Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan Author(s): Paras Jain Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni View full book textPage 9
________________ પિતાશ્રીનું ભક્તિમયા જીવન તેમના પિતાશ્રીનું નામ શ્રી કાળિદાસ દ્વારકાદાસ હતું. તેઓ મહાત્મા શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. ત્રણ ત્રણ વાર ગોકુળ મથુરાની યાત્રાએ જઈ આવેલા. પ્રથમ વખતની યાત્રા પગપાળા કરી હતી. તેમનું વ્યક્તિત્વ ઉદાર હતું. મંદિરના જીર્ણોદ્ધાર વગેરે કરાવવામાં દ્રવ્ય ખર્ચતા. લોભ કષાયની મંદતાના કારણે છેલ્લી યાત્રામાં ઘનની મર્યાદ કરી. તેના ફળસ્વરૂપ તેમની આ દાન પ્રવૃત્તિ ત્યાગના રૂપમાં પલટાઈ ગઈ. આયુષ્ય થોડું બાકી રહ્યું જાણી ચેતી ગયા અને આત્મસાર્થક કરવા કુટુંબથી દૂર જઈને વસ્યાં. ત્યાં તેમણે ભગવતું ભક્તિમાં જ પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. તમારો નંદન તો મહાપુરુષ છે. તેમના માતુશ્રીનું નામ જીતાબા હતું. તેઓ પણ ભક્તહૃદયી હતા. હવે તેમને એકમાત્ર પોતાના લાડકવાયા પુત્રમાં જ બાલકૃષ્ણનાં દર્શન થયાં. પુત્રનો જન્માષ્ટમીએ જન્મ, જન્મથી પરમ શાંત, આનંદી અને હસમુખો ચહેરો જોઈને માતાને મન પરમ આનંદ રહેતો અને લાગતું કે આ કોઈ દૈવી પુરુષ છે. એકવાર પ્રસંગવશાત્ જોષીની મુલાકાત થઈ. જોષી, તેમના જમણા પગના ઢીંચણે લાબું જોઈને, આનંદમાં આવી ઉમળકાથી બોલી ઊઠ્યો કે માજી, આ તમારો નંદન તો કોઈ મહાપુરુષ છે. માતાને મન તેને અનુસરતી માન્યતા તો હતી પણ તે જોશીના જ્યોતિષ વડે વિશેષ વૃઢતાને પામી. બાલ્યાવસ્થા જેમ જેમ આનંદમાં બાળકની ઉંમર વધતી ગઈ તેમ તેમ તેમનું વિશાળ ભાલ, ગાલે ખંજન અને કાનની ભરાવદાર બુઠ્ઠિઓ તેમજ ગૌર વદન પર નિર્દોષ હાસ્ય સર્વેને આનંદનું કારણ થતું તથા તેમના ભાવિ સૌમ્ય વ્યક્તિત્વનાં પણ તેમાં અણસાર મળતા.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 303