Book Title: Chaityavandanmahabhashyam Author(s): Rajshekharsuri Publisher: Arihant Aradhak Trust View full book textPage 6
________________ વાદીવેતાલ આચાર્યશ્રી શાંતિસૂરિનો પરિચય વૃદ્ધિ - યુગપ્રધાન આચાર્ય હારિલ સૂરિના ગચ્છમાં થયેલા આચાર્ય વટેશ્વરસૂરિથી થારાપદ્ર ગચ્છ નીકળ્યો. જેમાં અનેક વિદ્વાન આચાર્યો થયા. થારાપદ્રગચ્છમાં વિજયસિંહ નામે આચાર્ય હતા. તેઓ ચૈત્યવાસી હતા. તે સંપન્કર (શાંતૂ) મહેતાના ચૈત્યમાં રહેતા હતા. એક દિવસ રાધનપુર પાસેના ઉણ ગામમાં તેઓ ગયા. ત્યાંના દેરાસરના દર્શન કર્યા પછી તેમની નજર એક છોકરા ઉપર પડી, તેનાં લક્ષણોમાં પ્રભાવકતાનાં સ્પષ્ટ ચિહ્નો વરતાતાં હતાં. ' એ છોકરો ઊણ નિવાસી શ્રીમાલી શેઠ ધનદેવ અને તેની પત્ની ધનશ્રીનો ભીમ નામે પુત્ર હતો. ભીમ બચપણથી જ તીક્ષ્ણબુદ્ધિવાળો હતો. તેનું વિશાળ ભાલ, ઢીંચણ સુધીના લાંબા હાથ અને બીજાં અનેક લક્ષણોથી એ તેજસ્વી લાગતો હતો. આચાર્યશ્રી ધનદેવ શેઠ પાસે ગયા અને સંઘના કલ્યાણ માટે એમના પુત્રની માગણી કરી. શેઠે મોટો લાભ થતો જાણીને પોતાનો પુત્ર તેમને સોંપ્યો. આચાર્યશ્રીએ તેને દીક્ષા આપી. મુનિ શાંતિભદ્ર નામ રાખ્યું. તેમને શાસ્ત્રો-સિદ્ધાંતો ભણાવીને આચાર્ય શ્રી શાંતિસૂરિ નામથી પ્રસિદ્ધ કર્યા. છેવટે તેમને ગચ્છનો ભાર સોંપી અનશન લઈ સ્વર્ગવાસ કર્યો. - આચાર્ય શાંતિસૂરિએ રાજગચ્છીય મહાતાર્કિક આચાર્ય અભયદેવ સૂરિ પાસે તર્કશાસ્ત્ર અને થારાપદ્રીયગચ્છના આચાર્ય સર્વદેવસૂરિ પાસેથી જિનાગમનું જ્ઞાન મેળવ્યું હતું. પાટણ જઈ રાજા ભીમદેવ (સં. ૧૦૭૮ થી સં. ૧૧૨૦)ની રાજસભામાં પોતાની પ્રતિભા વડે કવી અને ‘વાદિચક્રવર્તીનાં માનદ બિરદો મેળવ્યાં હતાં. આ ધારામાં ભોજરાજની પંડિતસભાના પ્રધાન કવિ ધનપાલે “તિલકમંજરીકથા'ની રચના કરી હતી. તે માટે તેમણે મહેન્દ્રસૂરિને પૂછ્યું કે, “આ કથાનું સંશોધન કોણ કરી શકે?’ આચાર્યશ્રીએ વાદિવેતાલ શાંતિસૂરિનું નામ આપ્યું. કવિશ્રી એ માટે પાટણ આવ્યા અને સર્વપ્રથમ એમના એક શિષ્ય સાથે વાર્તાલાપે કરવા લાગ્યા. વાર્તાલાપથી તેમને ખાતરી થઈ કે, આવા વિદ્વાન શિષ્યોના ગુરુ વિદ્યાસાગર હોય એમાં નવાઈ નથી જ. તેમણે આચાર્યશ્રીને ધારો પધારવા વિનંતિ કરી અને પોતે સાથે રહીને તેમને સં. ૧૦૮૩ લગભગમાં ધારા નગરી તરફ લઈ ગયો. - એક રાતે સરસ્વતીએ આચાર્યશ્રીને આશીર્વાદ આપ્યો કે, “તમે તમારો હાથ ઊંચો કરી વાદ કરશો તો તમને દરેક સ્થાને વિજય મળશે.' ધારા પહોંચતાં અગાઉના મુકામે રાજા ભોજરાજે તેમની સામે આવીને જણાવ્યું કે, ‘ધારાની સભામાં ઉભટ વાદીઓ છે, તેમાંના જેટલા વાદીઓને આપ જીતશો તેટલા લાખ માલવી દ્રમ્પ તમને આપીશ. જોઉં છું કે ગુજરાતના જૈન સાધુઓમાં વિદ્વત્તાનું કેટલું સામર્થ્ય છે?” આચાર્યશ્રીએ ભોજની સભાના ૮૪ જેટલા વાદીઓનો જીતી લીધા. પછી તો બીજા પ00 વાદીઓ શાસ્ત્રાર્થ માટે ધારામાં આવી ચડ્યા. શ્રી શાંતિસૂરિ આ બધા વાદીઓને જીતી લેશે એવા વિચારથી દ્રવ્યનો આંકડો ગણતાં રાજા વિમાસણમાંPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 452