Book Title: Bruhad Yog Vidhi
Author(s): Ratnachandrasuri
Publisher: Ratnoday Charitable Trust

View full book text
Previous | Next

Page 213
________________ ..બૃહદ્ યોગ વિધિ .... વયરી શાખા આચાર્ય શ્રી વિજય સિંહસૂરિજી, ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી (સ્થવિર શ્રી ગૌતમ, મહત્તરા શ્રી ચંદનબાલા) પ્રવર્તક પં. અમુકગણી પ્રવર્તિની સાધવી અમુકી શ્રીજી અમુક મુનિના શિષ્ય મુનિ અમુક નામે, એટલું કહીને માથે વાસક્ષેપ કરતાં, વોસિરે વોસિરે વોસિરે, કહેવું ત્રણવાર વાસક્ષેપ કરવો.” (મહાપારીઠાવણીએ વોસિરણë કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારીને પ્રગટ નવકાર કહે, પછી તિવિહં તિવિહેણ વોસિરિયં કહે) એટલી સાધુની કરણી; હવે શ્રાવકનું કર્તવ્ય તે કરેલી માંડવીમાં મજબુત બેસારીને પછી ચરવલી ૧ પ્રથમ કહી હતી તે અને મુપત્તિ જમણી બાજુ અને પાત્રુ ૧ નાનું કોઈ ફુટેલું હોય તે અથવા ફોડીને, એક લાડુ સહિત ઝોળીમાં નાંખી ડાબી બાજુએ મુકે; ને પુતળું કરવું તે તો નક્ષત્ર પ્રમાણે જાણવું તેમાં જેષ્ઠા ૧ આદ્રા ૨ સ્વાતિ ૩ શતભિષા ૪ ભરણી ૫ અશ્લેષા ૬ તથા અભિજીત્ ૭ એટલે નક્ષત્રે પુતળું કરવું નહીં; ને રોહીણી ૧ વિશાખા ૨ પુનર્વસુ ૩ ઉત્તરો ત્રણે ૬ એટલે નક્ષત્ર ડાભનાં બે પુતળાં કરવાં, બાકી ૧૫ નક્ષત્રે પુતળું એક કરવું તે પુતળાના જમણા હાથમાં ઓઘો (ચરવલી) મુહપત્તિ આપવા અને ડાબે હાથે; ભાંગેલું પાડ્યું ૧ અને તેમાં એક લાડુ; તેણે સહિત ઝોળી આપવી. બે પુતળાં હોય તો બન્નેને તે પ્રમાણે આપવું. એ સર્વે પુતળાં કરવાનું નક્ષત્ર કાલધર્મ પામે તે વખતનું જાણવું; પછી ઉપાડનાર સારા મજબુત હોય તે ઉપાડે, ઉપાશ્રયમાંથી મૃતકને બહાર કાઢે ત્યારે પ્રથમ પગ કાઢે. ચાલતાં કોઈએ રોવું નહીં; ને સર્વ મનુષ્યો ‘જયાનંદા’ ‘જ્યાભદા' એવું બોલવું ને આગળ તો બદામો, પૈસા, પાઈઓ; આની, બે આનીઓ પ્રમુખ નાણું ઉછાળવું તે ઉપાશ્રયથી માંડી સ્મશાન ભૂમિ સુધી શ્રાવકો ઉછાળે, ને વાંસડાને ચિરાવી માંહે સરાવલાં ઘાલી દીવા ધૂપ કરતાં આગળ જણ ૨૦૪

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216