________________
૧
નિશદિન નૈનમેં નિંદ ન આવે નર તબ હી નારાયણ પાવે!'
人数入出人类人人数人
*
*********
(૧) હવે પરમપૂજ્ય પ્રભુશ્રીજીની સેવામાં જોડાયા પછી રાતદિવસ સંતસેવાનું કામ કર્યે જ જતાં, રાત્રે ભક્તિ પછી અગિયાર વાગ્યા સુધી પ્રભુશ્રી પાસે વાંચન કરવું, બાર બે વાગ્યા સુધી ડાયરીઓ લખવી, ઉતારા કરવા, પુસ્તકોની સંકલના કરવી, ભાષાંતરો કરવા, પ્રશ્નોના જવાબો આપવા ઇત્યાદિ કાર્યો કરતા, તેમજ પરોઢિયે ઊઠીને ત્રણ વાગે તો પ્રભુશ્રી પાસે ગોમ્મટસાર આદિનું વાંચન કરતા. પછી ભક્તિ અને આખો દિવસ પ્રભુશ્રીજીની સેવા. આમ પ્રબળ પુરુષાર્થ આદર્યો હતો. ઊંઘ આરામ માટે સમય નજીવો જ કાઢતા. મજબૂત શરીર, ઉત્તમ નૈષ્ઠિક બ્રહ્મચર્ય, મનની અદ્ભુત સ્વસ્થતા, ઉપયોગની તીક્ષ્ણતા અને સંયમમય નિયમિત જીવન હોવાથી અત્યંત શ્રમ કરતાં છતાં પણ પ્રસન્નતા સદૈવ ઝલકતી. ‘નિશદિન નૈનમેં નિંદ ન આવે નર તબ શ્રી નારાયણ પાવે એ મુદ્રાલેખને જ જાશે અપૂર્વ ઉલ્લાસના બળે ચરિતાર્થ કરતા હોય એમ જણાતું હતું.
જીવન પલો
(૨) પરમપૂજ્ય પ્રભુશ્રીજીની છત્રછાયામાં રાતદિવસ સ્વાધ્યાય ભક્તિમાં કેટલાયે શાસ્ત્રોનું વાંચન, મનન, નિદિધ્યાસન, ચર્ચા અને તેના અવગાહનમાં જ તેમનો સમય વીતતો. તેમજ તે બઘું શ્રવણ મનન કરી પચાવ્યે જ જતા. ક્યારેય પણ તે જ્ઞાનને બહાર વેડફાવા દીધું નહીં. વિક્રમની ત્રણ પૂતળીઓમાંની એકની જેમ કાનથી સાંભળી અંતરમાં જ તે જ્ઞાનને શમાવી દીધું. તેઓશ્રીને પત્રલેખનાદિ કરવા પડતા તે પણ માત્ર પ્રભુશ્રીજીની આજ્ઞાથી કરતા. ‘હું કંઈ જ નથી' એવા ભાવથી જાણે પોતાનું પરમકૃપાળુદેવમાં જ આત્મવિલોપન કરી દીધું. આખું જીવન પલટાવી નાખ્યું. અંગ્રેજી ઉપર પણ સુંદર કાબુ હતો તે પણ ભુલાઈ જવા જેવું થઈ ગયું.
૧૬