Book Title: Char Gatina Karno Part 01 Author(s): Ramchandrasuri Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust View full book textPage 9
________________ ચાર ગતિનાં કારણે પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન–વાચસ્પતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં પરમ પ્રભાવક અને પરમ ઉપકારક પ્રવચનના સારને પ્રચાર થાય, એવા આશયથી, જામનગરનિવાસી સ્વ. શેઠ શ્રી શાન્તિદાસ ખેતશીભાઇએ, રૂા. ૧૦૦૦૦ અંકે દશ હજાર રૂપીઆ દર વર્ષે એક ભેટ પુસ્તક છપાવવાને માટે શ્રી વીરશાસન કાર્યાલયને અર્પણ કરેલા; પરતુ શ્રી વીરશાસન કાર્યાલયના કાર્યવાહકોએ, સ્વ. શેઠ શ્રી શાન્તિદાસભાઈનો આશય બર આવે એ માટે, મજકુર આખી ય રકમ, શ્રી જૈન પ્રવચન કાર્યાલયને સુપ્રત કરી હતી. આથી, આ પુસ્તકના પ્રકાશન સમયે સ્વ. શેઠ શાન્તિદાસભાઈને આભાર પ્રગટ કરે અને એમના સમ્યજ્ઞાનના પ્રચારની અમલી ધગશની અનુમોદના કરવી, એ આવશ્યક છે. આ સ્થલે, અમે, સ્વ. શેઠ શ્રી શાન્તિદાસભાઈને સાનુદન આભાર માનીએ છીએ. પ્રાન્ત–આ પુસ્તકના મુદ્રણમાં અમારા દષ્ટિદેષથી અગર તે છપાવતાં જે ભૂલ રહી જવાને કે નવી ઉત્પન્ન થઈ જવાનો સંભવ છે તેથી, જે કાંઈ પણ અશુદ્ધિઓ રહી જવા પામી હય, તે બદલ મિચ્છા મિ દુક્કડં દઈએ છીએ; તેમ જ, અમારા અનુપયેગાદિના કારણે જ આમાં કોઈ પણ ઉક્તિ પૂ. પ્રવચનકાર મહાત્માના આશયથી વિરૂદ્ધની આવી જવા પામી હોય અને તેથી કદાચ અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાથી વિરૂદ્ધની આવી જવા પામી હોય, તે તે બદલ પણ મિચ્છા મિ દુક્કડ દઈએ છીએ અને વાંચકે ને નમ્રભાવે વિનવીએ છીએ કે-જે એવી કઈ ક્ષતિ તેમની દષ્ટિમાં આવે, તો તે તરફ અમારું ધ્યાન દોરવાની તેઓ કૃપા કરે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 374