Book Title: Chaityavandanmahabhashyam
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 7
________________ પડી ગયો. કવીશ્વર ધનપાલે રાજાનું મન પારખી તોડ કાઢ્યો કે, આચાર્યશ્રીનું નામ શાંતિ છે, પણ તે વાદીઓના સામે વેતાલ જેવા છે તેથી હવે વધુ વાદ કરવાની જરૂર નથી. રાજાએ આચાર્યશ્રીને ૮૪ લાખ માલવી દ્રમ્મ આપવાના હતા, જેનું ગુજરાતી નાણું ૧ર લાખ થાય. તે દ્રવ્યથી ધારામાં જૈનમંદિરો બાંધવામાં આવ્યાં. કવીશ્વરે પોતાના તરફથી ૬૦૦૦ દ્રમ્મ આપ્યા. તે આચાર્યશ્રીની આજ્ઞાથી થરાદના જૈનમંદિર માટે મોકલવામાં આવ્યા. થરાદના સંઘે તે દ્રમ્મમાંથી આદિનાથના દેરાસરમાં ડાબી તરફ એક દેરી કરાવી અને રથ બનાવ્યો. - આચાર્યશ્રીએ તિલકમંજરી' માં ઉસૂત્રપ્રરૂપણા ન રહે એટલા પૂરતું સંશોધન કરી આપ્યું. રાજાએ આચાર્યશ્રીને “વાદિવેતાલ'નું માનવંતુ બિરુદ આપી ગુજરાતના સમર્થ વિદ્વાનની કદર કરી. આચાર્યશ્રીના શિષ્ય પુણ્યભદ્ર સં. ૧૦૮૪માં થરાદમાં રામસેનના રાજા રઘુસેનના જિનાલયમાં ભગવાન આદિનાથની પ્રતિષ્ઠા કરી હતી અને તે જ દેરાસરમાં ડાબી તરફ કવિ ધનપાલે આપેલી રકમમાંથી દેરી બનાવાઈ હતી. આચાર્ય શાંતિસૂરિ રાજા ભીમદેવની વિનંતિથી ધારાથી વિહાર કરીને કવિ ધનપાલની સાથે પાટણ પધાર્યા. અહીં પાટણમાં શેઠ જિનદેવે પોતાના પુત્ર પદ્મદેવને સાપ કરડવાથી તેને જમીનમાં દાટી રાખ્યો હતો. આચાર્યશ્રીએ તેને બહાર કઢાવી અમૃત ચિંતવી હાથથી સ્પર્શ કર્યો અને પાદેવનું ઝેર ઊતરી ગયું. શેઠ જિનદેવે આચાર્યશ્રીને ભારે ઉત્સવપૂર્વક પોતાને ઘેર પધરાવી ઉપાશ્રયે પહોંચાડ્યા. - આચાર્યશ્રી પોતાના ૩ર શિષ્યોને પાટણમાં ન્યાયનો અભ્યાસ કરાવતા હતા. વડગચ્છના આચાર્ય મુનિચંદ્રસૂરિ નાડોલથી વિહાર કરી પાટણની ચૈત્યપરિપાટી કરવા માટે પાટણ પધાર્યા. તેઓ એક દિવસે ભગવાન ઋષભદેવનાં દર્શન કરી આચાર્ય શાંતિસૂરિ પાઠ આપી રહ્યા હતા ત્યારે તેમની પાસે આવી, નમસ્કાર કરીને બેસી ગયા. એ સમયે બૌદ્ધ દર્શનના પ્રમેયોનો પાઠ ચાલતો હતો. આચાર્ય મુનિચંદ્ર અહીં ૧૦ દિવસ રહી, પાઠ સમયે હાજરી આપી એ પાઠને વિના પુસ્તકે એકાગ્રતાથી અવધારણ કરી લીધો, પરંતુ આચાર્યશ્રીના શિષ્યો એ પાઠને ધારી ન શક્યા. આથી આચાર્યશ્રીને ભારે ખેદ થયો. આ. મુનિચંદ્ર આ જોઈ આચાર્યશ્રીની આજ્ઞા મેળવી એ દશ દિવસનો પાઠ અનુક્રમે કહી સંભળાવ્યો. આ સાંભળી આચાર્યશ્રીએ એકદમ ઊભા થઈ ઉત્સાહથી તેમને આલિંગન કર્યું અને કહ્યું : “ખરેખર, તું તો ધૂળમાં ઢંકાયેલું રત્ન છે, તું મારી પાસે રહીને અભ્યાસ કર, આચાર્યશ્રીને ખ્યાલ હતો કે, પાટણમાં સંવેગી મુનિઓને રહેવા માટે સ્થાન મળતું નથી, તેથી તેમણે આચાર્ય મુનિચંદ્રને ટંકશાળની પાછળ એક ઘરમાં રાખ્યા અને તેમને છયે દર્શનોનો અભ્યાસ કરાવ્યો. આચાર્ય મુનિચંદ્ર વિના પરિશ્રમે તે ધારી લીધો. એ દિવસથી પાટણમાં ચૈત્યવાસીઓ તરફથી સુવિહિત સાધુઓને સુલભતાથી વસતી મળવા લાગી. આ ઘટના સં. ૧૦૯૪ લગભગમાં બની હોય એવો સંભવ છે. કૌલ મતનો આચાર્ય ધર્મ પંડિત કવીશ્વર ધનપાલની સૂચના મુજબ વાદિવેતાલ આચાર્ય શ્રી શાંતિસૂરિ પાસે પાટણ આવ્યો. તેમની સાથે વાદ કરવાની શરૂઆત કરી. તેણે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 452