Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 9
________________ ગુણસ્થાનકોના પરિણામોને આ જીવો પામી શકે છે તે આગળ કહેવાશે. (૬) દુર્લભબોધિ ભવ્ય જીવો ઃ જે ભવ્ય જીવો લઘુકર્મીતાને પામી લયોપશમ સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે તે ક્ષયોપશમ સમકતના કાળમાં હેય પદાર્થ એટલે છોડવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયન્ની બુધ્ધિ રહેલી હોય છે તથા ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે અને શંકા વિનાનું છે. આવા પ્રકારની બુધ્ધિ સદા હોતે છતાં નિકચીત મિથ્યાત્વના ઉદયના પ્રતાપે કોઇ પદાર્થ પ્રત્યે ભગવાને કહ્યું કે આ બરાબર નથી આવી બુધ્ધિની જે પક્કડ થઇ જાય અને તે પક્કડના પ્રતાપે હું જે હું છું એજ સાચું છે આવા પ્રકારના પરિણામના પ્રતાપે સમ્યકત્વ ચાલ્યું જાય અને મિથ્યાત્વનો ઉદયકાળ ચાલુ થાય છે અને તે પોતાની બુધ્ધિની પક્કડ અનુસાર પદાર્થની પ્રરૂપણા કરે તે દુર્લભ બોધિ જીવો કહેવાય છે. જેમકે જમાલીનો જીવ “કો માને કડે” આ વચનના પ્રતાપે જે કરાતું હોય તે થઇ ગયું કહેવાય જ નહિ. કરાતું હોય તે થઇ રહ્યું છે એમ જ કહેવાય. એક આટલા પદાર્થની પક્કડથી સમકત ગયું-મિથ્યાત્વ આવ્યું અને પાંચસો શિષ્ય છોડીને ચાલતા થયા. જેમ કોઇ ઘરેથી મુંબઈ જવા નીકળ્યા હોય અને હજી મુંબઇ ન પહોંચ્યા હોય છતાં કોઈ પૂછે કે ક્યાં ગયા તો શું કહેવાય ? મુંબઇ ગયા છે પણ હજી સ્ટેશને પહોંચ્યા હશે. ગાડીમાં પણ બેઠા હશે છતાં શું કહેવાય એવી ? જ રીતે સાધુ સંથારો પાથરતો હતો અને છેલ્લે પથરાતું હતું છતાં કીધું પધારો સંથારો પથરાઇ ગયો છે. તેમ ભગવાને જે કહ્યું છે તે સાચું હોવા છતાં જમાલી તે વખતે સાધુને કહે છે. જુઠ્ઠું બોલ્યા મિચ્છામિ દુક્કડં આપો. સાધુ કહે છે અમે ભગવાને કહેલું કહીએ છીએ છતાં માનતા નથી. ભગવાન પણ આ વાત બરાબર કરતાં નથી એમ સમજાવવા લાગ્યા પાંચસો શિષ્યોએ સમજાવવા પ્રયત્ન કર્યો. ન સમજ્યા તો પાંચસો જમાવીને છોડીને ભગવાન પાસે ચાલ્યા ગયા. પછી જમાલી ભગવાનની દીકરી સાધ્વી સુદર્શનાશ્રીજી થી બોધ પામ્યા અને ભગવાન પાસે આવી માફી માંગી તો જેટલાકાળ સુધી સમજ્યા નહિ તેટલા કાળ સુધી દુર્લભ બોધિપણુ ગણાય છે. તેનાથી જમાલીનો જીવ પંદર ભવ સંસારમાં રખડ્યા પછી મોક્ષે જશે. એવી જ રીતે રોગુણાચાર્ય જેમણે ત્રણ રાશીનો મત ચાલુ કર્યો જીવ-અજીવ અને નોજીવ એ ત્રિરાશીવાળા પણ દુર્લભબોધિ ગણાય છે. આ રીતે ભગવાનના શાસનમાં જેટલા નિહવો પાકયા તે બધા નિયમાં સમીત પામી નમીને મિથ્યાત્વે આવી દુર્લભબોધિ થયેલા જીવો ગણાય છે. આ જીવો સંસારમાં સંખ્યાતા ભવો-અસંખ્યાતા ભવો કે અનંતા ભવો પણ કરે છે અને જ્યાં સુધી દુર્લભ બોધિપણામાં રહેલા હોય છે ત્યાં સુધી અનંતી વાર મનુષ્ય ન્મ પામી ધર્મની આરાધના કરી નવમા સૈવેયકના સુખને પામે પણ મોક્ષમાર્ગને પામી શકતા નથી. જ્યારે દુર્લભબોધિપણું નાશ પામે પછી જ ભગવાનના શાસનના માર્ગને પામી શકે છે. આ રીતે છ પ્રકારના જીવોનું સામાન્યથી વર્ણન થયું. અવ્યવહાર રાશીમાં આ છ પ્રકારના જીવોમાંથી (૧) જાતિભવ્ય (૨) અભવ્ય (૩) દુર્ભવ્ય (૪) ભારેકર્મી ભવ્ય અને (૫) લઘુકર્મીભવ્ય જીવો એમ પાંચ પ્રકારના જીવો હોય છે. અવ્યવહાર રાશીમાં સદા માટે જાતિ ભવ્ય જીવો તો હોય જ છે. અભવ્ય જીવો પણ હોય જ છે. જે ભવ્ય જીવોનો સંસાર એક પુગલ પરાવર્તથી વધારે કાળવાળો હોય એવા ભવ્ય જીવો પણ જન્મ મરણ કરતાં કરતાં કાળ પસાર કરી ઓછાકાળ વાળા થાય છે. માટે દુર્ભવ્ય જીવો પણ હોઇ શકે છે. તેવી જ રીતે કેટલાક ભવ્ય જીવો એક પુગલ પરાવર્તકાળમાં આવી ગયેલા હોય અને જન્મ મરણ કરતાં હોય છે. એવા ભારેકર્મી ભવ્ય જીવો પણ હોય છે. તથા કેટલાક ભવ્ય જીવો જન્મ મરણનોકાળ પસાર કરતાં કરતાં Page 9 of 234

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 234