Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 2
________________ ઘડીમાં નરકે, ઘડીમાં સ્વર્ગે તમે દુઃખી છે તો તેમાં બીજા કોઈને જરા પણ દોષ નથી. તમે પિતે જ તેવા દુઃખના વિચારો સેવી તમારી મેળે જ દ:ખ પેદા કર્યું છે કારણ કે વિચાર સર્વ શક્તિમાન છે. અનેક પ્રકારના સારા બૂરા વિચારના વિભાગને કૃણ લેશ્યા, નીલ લેશ્યા, કાપત લેશ્યા, તે લેશ્યા, પકા લેસ્થા અને શુકલ લેહ્યા એમ છ લેશ્યા તરીકે શ્રી સર્વજ્ઞ તીર્થ કર ભગવાન બતાવે છે અને તે વિચાર થી જ પુણ્ય પાપ બંધાયું છે અને બધાય છે. પ્રિય સાધ કે ! સમજો કે પ્રસન્નચંદ્ર ર:જર્ષિ કે જે દીક્ષા અંગીકાર કરી વીર પ્રભુના સમયમાં કાઉસગ યાને રહ્યાં હતાં. પ્રસંગ વસાતુ કેઈના શબ્દ શ્રવણથી તેમના મનમાં ખરાબ વિચાર આવ્યા અને જેમ જેમ તે બીજા પ્રાણીઓને નાશ કરવાના પાપી વિચાર કરવા માંડયા કે તુરત જ તેઓ પ્રથમ નરક આદિ આતે નરકનાં દળીયા ઉપાર્જન કરવાં લાગ્યાં. આ પ્રસંગે વીર પ્રભુને શ્રેણીક રાજાએ પૂછ્યું કે પ્રસન્નચંદ્ર મરે તો કયાં જાય? ત્યારે શ્રી વીરપ્રભુએ પહેલી નરક, બીજી નરક તેમ ચડતાં સાતમી નરક બતાવી પરંતુ ત્યાર પછી પ્રસન્નચંદ્ર રાજર્ષિ લડાઈના વિચારમાંથી સારા વિચારોની ભાવનામાં ચડયા એટલે તેમણે નરકગીત ન ! બાંધેલાં કર્મ નાં દળીયાં વિખેરી નાંખ્યા અને અંતે ઉત્તમ શુકલ ધ્યાનમાં ચડી, ઘાતીક મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પદ પામ્યા. સજજનો ! હવે વિચારે કે વિચારમાં કેટલું બધું બળ છે ? વિચારમાં અનંત શકિત રહેલી છે માટે તમે ખરાબ વિચાર કરશે નહિ. [ વધુ માટે જુઓ કવર પેજ ૩ જી]

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 92