Book Title: Damyanti Charitra Author(s): Manikyadevsuri Publisher: Atmanand Jain Sabha View full book textPage 6
________________ પ્ર-સ્તા-વ-ના. J - શ્રી તીર્થકર ભગવંત પરમાત્માના વચન, સુધારાસવાણી, દેશનારૂપી ઉદ્યાનમાંથી નાના પ્રકારના બેધક, સુખદરૂપ, રમણીય અને પવિત્ર વિવિધ સાહિત્યરૂપી સુગંધી પુષ્પ લઇ તેની સુવાસ અખિલ . વિશ્વમાં ન પૂર્વાચાર્ય મહારાજાઓએ પ્રસારી છે, અને ભવ્યાત્માએ પિતાની યોગ્યતા અને શકિત પ્રમાણે તે ગ્રહણ કરી આતમકરયાણ સાધી ગયા છે. તેવા રૂપી સાહિત્યમાંથી શાંત, વિરાગ્યરસાદિ સૌંદર્યથી સુશોભિત, ભવ્યજનોને બોધપ્રદ અને આત્મકલ્યાણ કરનાર તત્વજ્ઞાન, ન્યાય, આચાર, ઈતિહાસ અને કથાસાહિત્ય વગેરેના અનેક ગ્રંથ રચેલા છે, જેમાં કથા સાહિત્યમાં તે તીર્થ કર ભગવંતે, સત્વશાળી નરરત્ન અને આદર્શ જૈન સ્ત્રીરનો વગેરેના અનેક ઉત્તમ ચરિત્રો કે જેમાં સત્ય ઉપદેશ અને સદજ્ઞાનરૂપી અમૃતનું પાન કરાવનાર પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં ગદ્ય અને પદ્યરૂપે લખી આપણું ઉપર મહદ ઉપકાર કર્યો છે. એવા મહાન ઉત્તમ પુરુષો વગેરેના ચરિત્રના, પઠન પાઠનથી મનુષ્ય હૃદય ઉપર ( જેટલી અસર જહદી થાય છે તેટલી બીજાથી થતી નથી. જેથી તેવા સુબોધક પુસ્તકોના મનનપૂર્વક વાંચનથી તેમાં આવતાં સત્યુ કે સન્નારીઓના જીવનવૃતાંતમાંથી સાર લઈ પોતાના જીવન ઉપર તેને પ્રકાશ પાડવા પ્રયત્ન કરે જોઈએ. અને ધર્મશ્રદ્ધા, નીતિ, વિવેક, ચાતુર્ય વગેરે ઉત્તમ ગુણોને ગ્રહણ કરી દર્શણોને દૂર કરવા નિરંતર પ્રયત્ન સેવા જોઈએ. એવા શુભ હેતુથી જ તેવા ઉત્તમ ગ્રંથોનું વચન છે, વળી તેવા અનુપમ ધાર્મિક કથાઓના મનનપૂર્વક વાંચનથી ધર્મભાવનાના સમૃદ્ધિદાયક તર, બ્રહ્મચર્ય, તપસ્યા કે આરાધનાના ઉત્તમ લે અને તેનું મહાસ્ય પ્રગટ થતાં જનસમૂહની ધર્મભાવના વૃદ્ધિ પામે છે અને સાંસારિક ઉન્નતિના માર્ગના કારણભૂત નીતિ માર્ગનું જનસમાજમાં પણ સારી રીતે અવલોકન થાય છે. એવા ઈતિહાસ-કથા સાહિત્યમાં લખાયેલા ઉત્તમ નર વગેરેના જીવનને મહાન પ્રભાવ હોવાથી જ આ સભાએ પૂજ્ય પૂર્વાચાર્ય મહારાજકૃત પ્રાકૃત સંસ્કૃત ભાષામાં રચેલા સુંદર, પ્રમાણિક, ચરિત્ર ગ્રંથોને ગુજરાતીમાં અનુવાદ કરાવી પ્રકટ કરવાનો ક્રમ ઘણા વર્ષોથી શરૂ રાખે છે. પુજ્ય ઉપયોગી ચરિત્રના કરતાં સ્ત્રી ઉપયોગી ચરિત્ર વાંચનની ઉપગિતા જૈન-જૈનેતર શાસ્ત્રકાર, સાહિત્યકાર, બુદ્ધિમાન અને વિદ્વાને એ જગતમાં વિશેષ જણાવેલ છે, કારણ કે સ્ત્રી ઉપયોગી વાંચનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 324