Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 8
________________ છે. જ્યારે આ જીવોની ભારેકર્મીતા દૂર થશે અને લઘુકર્મીતાને પામશે ત્યારે જ આ જીવોને મોક્ષની રૂચિ પેદા થશે આ ભારેકર્મી જીવો ચરમાવર્તકાળમાં આવેલા ગણાય છે માટે ચરમાવર્ત વર્તી જીવો તરીકે પણ ગણાય છે માટે જે જીવો શ્રી સિધ્ધગિરિની સ્પર્શના ગમે તેવા ભાવથી પણ કરે તો તે જીવ ભવ્ય નિયમો છે અને ચરમાવર્ત વર્તીપણામાં આવેલો છે એમ મનાય છે. એટલે કે એ જીવ એક યુગલ પરાવર્તકાળમાં નિયમા મોક્ષે જશે એવી એને છાપ મલે છે. જે જીવો શ્રી સિધ્ધગિરિને સ્પર્યા નથી તે જીવો પ્રાય: કરીને અભવ્ય જીવો રૂપે-દુર્ભવ્ય જીવો રૂપે ગણાય છે. માટે જૈન કુળમાં જન્મેલા બાળકને ચાર-છ મહિનાનું થાય તો સૌથી પહેલા સિધ્ધગિરિની સ્પર્શના કરાવવા લઇ જવાય છે કારણકે કદાચ એનું આયુષ્ય ઓછું હોય અને વહેલો કાળ પામી જાય તો આશ્વાસન રહે કે મારે ત્યાં આવેલો જીવ ભવ્યત્વપણાની છાપ લઇને ગયો કે જેથી હવે એ જીવ જ્યાં ગયો હશે ત્યાંથી વધારેમાં વધારે એક પુદગલ પરાવર્તકાળમાં નિયમા મોક્ષે જશે એનો આનંદ પેદા થાય છે. આ ભારે કર્મી ભવ્યજીવોનું મિથ્યાત્વ ગાઢ હોવા છતાંય અભવ્ય કે દુર્ભવ્ય જીવો જવું ગાઢ કદી બનતું નથી. કાંઇક ગાઢતા ઓછી હોય છે. આ જીવા પણ ભારે કર્મીતાના યોગે અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણી કાળ સુધી રખડ્યા કરે છે. (૫) લઘુકર્મી ભવ્ય જીવો : જે ભવ્ય જીવોનો સંસાર અર્ધપુદગલ પરાવર્તકાળ કરતાં કાંઇક ઓછો હોય એટલે કે એક ભવ જેટલો ઓછો હોય એવા જીવો લઘુકર્મી ભવ્ય જીવો ગણાય છે. આ લઘુકર્મીપણા રૂપે જીવ બને એટલે મોક્ષની રૂચિ પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. દરેક જીવોને, લઘુકર્મીતાને પામે એટલે મોક્ષની રૂચિ થઇ જ જાય એવો નિયમ હોતો નથી. ઘણાંય લઘુકર્મી જીવો એવા હોય છે કે સન્નીપણું પામે-મનુષ્યપણું પામે-આર્યદેશમાં જન્મ પામે પણ મોક્ષની રૂચિ પેદા થાય એવી સામગ્રી પણ ન મલે માટે તેઓ સંસારમાં રખડ્યા કરે છે. જ્યારે મોક્ષની રૂચિ પેદા થાય એવી સામગ્રી મલે ત્યારેજ તે યોગ્યતા પેદા થઇ શકે છે. કેટલાક ભવ્ય જીવોને લઘુકર્મી થતાંની સાથે સામગ્રી મલે-કોઇને પછી મલે અને કોઇક જીવોને છેલ્લે મોક્ષ જવાના ભવેપણ મલે માટે તે લઘુકર્મી નથી એમ કહેવાય નહિ. યોગ્યતાનો કાળ ચાલુ થઇ ગયો છે. શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ આવા લઘુકર્મી આત્માઓ કે જેમનું ભવ્યત્વ ખીલી શકે એવી યોગ્યતાવાળા જીવો દેશના સાંભળવા આવેલા હોય તે ભવ્ય જીવોને ઉદ્દેશીને જ દેશના આપે છે. બાકીના જીવોને ઉદ્દેશીને દેશના આપતા જ નથી. આ જીવો સંસારમાં રખડપટ્ટી કરે તો પણ તેઓનો મિથ્યાત્વનો ઉદયકાળ એવા પ્રકારે જ પરિણામ રૂપે ચાલતો હોય છે કે જેથી તેઓ સંસારમાં અર્ધપુદગલ પરાવર્તકાળ કરતાં અધિક રખડે જ નહિ. માટે નમુત્થણમમાં કહયું છે કે ભગવાન નાથ છે ? કોના ? જ જીવોનું તથા ભવ્યત્વ ખીલી શકે એવી યોગ્યતાવાળા ભવ્ય જીવો હોય છે તેઓના જ ભગવાન નાથ બને છે. નાથ બનવાવાળામાં બે ગુણો જોઇએ છે. (૧) યોગ અને (૨) ક્ષેમ. મોક્ષ માર્ગનો યોગ કરાવી આપવો એટલે અત્યાર સુધી જે ભવ્ય જીવોને જેનો યોગ થયો નથી એનો યોગ કરાવી આપવો અને જેને યોગ થયેલો હાય છે તે જીવો તે યોગને સારી રીતે ટકાવી રાખે તો તે મોક્ષને પ્રાપ્ત કરાવી આપે તેને ક્ષેમ કહેવાય છે. આ યોગ્યતા લઘુકર્મી ભવ્ય જીવોમાં હોવાથી ભગવાન તેઓના નાથ બને છે બા નથી. આ લઘુકર્મી આત્માઓજ પોતાના મિથ્યાત્વની મંદતા કરીને ગ્રંથીને ઓળખીને ગ્રંથી ભેદની પ્રક્રિયા કરી સમ્યકત્વ આદિની પ્રાપ્તિ કરી પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી શકે છે એટલે કે આગળના Page 8 of 234

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 234