Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 8
________________ પ્રવાસ માટેની પૂર્વભૂમિકા એ સ્થળમાં પ્રવેશીને હું એને સલામ કરું છું. થોડાક વખત સુધી કેટલાંક નાનાં પુસ્તકોનાં સોનેરી પૃષ્ટો ફેરવ્યા કરું છું અથવા ઝાંખા પડી ગયેલા કાગળ પર બારીકાઈથી દષ્ટિ ફેકું છું. મારું ધ્યાન એક પુરાતન પુસ્તક તરફ ખેંચાય છે. એ જરાક રસિક લાગવાથી એને વધારે ચેકસાઈપૂર્વક તપાસું છું. ચશ્માંવાળો પુસ્તકવિક્રેતા મારી રસવૃત્તિને જાણી જાય છે અને એની આદત મુજબ પુસ્તકના પુનર્જન્મવાદના વિષય સાથે જેને એ સંબંધ ધરાવતી માને છે તેવી દલીલ શરૂ કરે છે. પોતાની ટેવ પ્રમાણે એ વૃદ્ધ પુરુષ એકતરફી ચર્ચા ચાલુ રાખે છે. એ વિસ્તારથી વાત કરે છે. એના પરથી એમ લાગે છે કે પુસ્તકના કર્તા કરતાં પણ એ ગૂઢ સિદ્ધાંતનું વધારે સારું સાંગોપાંગ જ્ઞાન ધરાવે છે. એના ઉત્તમ કક્ષાના લેખકને પણ એ આંગળીને વેઢે ગણી બતાવે છે. એવી રીતે હું કેટલીય રસપ્રદ માહિતી મેળવી શકું છું. એટલામાં તો અચાનક દુકાનના દૂરના ખૂણામાંથી એક માણસનો અવાજ સંભળાય છે. પાછા ફરીને જોઉં છું તો એક ઊંચા કદને માણસ દેખાય છે. વધારે કીમતી પુસ્તકાથી ભરેલા અંદરના નાના ઓરડાને ઢાંકી દેતા પડછાયાની સાથે એ બહાર આવે છે. એ અપરિચિત એક ભારતવાસી છે. ભારે દબદબા તથા ગૌરવભરી ચાલે ચાલતાં એ અમારા તરફ આવી પહોંચે છે ને પુસ્તકવિક્રેતાની આગળ ઊભો રહે છે. મારા મિત્રવર !” એ શાંતિપૂર્વક શરૂ કરે છે: “તમારી વાતમાં વિક્ષેપ કરવા માટે માફ કરજો. તમે જેની ચર્ચા કરી રહ્યા છે તે વિષયમાં મને ઘણે રસ હોવાથી હું તમને વધારે ના સાંભળી ભા. આ. ૨. ખે. ૨

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 474