Book Title: Bruhad Yog Vidhi
Author(s): Ratnachandrasuri
Publisher: Ratnoday Charitable Trust

View full book text
Previous | Next

Page 212
________________ • બૃહદ્ યોગ વિધિ .... ઠાઠડી જેવી કરી હોય તેમાં પધરાવે. માંડવી પ્રથમ કરાવી હોય તો ઠીક છે, નહીં તો તાસતા પ્રમુખ લુગડે મઢાવેલી માંડવી કરવી, અને તે માંડવી કરતાં વાર લાગે તિહાં સુધી કાળ કરેલા સાધુને એક થંભની પાસે લુગડાથી મજબુત કરીને બેસાડે, રાતે કાળ કર્યો હોય તો, શિષ્યાદિ બાળને પાસે રાખવા નહીં ગીતાર્થ – અભીર હોય તે જાગે અને કાઈકીનું માત્રક રાખે; તે જો ઉઠ તો બાયા હાથેથી કાઈક લઈને બુઝઝ બુડ્ઝ બુઝઝગા એમ કહીને છાંટવી. મૃત્યુને સ્થાને તથા જેટલે ઠેકાણે મૃતકને ફેરવવાની જરૂર પડે અને ફેરવે અને જ્યાં જ્યાં રાખે બેસારે તે દરેક ઠેકાણે પ્રથમથી લોઢાના ખીલા જમીનમાં ઠોકવા. પછી મોટી કથરોટ લઈને શ્રાવક લોકો તેમાં મૃત સાધુને બેસાડે ને નાપિતને બોલાવી મૃતક સાધુને મસ્તક તથા દાઢી મૂચ્છના બાલ ઉતરાવવા, હાથની આંગળીયે જેરા છેદ કરવો. પછી સચિત્ત પાણી લહીને નવરાવે. હાથપગની આંગળીઓનો બંધ કરે પછી સુકોમળ લુગડાયે કરી શરીરને લુએ, પછી નવો શ્વેત ચોલપટ્ટો પહેરાવે, કંદોરો બાંધે તથા નવો શ્વેત ઉચો કપડો પહેરાવે તે સર્વેને અવળા સાથીઆ કરવા ને પ્રથમનો ઓઘો લઈ લેવો, ને બીજી ચરવલી એથવા ચરવલો તે મૃતક સાધુના પાસે રખાવવો; પણ લુગડાં સર્વેને કેશરના છાંટા નાખે, શ્રાવક લોકો શોકાતુર થકા સુખડ તથા કેશર બરાસ, કસ્તુરી ઉંચા પદાર્થ લઈને ગુરુના શરીરે વિલેપન કરી, પછી નવી ચોખી શ્વેત, કેશરના છાંટા નાખેલી મુહપત્તિ નાશીકાની દાંડી ઉપર બે કાને પરોવી દેવી પછી મૃતકનું શરીર સ્થિર રહે તેવી રીતે રાખવું પછી હાથ જોડીને શાસનપતિ મહાવીરસ્વામિ દેશના દેતા મુગતે ગયા તેથી જાણીએ કે એહ હમારા ગુરુ પણ તેમજ મુગતે કે સ્વર્ગે ગયા એમ કહે એહવી ભાવના ભાવ્યા પછી, બીજા સાધુ હોય તે તેની પાસે આવી “વાસક્ષેપ હાથમાં લઈને બોલે કોટીગણ ચાંદ્રકુલ, ૪ ૨૦૧૪

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216