Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01 Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 7
________________ જે ભવ્ય જીવોનો સંસારકાળ એક પુદગલ પરાવર્ત કરતાં એક ભવ-બે ભવ-સંખ્યાતા ભવો-અસંખ્યાતા ભવો કે અનંતા ભવો રખડપટ્ટીના બાકે હોય તે ભવ્ય જીવોને દુર્ભવ્ય જીવો કહેવાય છે. આ ભવ્ય જીવો પણ જ્યાં સુધી આ સ્થિતિમાં રહેલા હોય છે ત્યાં સુધી મોક્ષનો અભિલાષ પેદા થઇ શકતો જ નથી. આ જીવો પણ સત્રીપણાને પામી-મનુષ્યપણું પામી ધર્મસામગ્રી સંપન્ન મનુષ્ય જન્મને અનંતીવાર પ્રાપ્ત કરી શકે છે. ખુદ તીર્થંકર પરમાત્માને પામીને દેશના પણ સાંભળી શકે છે. પણ આ જીવોને દુર્ભવ્યપણાના પરિણામને કારણે એ દેશના પરિણામ પામતી જ નથી. તેમાંથી ફાવતું પકડીને કેવી રીતે આ ધર્મથી સંસારીક અનુકૂળ સામગ્રી વધારે મલે એજ લક્ષ્ય હોવાથી નિરતિચારપણે સંયમનું પાલન કરી અનંતીવાર નવમા સૈવેયકના સુખન મેળવે છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. આ જીવોનું મિથ્યાત્વ ગાઢ જરૂર હોય છે પણ અભવ્ય જીવોના જેવું ગાઢ હોતું નથી પણ કાંઇક મંદતા રૂપે હોય છે. કારણકે આ જીવોને મોક્ષ પ્રત્યે અભવ્ય જીવોની જેમ અત્યંત દ્વેષ બુધ્ધિ કદી હોતી નથી. જ્યાં સુધી દુર્ભવ્ય રૂપે રહેલા હોય છે ત્યાં સુધી મોક્ષની રૂચિ ન થાય-મોક્ષ માટે ધર્મ કરવાની ભાવનાય પેદા ન થાય અને અનુકૂળ સામગ્રીને જ આ જીવો સર્વસ્વ સુખરૂપે માને છે એ સુખ સિવાય બીજા સુખને જાણવાની જિજ્ઞાસા પેદા થતી જ નથી. આ જીવો પણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ લઇને આવ્યા હોય તો પણ સાડાનવપુર્વ સધી જ જ્ઞાન ભણી શકે છે. દેશના લબ્ધિ પણ પેદા કરી શકે છે. અનેક લઘુકર્મી આત્માઓને માર્ગે ચઢાવી મોશે પહોંચાડે પણ પોતાના આત્માના માટેની વિચારણા થતી જ નથી. આથી આ જીવો પણ નિયમા પાપાનુબંધી પુણ્ય બાંધે છે પણ પુણ્યાનું બંધી પુણ્ય બાંધી શકતા નથી. આ દુર્ભવ્ય આત્માઓનો કાળ પાકે એટલે એક પુગલ પરાવર્તકાળ સંસાર કે ઓછો સંસારકાળ બાકી રહે ત્યારે જરૂર દુર્ભવ્ય મટીને ભારેકર્મી ભવ્ય કે લઘુકર્મી ભવ્ય બની શકે છે. આથી એમ કહેવાય છે કે દુર્ભવ્ય જીવો પોતાનો કાળ પૂર્ણ કરી લઘુકર્મી બની અવશ્ય મોક્ષે જશે અર્થાત્ મોક્ષને પામશે. (૪) ભારેકર્મી ભવ્ય જીવો : જે ભવ્ય જીવોનો સંસાર એક પુદગલ પરાવર્ત કાળ કરતાં કાંઇક ન્યૂન એટલે કે એક ભવ આદિ ન્યૂન અને અર્ધપુદ્ગલ પરાવર્તકાણ કરતાં કાંઇક અધિક કાળ સંસારમાં પરિભ્રમણનો બાકી હોય તેવા ભવ્ય જીવોને ભારેકર્મી ભવ્ય જીવો હેવાય છે. આ ભવ્ય જીવોનું મિથ્યાત્વ પણ ગાઢ હોય છે. જ્યાં સુધી આ સ્થિતિ રહેલી હોય છે ત્યાં સુધી આ જીવોને પણ મોક્ષની રૂચિ-મોક્ષનો અભિલાષ પેદા થઇ શકતો નથી માટે આ જીવો પણ સન્નીપણાને પામી મનુષ્ય જન્મ-ધર્મ સામગ્રી સંપન્ન અનંતી વાર પ્રાપ્ત કરે તો પણ અનુકૂળ પદાર્થોના રાગની ગ્રંથીને ઓળખવાનું મન પણ થતું નથી અને તે માટે જ નિરતિચારપણે શ્રાવકધર્મ કે સાધુધર્મનું પાલન કરી નવમા સૈવેયકના સુખને પ્રાપ્ત કરે છે અને તે પાલનથી અનુકૂળ પદાર્થોની જ ઇચ્છા હોવાથી-મેળવવાની તમન્ના હોવાથી- પાપાનુબંધિ પુણ્ય જ ઉપાર્જન કરતા જાય છે. જ્યાં સુધી ભારે કર્મીતા રહેલી હોય છે ત્યાં સુધી શ્રી તીર્થંકર પરમાત્માઓ તેમને ઉદ્દેશીને દેશના આપતા નથી. શ્રી તીર્થંકર પરમાત્માઓના સમવસરણમાં ત્રણસો ત્રેસઠ પાખંડીઓ હંમેશા હાજર હોય છે. તેમની સીટ આગળ હોય છે. તેમાંથી કોઇ ન આવે તો તે સીટ ખાલી રહે છે. પણ બીજો કોઇ ત્યાં બેસવા પ્રયત્ન કરતો નથી કારણકે આ જીવો નિયમા ભારેકર્મી ભવ્ય જીવો હોય છે. તેઓ દેશના સાંભળીને-ફાવતું ગ્રહણ કરીને-પોત પોતાના પુણ્યોદય મુજબ પોતાના મતને ઉભા કરતાં જાય છે આથી એમ કહેવાય છે કે ભગવાનની દેશનામાંથી છ એ દર્શનો પેદા થયેલા છે. જૈન દર્શન સિવાયના બાકીના દર્શનો એકાંગી પકડ પકડીને પેદા થયેલા હોવાથી ભારેકર્મી ભવ્ય જીવોએ એ પેદા કરેલા છે એમ કહેવાય Page 7 of 234Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 234