________________
બૃહદ્ યોગ તિથિ
અસજ્ઝાય થાય. પણ જો સ્પષ્ટ ગ્રહણ દેખાયું હોય તો ત્યારથી બીજા દિવસનો ચંદ્ર ઉગે ત્યાં સુધી અસ્વાધ્યાય જાણવો. આ પ્રમાણે સિદ્ધાન્તિક મત કહ્યો. બીજા આચાર્યોના મતે આચરણા એવી છે કે રાત્રે ચંદ્રગ્રહણ થાય અને રાત્રે મૂકાય તો સવારના સૂર્યોદય સુધી અસ્વાધ્યાય (અને ગ્રહણ સહિત આથમે તો ગ્રહણ થાય ત્યારથી બીજો દિવસ અને બીજી રાત્રિ સુધી અસ્વાધ્યાય જાણવો.)
સૂર્યગ્રહણનો અસ્વાધ્યાય જઘન્યથી બાર પ્રહર અને ઉત્કૃષ્ટથી સોળ પ્રહર સુધી અસ્વાધ્યાય, ગ્રહણ સહિત સૂર્ય અસ્ત થાય તો તે દિવસની રાત્રિ અને બીજો દિવસ અને રાત્રિ મળી બાર પ્રહર અસજ્ઝાય થાય. સૂર્ય ઉદય વખતે ગ્રહણ થાય, આખો દિવસ ગ્રહણ રહે અને ગ્રહણ સાથે આથમે તો તે દિવસના ચાર, તે રાત્રિના ચાર અને બીજો દિવસ અને રાત્રિના આઠ એમ સોળ પ્રહર સુધી અસજ્ઝાય થાય. અન્ય આચાર્યોના મતે આચરણાથી સૂર્યગ્રહણ દિવસે થાય અને દિવસે મૂકાય તો ગ્રહણ થાય ત્યારથી બીજા દિવસના સૂર્યોદય સુધી
અસ્વાધ્યાય.
: નિર્ઘાત વાદળ સહિત કે વાદળ વિના આકાશમાં વ્યંતરદેવે મોટી ગર્જના સરખો કરેલો અવાજ. આમાં આઠ પ્રહર સુધી
અસજ્ઝાય.
-
ગુજિત - ગર્જારવના વિકારરૂપ ગુંજારવ કરતો અવાજ થાય તો આઠ પ્રહરની અસજ્ઝાય.
G
· ચાર સંધ્યા દિવસના મધ્યાહ્ને બે ઘડી સુધી અસ્વાધ્યાય.
૨ (૧૦૧)
-
સૂર્યાસ્ત પછી, મધ્યરાત્રી, સૂર્યોદય પહેલા,