Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 7
________________ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં ભારતવાસીની મુલાકાત એ વ્યક્તિના મારા જીવનમાં પ્રવેશ થતાં જ વીતેલાં વરસેાની સ્મૃતિની હારમાળા ચાલુ થાય છે. શરદ ઋતુના સમય ઝડપથી પૂરા થઈ રહ્યો છે, કારણકે હવા ધુમ્મસથી છવાયેલી છે અને મારાં વચ્ચેની અંદરથી તીક્ષ્ણ ઠંડી રસ્તા કરે છે. ગમગીની પેાતાની મજબૂત આંગળીઓની મદદથી મારા હતાશાથી ભરેલા હૈયા પર કાબૂ મેળવવાના સખત પ્રયાસ કરે છે. ૨૦ પ્રખર પ્રકાશવાળા ઉપાહારગૃહમાં ફરતાં ફરતાં, એની ગર્મીનું ઉછીનું સુખ મેળવવાના પ્રયત્ન કરું છું. બીજા પ્રસંગે શક્તિશાળી સાબિત થનારા ગરમ ચાના પ્યાલે મને શાંતિ નથી આપી શકતા. મને વીંટળાઈ વળેલા ભારેખમ વાતાવરણની ઉપરવટ હું નથી જઈ શકતા. કરુણતાએ મને ઘેરી લેવાને જાણે કે નિશ્ચય કર્યો છે. કારમી પીડાના પડદા મારા હૃદયદ્વારને ઢાંકી દે છે. એ અસ્વસ્થતા સહન કરવી કિઠન છે. ઉપાહારગૃહમાંથી એ મને ખુલ્લી શેરીમાં લાવીને છેડી દે છે. કાઈ પણ જાતના ઉદ્દેશ વગર હું જૂના ને જાણીતા રસ્તા પર ચાલવા માંડું છું અને મારી પરિચિત એવી પુસ્તકાની નાની દુકાન પર આવી પહેાંચું છું. એ એક પ્રાચીન મકાન છે અને એમાં એવાં જ પ્રાચીન પુસ્તકા રાખવામાં આવ્યાં છે. એના માલિક પ્રાચીન કાળના કાઈક માનવ-અવશેષ હોય એવા વિચિત્ર માણસ છે. આ દોડધામવાળા જમાનાને એની આવશ્યકતા બહુ ઓછી લાગે છે. પરંતુ જમાનાના ઉપયાગ એને મન બહુ એછે છે. એ ખાસ કરીને રહસ્યમય, ગૂઢ ને વિચિત્ર કહી શકાય એવા વિષય પરનાં વિરલ અને પ્રાચીન પુસ્તકા વેચવાનું કામ કરે છે. પુસ્તકામાંથી મળી શકે તેવી વિશેષ વિદ્વત્તા અને બીજી એને લગતી વસ્તુઓનું એ સારું જ્ઞાન ધરાવે છે. અવારનવાર એ પ્રાચીન પુસ્તકભંડારમાં હરીફરીને એમને વિશે એની સાથે ચર્ચા કરવામાં મને આનંદ આવે છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 474