Book Title: Chaityavandanmahabhashyam
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 8
________________ પ્રથમ પ્રશચક્ર ચલાવ્યું, આચાર્યશ્રીએ પોતાને દેવ અને પંડિતને કૂતરો બનાવે એવો જવાબ આપ્યો. પછી તો પંડિતે વિતંડાવાદ શરૂ કર્યો. આચાર્યશ્રીએ તે પાઠને અક્ષરશઃ સંભળાવ્યો. તેમજ તેના યોગપટ વગેરે લઈ હુબહુ તેની નકલરૂપે અંગચેષ્ટા કરી બતાવી. પંડિત તેમના ચરણમાં મસ્તક ઝુકાવીને કહ્યું : 'કવીશ્વર ધનપાલે જેવા કહ્યા હતા તેવા જ તમે વિદ્વાન છો.” આચાર્યશ્રી સ્વભાવતઃ શાંત હતા. તેથી તે પણ શાંત બની ગયો. આચાર્યશ્રીએ એક દ્રવિડના વિદ્વાનને પણ જીતી લઈ શાંત બનાવ્યો હતો. દિ ધર્મ પ્રચાર છે આચાર્યશ્રીએ ૪૧૫ રાજકુમારોને જૈન બનાવ્યા. ધૂળનો કોટ પડી જવાની ભવિષ્યવાણી કહી સંભળાવી. ૭00 શ્રીમાલી કુટુંબને બચાવી લીધા અને તેઓને દઢ જૈનધર્મી બનાવ્યા. આચાર્ય શાંતિસૂરિના ઉપદેશથી ડીડક શ્રીમાળી જૈન બન્યા હતા. તેમણે ભગવાન આદીશ્વરનું ચૈત્ય બંધાવ્યું હતું અને તે મહરોલ ગોત્રનાં હતા. સમય જતાં તેઓ પલ્લીવાલગચ્છના બન્યા હતા. (- જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર૦ ૩૫) તેમણે જે ગ્રંથો બનાવ્યાં છે તેની નોંધ નીચે મુજબ છે– ' (૧) ઉત્તરઝવણ-પાઈયટીકા તેમણે અન્ય વૃત્તિઓ હોવા છતાં પૂર્ણતલગચ્છના આચાર્ય ગુણસેનની વિનંતિથી પાટણમાં ભિન્નમાલ વંશીય મહામાત્ય શાંતુના ચૈત્યગૃહમાં રહી સ્વાધ્યાયવ્યાસંગથી વાદશક્તિના કિલ્લા સમી ઉત્તરાધ્યયનની ટીકા બનાવી છે, જેનું બીજું નામ “પાઈયટીકા' છે. આચાર્ય વાદિદેવસૂરિએ આ ટીકાના આધારે જ સિદ્ધરાજની સભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્રને હરાવ્યો હતો. (૨) જીવવિયારપયરણ-ગાથા : ૫૧ (૩) સંઘાચારચૈત્યવંદનભાષ્ય-તેનું બીજું નામ “સંઘસામાચારભાષ્ય” પણ છે. ગાથા : ૯૧૦. (૪) ધમ્મરણપયરણ—(ધર્મશાસ્ત્ર) (૫) પર્વપંજિકા(અહંદભિષેકવિધિ)–તેનું સાતમું પર્વ બૃહસુશાંતિ' છે. (૧) અંગવિજા–તેનો ઉદ્ધાર કર્યો. (૨) તિલકમંજરી-કવિ ધનપાલે રચેલી આ કથાનું સંશોધન કર્યું. - આચાર્યશ્રીના વ્યાખ્યાનમાં નાગિની દેવી આવતી હતી અને ગુરુએ વાસક્ષેપ નાખેલા પાટલા પર બેસતી હતી. એક દિવસે આચાર્યશ્રી વાસક્ષેપ નાખવાનું ભૂલી ગયા, ત્યારે દેવીએ તરત જણાવ્યું કે, “ભગવન્! હવે આપ છ મહિના જીવશો, તે પહેલાં આપ ગચ્છની વ્યવસ્થા અને પરભવની સાધના કરી લેવી જોઈએ.” - આચાર્યશ્રીને ૩ર શિષ્યો હતા. તેમાંથી મુનિ વીરભદ્ર, મુનિ શાલિભદ્ર અને મુનિ . સર્વદેવને બીજે દિવસે તેમણે આચાર્ય બનાવ્યા. આમાં આચાર્ય વીરભદ્ર તો રાજપુરીમાં જ કાલધર્મ પામ્યા. તેમની શિષ્ય પરંપરા ચાલી નહીં, પરંતુ તે સિવાયના બંને આચાર્યોની શિષ્ય પરંપરા લાંબા કાળ સુધી ચાલી છે. અંતે આચાર્ય શાંતિસૂરિ શેઠ યશના પુત્ર સોઢે કાઢેલા ગિરનાર તીર્થની યાત્રા સંઘ સાથે ગિરનાર પધાર્યા. ત્યાં તેમણે ભૂખ, તરસ અને ઊંઘનો ત્યાગ કરી રપ દિવસનું અનશન કર્યું અને સં. ૧૮૯૬ના જેઠ સુદિ ૯ ને મંગળવારે કૃત્તિકા નક્ષત્રમાં સમાધિપૂર્વક કાલધર્મ પામી સ્વર્ગગમન કર્યું. ટૂંકમાં તેઓ અનશન સ્વીકારીને દેવ થયા. (જૈન પરંપરાનો ઇતિહાસ બીજા ભાગમાંથી સાભાર ઉદ્ઘત.)

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 452