Book Title: Buddhiprabha 1914 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ જયતિ. ૧૨૭ Rયંતિ. શ્રીમદ્ રવિરસાગરજી મહારાજ સાહેબની માણસામાં ઉજવાયેલી જયંતિ, માણસા-તા. ૧૮ મે જુન સને ૧૮૪ શુક્રવારના રોજ સવારના આઠ વાગે શ્રીમદ્ રવિસાગરજી મહારાજ સાહેબની જયંતિ ઉજવવા એક સભા ઉપાશ્રયમાં શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શનિટ સુરીશ્વરજી મહારાજ સાહેબ બુદ્ધિસાગરના પ્રમુખપણું નીચે મળી હતી. તેમાં જૈન અને જેનેતર વૃદ્ધાએ સારી હાજરી આપી હતી. પ્રથમ મંગલાચરણ તરીકે શા. પાનાચંદ જેચંદ એક કવીતા ગાઈ હતી. તેની અંદર શ્રીમના ગુણાનુવાદ કરવામાં આવ્યા હતા. જે સાંભળ્યાધી નાઓને આનંદ થયે હતા. બાદ વકીલ મનસુખરામ મુળચંદે બીમના જીવનની રૂપરેખા કહી બતાવી હતી. તેમણે કહ્યું હતું કે જયંતિએ કર્મવીર, રણવીર ને ધર્મવીરની ઉવાય છે અને આજે આપણે એક ધર્મવીરની જયંતિ ઉજવવા ભેગા થયા છીએ કે જે ધર્મવારે ગુજરાત દેશમાં જૈનધર્મની જાડેજલાલી પ્રવર્તાવી હતી. જેમનું જીવન દઈને કાન્તરૂપ હતું તથા આચાર વિચારમાં સર હતું. ત્યાર બાદ શેઠ હાથીભાઈ મુળચંદે તેમના નિબંધમાં શ્રદ્ધા જીવનની હુક કથા અને તેમણે જૈન કેમ ઉપર કરેલા ઉપકારનું સ્મરણ કરાવ્યું હતું. બાદ શાહ ભોગીલાલ સાકરચંદે શ્રીમદ્ રવિસાગરજીના જીવનચરિત્રમાંથી નીકળતા સર તે નામને નિબંધ વાંચી બતાવ્યું હતા. તેમાં શ્રીમદે કરેલાં કેટલાંક ઉપયોગી કાર્યો અને તેમનું નિર્મળ ચારિત્ર તથા તેમના અનેક ગુણાનું સારી રીતે વર્ણન કરવામાં આવ્યું હતું. બાદ શેઠ વીરચંદ કૃમાજીએ પણ શ્રીમદના ગુણો સંબંધી કેટલુંક વિવેચન કર્યા બાદ ભાણસાન સંઘને દરવર્ષે જયંતિ ઉજવાય તથા રવિસાગરજી પાઠશાળા જે બંધ પડી છે તે ચાલુ કરવા સુચના કરી હતી. બાદ ડીઆવા માં આવેલા પડધરી ગામના એક કવી કાલીદાસભાઈએ શ્રીમના ગુણાનુવાદ કરનારૂ એક કાવ્ય વાંચ્યું હતું ને કેટલુંક અસરકારક વિવેચન કર્યું હતું. ત્યારબાદ શાહ કેશવલાલ નગીનદાસ શ્રીમની સ્તુતિનું કાવ્ય ગાઈ બતાવ્યું હતું કે જેથી નાઓમાં શાંતિ વ્યાપી હતી. બાદ શેક વિવેચન કર્યા પશ્ચાત શેઠ માનલાલ જેચંદે પણ શ્રીમદ્ભા ગુણનું કેટલુંક વર્ણન કર્યું હતું. ત્યારબાદ પરમપૂજ્ય આચાર્ય મહારાજ સાહેબે શ્રીમદ્દ નેમસાગરજી મહારાજે ક્રિાદ્ધાર કેવી રીતે , શીથીલાચાર કેવી રીતે વાળે, સંવેગી મા કેવી રીતે દીપાવ્યો તથા ચારિત્રમાં કેવાં કટ સહન કર્યા ત્યાદિ વિષયો ઉપર વિવેચન કર્યા બાદ શ્રીમદ્ નેમસાગરજી મહારાજના પદને દીપાવનાર પટ્ટધર શ્રીમદ્ રવિસાગરજી મહારાજના ગુણોનું વર્ણન કર્યું હતું. જેમાં શ્રીમદ્ રવિસાગરજી મહારાજ સાહેબે આચાર, ઉપદેશવડે ગુજરાત દેશના જેને ઉપર અન્ય ઉપકાર કર્યો છે. તેનું સારું ચિત્ર ખડું કર્યું હતું ને તાબેના મન ઉપર સારી અસર થઈ હતી. બાદ કામ સમાપ્ત કરવામાં આવ્યું હતું. તે જ દિવસે બપોરે પ્રાંતીજવાળા શેઠ મગનલાલ ગોવર્ધનરામ તરફથી નવા પ્રકારની પૂજા ભણાવવામાં આવી હતી. સાધુઓમાંથી શ્રી રંગસાગર, કીર્તિસાગર, દ્ધિસાગરજી, શ્રી રદ્ધિસાગરછ, દેવસાગર, નયસાગરજી ને સાધ્વીઓમાં લાભશ્રીજી, સુમરીશ્રી આદી ૬ સાધ્વીઓએ હાજરી આપી હતી, અને બંને વખતે ઘભાવના કરવામાં આવી હતી.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32