Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 10
________________ અભ્યાસકાળ તેમનું વિદ્યાર્થી જીવન શાંત, સરળ, વિનયી અને આજ્ઞાંકિત હોવાથી તેમજ સમજ હોવાને કારણે સ્વજન સમુદાયમાં તે ખૂબ જ પ્રિય થઈ પડ્યાં. કોઈની સાથે લડવા ઝઘડવાનું તો પોતાની પ્રકૃતિમાં અંશે પણ નહોતું. અભ્યાસ માટે તેમને પ્રતિરોજ ચાર ગાઉ ચાલી નજીકના શહેર પેટલાદમાં જવું પડતું. તે સમયે મોટરો વગેરેની સગવડ નહોતી. બાલવય છતાં પોતાને ફરજનું ભાન તીવ્ર હતું. તેમના અંતરમાં એમ થતું કે એકલા મોટાભાઈ નરસિંહભાઈ ઉપર ઘરનો બધો બોજ કેમ નખાય? મારે પણ યથાશક્તિ મદદ કરવી જોઈએ. તેથી નિશાળેથી આવી ઘરના કામમાં લાગી જતાં. જ્ઞાતે પાટીદાર હોવાથી ખેતીનું કામકાજ રહેતું. ઘરના કામકાજમાં વધુ સમય જવાથી અભ્યાસમાં ખામી આવી અને નાપાસ થયા. પરિણામે અભ્યાસ છોડવો પડ્યો. હે ભગવાન! મને તું ખૂબ ભણાવ પિતાશ્રીના સ્વર્ગવાસ થયા પછી એક વર્ષે, માત્ર તેર વર્ષની ઉંમરમાં જ તેમનાં લગ્ન થઈ ગયાં. હવે ફરજનું ભાન વિશેષ વધ્યું. ઘરનાં ઘરડાં માણસોને બળદની સાથે ઢોરની જેમ વૈતરુ કરતા જોઈ કુટુંબની ભાવી જવાબદારીના વિચારમાં ને વિચારમાં તેમના અંતઃકરણમાં ઘણું દુઃખ થતું અને તેનો ઉપાય માત્ર એક ભણતર છે એમ લાગ્યા કરતું. છતાં શરમાળ પ્રકૃતિના કારણે મોટાભાઈને કંઈ કહી શકતા નહીં. પણ ભગવાનને દરરોજ પ્રાર્થના કરતા કે હે ભગવાન! મને તું ખૂબ ભણાવ, મારે ખૂબ ભણવું છે. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. અંતે તેમની પ્રાર્થના ફળી અને બન્યું પણ એવું કે પ્રસંગવશાત્ એક વખત સગાંઓ બહારગામથી તેમના ઘરે આવેલા. તેમણે પૂછયું - કેમ ગોવર્ધન ભણવું નથી? તેમણે ભણવાની ઇચ્છા દર્શાવી. > તે જાણી સગાંઓએ નરસિંહભાઈને કહ્યું કે ગોરઘનને ભણાવોને! નરસિંહભાઈને પણ તે વાત હિતકર જણાઈ. જેથી ફરીથી પેટલાદ અંગ્રેજી પહેલા ઘોરણમાં દાખલ કર્યો. અંગ્રેજી સારું હતું તેથી પરીક્ષા લઈ બીજા ધોરણમાં દાખલ કર્યા. આ વખતે પેટલાદ બોર્ડિંગમાં રહેવાની જોગવાઈ થવાથી ત્યાં જ રહ્યા. ત્યાં સેવાભાવી મોતીભાઈ અમીનની દેખરેખ નીચે હોવાથી લાગણી રાખી ખૂબ ભણ્યાં; અને બીજું ત્રીજું - ઘોરણ બેય સાથે જ પાસ કરી ગુમાવેલ પોતાના દોઢ બે વર્ષનો બદલો વાળી લીધો. પેટલાદ બોર્ડિંગ - ૩

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 303