Book Title: Buddhiprakash 1968 03 Ank 03
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 43
________________ પરંપરાનું દર્શન થતું નથી એ સંપાદÈાનું તારણુ સાચુ છે. ફેરફાશ ‘વિરાટપ’માં ‘કાસમીર મુખમંડણ માડી, તૂ સમી જગિ ન કાઈ ભિરાડી' એમ સરસ્વતીને વંદના કરીને કવિ કૃતિને આરંભ કરે છે. કવિચિત્ત પાંડવના ગુણગાતમાં લીન બન્યું હાવાથી તે દેવી પાસે શબ્દ અને રસયુક્ત વાણીની યાચતા કરે છે. આગળપાછળની કથાની વિગતે આપવાને બદલે કવિ પાંડવાની અજ્ઞાતવાસવિષયક વિમાસણથી જ કથાપ્રવેશ કરે છે. આગળ દર્શાવેલી વ્યાસરચિત મહાભારતની સધળી વિગતાં ટાળે છે, પ્રત્યેક પાંડવને વિરાટ રાજા પાસે જુદા જુદા મેકલવાને બદલે દ્રૌ દી સિવાય બધા સાથે જ જઈ, યુવિષ્ઠિર જ સ તા હૂઁકમ પરિચય આપી દે અને રાજા તેમને તે તે સ્થાને નિયુક્ત કરે એવી યેાજના અહીં ગેાવી છે. રાણું સુદેષ્ડા, મહાભારતમાં દ્રૌપદીને ‘તું દેવી, ગ ંધવી, અપ્સરા, નાગકન્યા’ વગેરેમાંથી કાણુ છે એમ પૂછે છે. એ ઉદ્ગારેાના પ્રતિધ્વનિ આપણને શાલિસૂરિમાં પણ સંભળાય છે (Àાક ૧૧–૧૨ ) જીમૂતના વધને પ્રસંગ પણ અહી નથી. પાંડવાની વમાન દશા માટે જૈવવાદી આ કવિ સબળ દૈવના પ્રભાવનાં દાંતા આપે છે. (૧૬–૧૮ ) દ્રૌપદી-દર્શીને કીચકની મેાાંધતાથી આરભાતા પ્રસંગેા બંનેમાં (મહાભારત અને અહીં) સમાંતરે ચાલે છે. સુરા નિમિત્તે કીચક પાસે દ્રૌપદીને મેકલવાની સુદૈષ્ણાની યુક્તિ, દ્રૌપદી માટે કીચકની વિવિધ ભાજનની તૈયારી, દ્રૌપદીને સૂના વરદાનને કારણે રાક્ષસે બચાવી એ પ્રસંગ, દ્રૌપદીની રાજા પાસે ફરિયાદ વગેરે દ્વારા આ કૃતિનું મહાભારત કથા સાથેનું અનુસંધાન સ્પષ્ટ થાય છે. અલબત્ત, મહાભારતના વિસ્તારથી વર્ણવાયેલા પ્રસંગેાના નિર્દેશમાત્ર કરીને જ કવિ અહીં ઝડપથી આગળ વધતા દેખાય છે. કીચક-ભીમનુ સરન્ધીવેશી ) યુદ્ધ અહી વિગતે વવાર્યું નથી, અને અંધારામાં બલ્લવને સૈરન્કી માની સ્પર્શોનંદ માનતા કીચક પણ અહીં દર્શાવાયો બુદ્ધિપ્રકાશ, મા' '૬૮ ] નથી. આ જૈનકવિ સૈરન્ધી માટે ટળવળતા મન્મથના આરા ચડેલા—જ઼ીચકને માટે એ શ્લોકા આપે (૩૧–૩૨), કીચકને પેાતાના પરચા આપતી સૈરન્ધીની વાણી પણ સબળપણે રજૂ કરે છે (૩૮– ૪૦), તેમ છતાં કવિનું લક્ષ્ય કથાપ્રસંગને ઝડપથી આગળ વધારવા તરફ વિશેષ રહ્યું છે. કીચકવધ માટે એ એ પ`ક્તિ (લેાક પ૭ની ) પૂરતી ગણે છે, અને પછી મહાભારતકથા પ્રમાણે આગળ વધી સ કીચકાને એ ચિતામાં બાળી મૂકે છે એ કથાપ્રસંગ ઝડપથી પૂરા કરે છે. અહી', પાંડવેાને ખેાળી કાઢવા માટે દુર્ગંધને માકલેલા દતાને નિર્દેશ કર્યા વિના જ કીચકવધની વાત કુરુગૃહે ગઈ એમ પાંડવપરાક્રમનું અનુમાન દર્શાવાયું છે. મૂળની જેમ ભષ્મ, યુત્રિષ્ટિર (અહીં, પાંડવ) હશે ત્યાં કેવી સમૃદ્ધિ હશે એનાં દૃષ્ટાંતા આપે છે ( ૬૯-૭૦ ). મૂળની જેમ કૃપાચાર્યું કે સુશર્માના સૂચનને બદલે અહી. દુર્યોધન પેાતે જ દૂત મેકલીને ત્યાં સૈન્ય ઉતારે છે. યુદ્ધવર્ણન, મૂળન શક્તિ વિનાનું છે. વિવિધ વાદ્યોના ઝડઝમક્રિયા નિર્દેશ। અહીં. વિગતે જેવા મળે છે, અને મધ્યકાલીન શૈલીના યુદ્ધવનની યાદ તાજી થાય છે. વિરાટ રાજાને બાંધીને લઈ જતા સુશર્મા અને એને છેડાવી લાવતા ભીમ–મૂળ કથા પ્રમાણે છે, પણ એમાં વિગત પૂરવાનું કવિએ ટાળ્યું હાવાથી વચ્ચેની કડીએ નિરૂપી નથી. વિરાટપર્વ ના બીજો ખંડ કુરુરાજના ઉત્તર દિશાના હુમલાથી આર’ભાય છે. મૂળની જેમ ગાવાળા (મૂળમાં, ગેાપાલધિપતિ) કુંવર ઉત્તર પાસે જઈ તે ધા નાખે છે, અને ઉત્તર વીરત્વભર્યાં ઉગારામાં એને પ્રત્યુત્તર વાળે છે; સારથિવિષયક મૂંઝવણુ અનુભવતાં, મૂળની જેમ અર્જુનથી પ્રેરાયેલી નહિ પણ સ્વયંસ્ફુરણાથી સૈર શ્રી અહીં બૃહન્નલાને સારથિ તરીકે નિયુક્ત કરવા સૂચવે છે. એ માટે મૂળ પ્રમાણે’ કૃષ્ણે એના સારથિપણા નીચે ખાંડવવન ખાલ્યું હતું એમ જણાવે છે. મૂળ પ્રમાણે બૃહન્નલાને સારથિપણું સ્વીકારવાની ઉત્તરાની વિનંતી અહીં ૧૦૫

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52