Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
સંખ્યાતા ભવોનો અસંખ્યાતા ભવોનો કે અનંતા ભવોનો પેદા કરાવી શકે છે. આ મિથ્યાત્વ અનાદિ સૂક્ષ્મ નિગોદના જીવોને એટલે અવ્યવહાર રાશીવાળા જીવોને હોય છે. વ્યક્ત મિથ્યાત્વ :
જ્યારે જીવ અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવે છે ત્યારે તે જીવને વ્યકત મિથ્યાત્વ હોય છે. આ વ્યકત મિથ્યાત્વ એકેન્દ્રિય જીવોથી શરૂ કરીને સન્ની પર્યાપા સુધીના જીવોને હોય છે. કારણકે એકેન્દ્રિયપણામાં અવ્યવહાર રાશીવાળા જીવોનું જે અવ્યકત મિથ્યાત્વ હોય છે તે સ્થાવર જીવોને યોગ્ય જ પ્રકતિઓનો બંધ કરાવનારું હોય છે. જ્યારે આ વ્યકત મિથ્યાત્વ એકેન્દ્રિયપણામાં રહેલા જીવોને ત્રતપણાને યોગ્ય પ્રકૃતિઓનો પણ બંધ કરાવી શકે છે. આથી આ મિથ્યાત્વના ઉદયકાળવાળા જીવો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો સુધીની કોઇપણ પ્રકૃતિઓનો બંધ કરી શકે છે.
આ ગુણસ્થાનકે છ પ્રકરના જીવો રહેલા હોય છે.
(૧) જાતિ ભવ્ય જીવો (૨) અભવ્ય જીવો (૩) દુર્ભવ્ય જીવો (૪) ભારેકર્મી ભવ્ય જીવો (૫) લઘુકર્મી ભવ્ય જીવો અને (૬) દુર્લભબોધિ જીવો. (૧) જાતિ ભવ્ય જીવો :
જે જીવોમાં મોક્ષે જવાની યોગ્યતા હોય છે માટે તે જીવોને ભવ્ય હેવાય છે. પણ કોઇકાળે હજી સુધી અવ્યવહાર રાશીમાંથી બહાર નીકળ્યા નથી અને કોઇ કાળે બહાર નીકળવાનાય નથી એવા જ ભવ્ય જીવો હોય છે તે ભવ્ય જીવોને જાતિભવ્ય જીવો કહેવાય છે. જેમ જગતમાં રહેલી જેટલી માટી હોય તે દરેક માટીમાં ઘડો થવાની યોગ્યતા હોય છે જ છતાંય કોઇકાળે બધી જ માટીના ઘડાં થવાના નથી. છેક સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલી માટી હોય છે તેમાંય ઘડો થવાની યોગ્યતા હોવા છતાંય કોઇ કાળે કોઇ દેવ વગેરેને એ માટી લાવીને ઘડો બનાવવાની ઇચ્છા પણ થવાની નથી એવી જ રીતે મોક્ષ ગમનની યોગ્યતા જરૂર હોય છે. જો એ જીવો અવ્યવહાર રાશીમાંથી બહાર નીકળી વ્યવહાર રાશીમાં આવે- સત્રીપણાને પામે તો મોક્ષે જઇ શકે એવી યોગ્યતા છે જ પણ બહાર જ નીકળવાના નથી. માટે જાતિ ભવ્ય જીવો કહેવાય છે. આ જાતિ ભવ્ય રૂપે અનંતા જીવો અરિહંત થઇને મોક્ષે જઇ શકે એવી યોગ્યતાવાળા હોય છે. અનંતા જીવો યુગપ્રધાન આચાર્ય થઇને મોક્ષે જઇ શકે એવી યોગ્યતાવાળા હોય છે. અનંતા જીવો શાસન પ્રભાવક આચાર્યો થઇને મોક્ષે જઇ શકે એવી યોગ્યતાવાળા હોય છે. અનંતા જીવો ગણધર થઇને મોક્ષે જઇ શકે એવી યોગ્યતાવાળા હોય છે. એ જ રીતે અનંતા જીવો ઉપાધ્યાય ભગવંત થઇને, અનંતા જીવો સાધુ થઇને મોક્ષે જઇ શકે એવી યોગ્યતાવાળા હોય છે. આ જ રીતે જે પ્રકારે મોક્ષે જવાતું હોય તે પ્રકારના અનંતા જીવો જાતિભવ્ય રૂપે રહેલા હોય છે. (૨) અભવ્ય જીવો :
જે જીવોના આત્મામાં કેવલજ્ઞાન રહેલું હોવા છતાંય કોઇકાળે કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા જ પેદા થવાની નથી તે જીવોને અભવ્ય જીવો કહેવાય છે. સામાન્ય રીતે જગતમાં જેટલા જીવો છે તે દરેક
જીવના અસંખ્ય-અસંખ્ય આત્મપ્રદેશો સ્વતંત્રરૂપે હોય છે. તે અસંખ્ય આત્મપ્રદેશોના બરાબર મધ્યભાગમાં રહેલ આઠ આત્મપ્રદેશો એક એક આકાશ પ્રદેશ ઉપર એક એક આત્મપ્રદેશ ગાયના આંચળ (સ્તનની) જેમ ચાર ચાર આકાશ પ્રદેશો ઉંધા ચત્તારૂપે જે રહેલા હોય છે તેની જેમ આ આત્મપ્રદેશો રહેલા હોય છે. તે આઠેય આત્મપ્રદેશો સંપૂર્ણ કેવલજ્ઞાનથી યુકત સિધ્ધ પરમાત્માની જેમ કોઇપણ કર્મના પગલથી રહિત સદા માટે રહેલા હોય છે. તેમ આ અભવ્યજીવોનાં પણ એ આત્મપ્રદેશો
Page 3 of 234

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 234