) રચી છે જે અત્યારે અનુપલબ્ધ છે. તિલકાચાર્ય રચિત ટીકા (૧૩મો સંકો) આ. સોમચન્દ્રસૂરિજી દ્વારા સંપાદિત થઈ રાંદેર રોડ જૈન સંઘ, સૂરત દ્વારા વિ.સં. ૨૦૫૮માં પ્રકાશિત થઈ છે. શ્રી માણિજ્યશેખરસુરિ (૧૫મો શતક) રચિત દીપિકા ઈ.સ. ૧૯૦૫માં પ્રસિદ્ધ થઈ છે. શ્રી સમયસુંદરજી (૧૭મો સૈકો) રચિત દીપિકા ઈ.સ. ૧૯૦૦, ૧૯૧૫ અને ૧૯૧૯માં છપાઈ છે. શ્રી સુમતિ સાધુ કૃત ટીકા ઈ.સ. ૧૯૫૪માં પ્રગટ થઈ છે. આ સિવાય પણ શ્રી વિનયહંસ, શ્રી શાંતિદેવસૂરિ, શ્રી સોમવિમલસૂરિ, શ્રી રાજચન્દ્ર, શ્રી પારસચન્દ્ર, શ્રી જ્ઞાનસાગર, શ્રી પાર્શ્વચન્દ્રસૂરિ વગેરેએ ટીકાઓ રચી છે. આ ઉપરાંત ગુજરાતી ભાષામાં બાલાવબોધો ટબાઓ પણ ઘણાં રચાયા છે. ' પ્રસ્તુત સંસ્કરણમાં નિર્યુક્તિ, ભાષ્ય સહિત આ.શ્રી હરિભદ્રસૂરિજીની ટીકા શિષ્યહિતા (કે શિષ્યબોધિની)નો ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ થઈ રહ્યો છે. આ ગ્રંથ દ્વારા યાકિનીમહત્તરાસનુજીએ દશવૈકાલિક સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્યના ખોલેલા રહસ્યો વગેરે ગુજરાતી ભાષાના વાચકોને પણ સુલભ થાય છે. અધિકારી વાચકો આ ગ્રંથનો ઉપયોગ કરી આત્મકલ્યાણને કરે.. એ જ મંગળ કામના. ચૈત્ર વદ ૧૪, વિ.સં. ૨૦૫૮ પૂ. આ. શ્રી ભદ્રસૂરીશ્વરજીના શિષ્યરત્ન ફૂલચંદ કલ્યાણચંદ ઉપાશ્રય, મુનિરાજ શ્રી જિનચંદ્રવિજયજી મ.સા. નાં વિનય અઠવા લાઈન્સ, લાલબંગલા, સુરત આ. વિજય મુનિચન્દ્રસૂરિ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 402