Book Title: Char Gatina Karno Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 8
________________ પહેલે ભાગ એવી રીતિએ તૈયાર કરવામાં આવી, કે જેથી વાંચકને પ્રાય: સળંગ વાચન મળ્યા કરે. આમ છતાં પણ, કેટલીક રેજની ભૂમિકાની પણ અગત્યની વાતે રહી જવા પામે નહિ, એ માટે એ નૈધને અમુક વિભાગમાં વહેંચી નાખવામાં આવી હતી. એ નેંધને આમ અમુક વિભાગોમાં વહેંચી નાખીને, શ્રી જૈન પ્રવચન અઠવાડિકમાં પ્રગટ કરી હતી. એવા વિભાગે પૈકીના ચાર વિભાગે આ પહેલા ભાગમાં પ્રગટ કરવામાં આવ્યા છે. આ પ્રવચનેની નોંધને, શ્રી જૈન પ્રવચનમાં “કષાયે અને ઈન્દ્રિથી જીતાવું એ જ આત્માને સંસાર છે!-અનેકષાય અને ઈન્દ્રિયેથી મૂકાવું એ જ આત્માને મેક્ષ છે !”–આવા મથાળાથી પ્રગટ કરવામાં આવી હતી; પરન્તુ આ વિવેચનમાં મુખ્ય વિષય તરીકે “ચાર ગતિનાં કારણે” બની ગયેલ હોવાથી, આને પુસ્તકાકારે પ્રગટ કરતાં, આને ચાર ગતિનાં કારણે” એ નામ આપવું વ્યાજબી ધાર્યું છે. - પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનાં પ્રવચનોના કોઈ પણ સંગ્રહની ઉપગિતા અને ઉપકારતા વિષે કાંઈ કહેવાની જરૂર જ હોતી નથી, કારણ કે-દરેક પ્રવચન જ નહિ, પરન્તુ દરેક પ્રવચનનું દરેક વાક્ય પણ મહા ઉપયોગી અને મહા ઉપકારક છે, એવું દરેક આત્માથિને લાગ્યા વિના રહે જ નહિ, એ પિતાને અનુભવ પણ અનેકેએ પ્રગટ કરેલ છે. આથી, આ પુસ્તકની ઉપયોગિતા અને ઉપકારકતા વિષે પણ અમે આથી કાંઈ જ વધુ કહેવાને ઈચ્છતા નથી અને જેમના હાથમાં આ પુસ્તક પહોંચે, તેમને આ પુસ્તકમાંના સંગ્રહનું વારંવાર વાંચન અને મનન કરવાની જ એક માત્ર ભલી ભલામણ કરીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 374