Book Title: Bruhad Yog Vidhi
Author(s): Ratnachandrasuri
Publisher: Ratnoday Charitable Trust

View full book text
Previous | Next

Page 214
________________ બૃહદ્ યોગ વિધિ ચાલવું, પછી શોક સહિત મહોત્સવ પૂર્વક વાજીંત્ર વાજતે બડાઆડંબરે મસાણે જઈ પૂર્વે શુદ્ધ કરી રાખેલ જમીન ઉપર સુખડ વિગેરેના ઉત્તમ લાકડાંની ચિતા કરી માંહે માંડવી પધરાવે ગામ તરફ મસ્તક રાખે, પછી અગ્નિ દે (લગાડે) છેવટે સર્વ અગ્નિ શાન્ત કરી રક્ષા યોગ્ય સ્થાનકે પરઠવી, પછી પવિત્ર થઈ ગુરુ પાસે આવે, એટલી શ્રાવકની કરણી છે. હવે પ્રત્યેક સાધુને, ઉપાશ્રયમાંથી મૃતક લઈ ગયા પછી, જે કરણી તે લખીએ છીએ, પ્રથમ ગાયનું મૂત્ર આણી રાખ્યું હોય તે આગળ પાછળ છાંટવું; ને સંથારાની જગ્યાએ એટલામાં સર્વ ઠેકાણે સોનાવાણીપાણી હોય તે છાંટીને ધોઈ નાંખવું, પણ તે પાણી ઉકાળેલું જોઈએ, પછે કાળકરેલના શિષ્ય અથવા તેમનાથી નાના પર્યાયવાલા સાધુ જે હોય તે, ચોલપટ્ટો કપડો ને ઓઘો (સાધુવેષ) અવલા પહેરીને અવલો કાજો લેવો (દ્વારથી આસન તરફ લેવો) ને કાજાની ઈરીયાવહી કરી, પછી અવલા દેવ વાંદવા, તેનો વિધિ, અથ પ્રથમ કલ્લાણકંદ. પછી એક નવકારનો કાઉસ્સગ્ગ, અન્નથ. અરિહંત ચેઈયાણ. જયવિયરાય આખા કહેવા, ઉવસગ્ગહરં. નમોર્હત્.. જાવંત કેવિ સાહુ. ખમાસમણ, જાવંતિ ચેઈઆઈં. નમુથુણં. જંકિંચિ. પછી પાર્શ્વનાથનું ચૈત્ય વંદન, ખમાસમણ લોગસ્સ. ૧ એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરાસુધી કાઉસ્સગ્ગ અન્નથ્થઉસસીએÄ. તસ્સઉત્તરી. ઈરિયાવહી. ખમાસમણ દેઈ અવિધિ આસાતનાનો મિચ્છામિ દુક્કડં દેઈ, પછી સવલો વેષ પહેરીને કાજો સવલો લેવો, તેના ઈર્યાવહી કરવા. એમ બે વાર કાજો લેવો. પછે એક બાજોઠ મંગાવીને ચોમુખ બિંબ પધરાવીને, ઘીનો દીવો, ધૂપ કરાવીને, સાથીઓ બાજોઠ ઉપર સવલો ભીના કંકુનો કરાવવો; પછી સવલા દેવ વાંદવા; તેનો વિધિ જે પોસહ માંહે વાંધે છે તે પ્રમાણે આઠ થોઈએ 8 (૨૦૩)D

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216