Book Title: Chaityavandanmahabhashyam Author(s): Rajshekharsuri Publisher: Arihant Aradhak Trust View full book textPage 4
________________ ઉદ ભાવાનુવાદકારનું સંસ્મરણ હિ અત્યાર સુધીમાં મેં જે જે ગ્રંથનો અનુવાદ કર્યો છે તે બધા ગ્રંથો ઉપર સંસ્કૃત ટીકા હતી. પણ આ ગ્રંથ ઉપર ટીકા નથી. આથી આ ગ્રંથના અનુવાદનો પ્રારંભ કરતાં પહેલાં કેવળ મૂળ શ્લોકોનો અનુવાદ કેવી રીતે કરી શકીશ? એવી શંકાના વાદળો મારા મનોગગન ઉપર ઘેરાઈ ગયા. પણ મારા આદ્ય અને સર્વાધિક પરમોપકારી સિદ્ધાંત મહોદધિ પપૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની અને નિઃસ્પૃહતાનરધિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકુપાના પ્રભાવનું સ્મરણ થતાં જ એ વાદળો દૂર સુદૂર હડસેલાઈ ગયા. ખરેખર ! ધાર્યા કરતાં અલ્પ સમયમાં આ અનુવાદ તૈયાર થઈ ગયો. આથી આ પ્રસંગે આ બે મહાપુરુષોનું પ્રણિધાન કરું છું. અનુવાદની સુવાચ્ય અક્ષરોમાં પ્રેસકોપી તૈયાર કરનારા મારા પ.પૂ. ગુરુદેવશ્રી (આચાર્ય ભગવંત શ્રી લલિતશેખર સૂરીશ્વરજી મ.)ને ભાવભરી વંદના કરું છું. પ્રસ્તુત અનુવાદ કરવા માટે પત્રથી અને મૌખિક પ્રેરણા કરીને મને પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરવાની ઉત્તમ તક આપનારા નિપુણમતિ આચાર્ય શ્રી હેમભૂષણસૂરિજી પણ આ પ્રસંગે સ્મૃતિપથમાં આવ્યા વિના રહેતા નથી. મુનિશ્રી ધર્મશેખર વિજયજીએ આ ગ્રંથનું સંપાદન .કાર્ય કરીને મારો ઘણો બોજ ઓછો કરી નાખ્યો છે. મુનિશ્રી હર્ષશેખર વિજયજીએ 'ફાઈનલ પ્રફો ચીવટથી તપાસીને ઘણી અશુદ્ધિઓને દૂર કરી છે. . ચૈત્યવંદનમહાભાષ્યની જે જે ગાથાની સંસ્કૃત ટીકા બીજા ગ્રંથમાંથી પ્રાપ્ત થઈ તે તે ગાથાની સંસ્કૃત ટીકા આ ગ્રંથમાં લીધી છે, અને તે ટીકાનો અનુવાદ પણ કર્યો છે. તે તે ગાથાની ટીકા જે ગ્રંથની હોય તે ગ્રંથના નામનો અને ગાથાનંબરનો પણ આમાં નિર્દેશ કર્યો છે. . આ અનુવાદમાં ગ્રંથકારના આશયથી વિરુદ્ધ કંઈ પણ મારાથી લખાયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ. વિ.સં. ૨૦૧૪, ચૈ.સ. ૯ રવિવાર હાલારી વિશા ઓસવાલ મહાજન વાડી મુંબઈ-દાદરPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 452