Book Title: Buddhiprakash 1955 02 Ank 02 Author(s): Nagindas Parekh Publisher: Gujarat Vidyasabha View full book textPage 1
________________ વૃદ્ધિ છાશ સંપાદક નગીનદાસ પારેખ પુસ્તક ૧૦૨ [ ] ફેબ્રુઆરી : ૧૯૫૫ ૨૪ કાયદેસરની લૂંટ આજે શબ્દરચના હરીફાઈઓ નીકળી છે. આ હરીફાઈઓમાં જીતનારાને ઇનામે આપવાના મેળાવડા થાય છે. વરઘોડાની માફક મેટા જલસાઓ થાય છે. તેમાં સારા સારા માણસે ભાગ લે છે. પણ એ હરીફાઈવાળા કેઈ દયામી નથી, તે દાન કરે ! તે તો લે કે પાસેથી પાંચ રૂપિયા લુટીને એકનું દાન કરે છે. અનેકનાં બધાં જાય છે ને એકને મળે છે. જેના જાય છે તેને કંઈ પૂછતું નથી. આ તે ઉઘાડી લૂંટ છે. એમાં લાખ રૂપિયા હામાય છે. ગામડાંઓ બરબાદ થતાં જય છે આ બરબાદીમાંથી બચવા માટે તમે બધાં ભેગાં થઈને તમારા ગામને બચાવજે. દીવા બળતું હોય ત્યારે જેમ પતંગિયાં આંધળાં થઈને એમાં કુદીકૂદીને બની મરે છે, તેમ આ શબ્દરચના હરીફાઈની ભૂંડી ભૂતાવળ ગામેગામ સળગી ઊઠી છે. તેમાં લેભી લેકે પોતાની અને ગામની લક્ષ્મીને હોમવા બેઠા છે. ડાહ્યા હો તો એમાંથી તમારા ગામને તારજો. હમણાં વળી શબ્દરચના હરીફાઈ એ નીકળી છે. મને તો એમાં સમજ પડતી નથી પણ એનાથી છાપાનાં પાનાંનાં પાનાં ભરાય છે. નાનાંનાનાં ગામડાંમાં ય હરીકાઈ ભરે છે. લેકને સગવડ થાય તે માટે ગામના સજજનેએ ભરવાની દુકાનો માંડી છે ! કે કેઈ ને ઇનામ મળ્યું તે એનું બહુમાન થાય છે. મેળાવડા થાય છે. એમાં મારા જેવાને લઈ જાય છે ભાષણ કરવા ! તે આ ઇનામ આપે છે તે કાંઈ આકાશમાંથી થોડાં જ વરસે છે? કેટલાંય જણના પિસા એકઠા કરીને તેમાંથી થોડા પિતે દાબીને બાકીના ઇનામમાં વહેંચે છે. ખરેખર મેળાવડો કર હોય તે જેણે જેણે ખેયા હોય એ બધાને કર જોઈએ. તે જેને મન્યા તેનેય ખબર તે પડે કે કેનકેના મને મળ્યા ! વચમાં આંકફરકનું વધી ગયું હતું. હવે આનું જેર જામ્યું છે. આ લેકેને કેમ સમજ નહિ પડતી હોય ? આજ કાલ તે એવું જોઉં છું કે જેમ ગરીબ તેમ વ્યસન બહુ નબળી ગાયને બગાઈએ ઘણી એવું છે. ખરું જોતાં તે વગર પરસેવે પૈસા પેદા કરવા એ જ પા૫ છે. લૂંટારા રાતે ધાડ પાડતા એ ગેરકાયદે ગણાય, પકડાય તે ફાંસીએ ચઢે. આ કાયદેસરના લૂંટારુ આવ્યા છે. આવી રીતની લૂંટમાં ભાગ લેનારા એવી હરીફાઈ એને ભરનારા અને એ શોધનારા એ બધાએ શરમાવું જોઈએ. -રવિશંકર મહારાજ ગુ જ રા ત વિ ધા સ મા : અ મ દા વા દPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 36