Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01 Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 2
________________ જગતમાં જીવો બે પ્રકારના હોય છે. (૧) અવ્યવહાર રાશિવાળા જીવો (૨) વ્યવહાર રાશિવાળા જીવો. અવ્યવહાર રાશિવાળા જીવો : ચૌદ રાજલોક રૂપ જગતને વિષે દરેક આકાશ પ્રદેશો ઉપર અસંખ્યાતા-અસંખ્યાતા નિગોદના ગોળાઓ રહેલા છે. તે એક એક ગોળાઓમાં અસંખ્યાતી-અસંખ્યાતી નિગોદો રહેલી હોય છે. તે એક એક નિગોદને વિષે અનંતા અનંતા જીવો સદા માટે ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. આ નિગોદના જીવો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવો રૂપે હોય છે. આ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવોને અનાદિ સૂક્ષ્મ નિગોદ એટલે અનાદિ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય રૂપે કહેવાય છે. આ જીવો અનાદિકાળથી આ સૂક્ષ્મ નિગોદ રૂપે રહેલા હોય છે. હજી સુધી કોઇવાર પણ તેઓ તેમાંથી બહાર નીકળેલા નથી. આવા જીવોને અવ્યવહાર રાશીવાળા જીવો કહેવાય છે. વ્યવહાર રાશીવાળા જીવો : જેટલા જીવો સકલ કર્મથી રહિત થઇને સિધ્ધિગતિને પામે છે. તેટલા જ જીવો આ અનાદિ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને એકેન્દ્રિયપણાને પામે છે તે જીવોને વ્યવહાર રાશીવાળા જીવો કહેવાય છે. જ્યારે એક સાથે સિધ્ધિગતિમાં વધારેમાં વધારે ૧૦૮ જીવો જાય છે ત્યારે સૂક્ષ્મ નિગોદમાંથી એક સાથે ૧૦૮ જીવો બહાર નીકળે છે. અને ઓછામાં ઓછો એક જીવ સિધ્ધિગતિને પામતો હોય તો એક જીવ નીકળે છે અને તે જીવ એકેન્દ્રિયપણામાં પૃથ્વીકાયરૂપે-અકાયરૂપે-તેઉકાયરૂપે-વાયુકાય રૂપે-સાધારણ વનસ્પતિકાય રૂપે-પ્રત્યેક વનસ્પતિકાય રૂપે આ દરેકમાંથી કોઇમાં પણ ઉત્પન્ન થઇ શકે છે. તે જીવો વ્યવહાર રાશીવાળા જીવો તરીકે ગણાય છે. હવે જે જીવો અવ્યવહાર રાશીવાળી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને વ્યવહાર રાશીવાળી સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થાય તે સાદિ સૂક્ષ્મ નિગોદ રૂપે ઉત્પન્ન થયા એમ કહેવાય છે માટે હવે તે વ્યવહાર રાશીમાં આવેલા જીવો વારંવાર સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થયા કરે તો તે વ્યવહાર રાશીવાળા સાદિ સૂક્ષ્મનિગોદના જીવો રૂપે ગણાય છે પણ અવ્યવહાર રાશીવાળા ગણાતા નથી. કારણકે એકવાર અવ્યવહાર રાશીમાંથી બહાર નીકળ્યા પછી જીવ ફરીથી અવ્યવહાર રાશીવાળો થઇ શકતો નથી. આ વ્યવહાર રાશીમાં રહેલી સાદિ સૂક્ષ્મ નિગોદમાંથી જીવને જ્યારે બહાર નીકળવું હોય તો એક જીવ સિધ્ધિગતિને પામે તોજ બહાર નીકળી શકે એવો નિયમ નથી ગમે ત્યારે એ જીવ બહાર નીકળી શકે મિથ્યાત્વ ગુણસ્થાનના બે ભેદો હોય છે. (૧) અવ્યકત મિથ્યાત્વ (૨) વ્યક્ત મિથ્યાત્વ અવ્યક્ત મિથ્યાત્વ : જે જીવોને મોતનો ઉદય અવ્યકત રૂપે રહેલો હોય છે. તે જીવોને અવ્યકત મિથ્યાત્વવાળા કહેવાય છે. આ જીવોને અક્ષરના અનંતમા ભાગ જેટલો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ હોય છે. આથી આ જીવોને મોહનો ઉદય પણ અવ્યક્ત રૂપે એટલે તેમના વિચારોને વ્યકત ન કરી શકાય તેવા પ્રકારનો ઉદય હોય છે. તેથી તે અવ્યકત મોહનો ઉદય ગણાય છે. આ મિથ્યાત્વનો ઉદયકાળ પણ જીવોને પાપનો અનુબંધ Page 2 of 234Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 234