Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01 Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 4
________________ સંપૂર્ણ વલજ્ઞાનથી યુકત સદા માટે રહેલા હોય છે. એ જીવો વ્યવહાર રાશીમાં આવી સન્ની પર્યાપ્તપણાને પામી મોક્ષગમન જવાની સામગ્રીને પણ પ્રાપ્ત કરી શકે તેમ હોવા છતાંય એ જીવોને કદી જ પોતાના મોક્ષગમન માટેની ઇચ્છા પેદા થવાની જ નથી માટે તે અભવ્યો કહેવાય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે ગતમાં જે ભવ્ય જીવો છે તે કદી અભવ્ય થવાના નથી અને જે અભવ્ય જીવો છે એ કદી ભવ્ય થવાના નથી. અભવ્ય અભવ્ય જ રહેશે અને ભવ્ય ભવ્ય રૂપે જ રહેશે. આ અભવ્ય જીવો પણ બે પ્રકારના હોય છે. (૧) જાતિ અભવ્ય રૂપે (૨) અભવ્ય રૂપે. કારણકે ગતમાં સદા માટે આ અભવ્ય જીવોની સંખ્યા ચોથા જધન્ય યુકત અનંતાની જેટલી સંખ્યા છે. તેટલી રહેવાની. તેમાંથી મોટા ભાગના અભવ્ય જીવો કદી અનાદિ સૂક્ષ્મ નિગોદ રૂપ અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવવાના નથી. એવા અભવ્ય આત્માઓને જાતિ અભવ્ય આત્માઓ કહેવાય છે અને જે અભવ્ય આત્માઓ વ્યવહાર રાશિમાં આવેલા છે તે હવે સદા માટે વ્યવહાર રાશિવાળા અભવ્ય આત્માઓ કહેવાય છે. એ જીવો હવે અવ્યવહાર રાશિમાં કદી ક્વાના જ નથી. સૂક્ષ્મ નિગોદમાં જશે પણ તે સાદિ સૂક્ષ્મ નિગોદ રૂપે જ ઉત્પન્ન થઇ શકે છે. એ જીવોને સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળવા માટે એક જીવ મોક્ષે જાય તો જ નીકળે એવો નિયમ હોતો નથી. એ એમના કર્મ પરિણતિ પ્રમાણે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકે છે. આ વ્યવહાર રાશીમાં રહેલા અભવ્યના આત્માઓ સંસારમાં સદા માટે રહેવાના જ છે અને એકેન્દ્રિયથી સન્ની પંચેન્દ્રિયપણા રૂપે સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરવાના છે. આ જીવોને જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-નિર્જરા અને બંધ આ આઠ તત્વોની શ્રધ્ધા મજબૂત રૂપે પેદા થઇ શકે છે પણ નવમા મોક્ષ તત્વની શ્રધ્ધા અંતરમાં જરાય પેદા થઇ શકતી જ નથી. ઉપરથી આ તત્વ માટે ગપ્પા માર્યા છે. એક મોક્ષતત્વ ભગવાને ન કહ્યું હોત તો શું બગડી જવાનું હતું ? આવા વિચારો સ્થિર પરિણામ રૂપે કાયમ રહેલા હોય છે. આથી જ આ જીવો સંયમનો સ્વીકાર કરી-જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ લઇને આવેલા હોય તો દ્રષ્ટિવાદ નો અભ્યાસ કરતાં કરતાં ચૌદ પૂર્વમાંથી સાડા નવ પૂર્વ સુધીનો અભ્યાસ પણ કરી શકે છે. તે પૂર્વના જ્ઞાનને ટકાવવા માટે નિરતિચાર ચારિત્રનું પાલન સુંદર રીતે કરતાં હોય છે. છતાંય આ જીવોનું મિથ્યાત્વ ગાઢરૂપે જ ઉદયમાં હોય છે. ચારિત્ર લઇ શકયા તે માત્ર અનંતાનુબંધિ ક્રાધાદિ કષાયો પાતળા પડ્યા તેના પ્રતાપે લઇ શકે છે અને પાળી શકે છે. પણ અનુકૂળ પદાર્થોનો ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષ રાય ઓછો થતો નથી ઉપરથી એ નવમા રૈવેયક્તા સુખને પામવા માટે જ આ ચારિત્રનું પરિપાલન કરે છે. આથી આ જીવોનું ચારિત્ર એ દ્રવ્ય ચારિત્ર કહેવાય છે. આ જીવો મોક્ષનું વર્ણન કરે તો એવું સુંદર કરે છે કે કોઇ લઘુકર્મી ભવ્ય જીવ સાંભળવા બેસે તો તે જીવની યોગ્યતા પેદા થઇને મોક્ષમાર્ગમાં દાખલ થઇ-મિથ્યાત્વની મંદતા કરી-ગ્રંથભેદ કરી-સમ્યકત્વ પામીને સારો કાળ હોય તો સર્વવિરતિ પામી-અપ્રમત્તભાવ પેદા કરી-ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી-મોહનો નાશ કરી- વીતરાગ દશાને પામી-કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી-અઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ કરી-સિધ્ધિ ગતિને પામી શકે છે. છતાંય અભવ્ય જીવોનાં આત્માને કોઇ પ્રકારનો લાભ પેદા થતો નથી. એ જીવોને તો અનુકૂળ પદાર્થોના ગાઢ રાગના પ્રતાપે આ ચારિત્રના પાલનથી પાપાનુબંધિ પુણ્ય જ ઉપાર્જન થાય છે. આથી કહેવાય છે કે શ્રી તીર્થંકર પરમાત્માઓથી જેટલા જીવ મોક્ષ જતાં નથી તેના કરતાં અનંત ગુણા અધિક લઘુકર્મી ભવ્ય જીવો અભવ્ય જીવોથી પ્રતિબોધ પામીને મોક્ષે જાય છે. આનું કારણ એ છે કે તીર્થંકર પરમાત્માઓનું આયુષ્ય કેવલજ્ઞાન પામ્યા પછો જેટલું હોય છે Page 4 of 234Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 234