Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 13
________________ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં પડતી તરી આવે. થોડીક મિનિટ પછી અમે બંને ભેજન કરવા બેસીએ છીએ. ટેબલ પર કેટલીક રસપ્રદ રકાબીઓ રાખવામાં આવે છે. કઢીના સૌથી પ્રથમ સ્વાદની દીક્ષા મને અહીં જ મળે છે. એ સ્વાદને હું કદી પણ નથી ભૂલી શક્યો. અમને પીરસનારે નોકર પણ એણે પહેરેલાં સફેદ જાકીટ તથા પાટલૂન, સોનેરી કમરપટા અને સ્વચ્છ ફેટાને લીધે ઘણું જ સુંદર દેખાવ રજૂ કરે છે. ભજનના સમય દરમિયાનને અમારે વાર્તાલાપ ઉપરઉપરને અને સામાન્ય જે હોય છે. છતાં પણ મારા યજમાનને મુખમાંથી જે વાતો નીકળે છે, જે વિષયને એ સ્પર્શ કરે છે, તે વિશેના વિચારે જાણે કે છેવટના હોય એવું લાગ્યા વિના નથી રહેતું. એમનાં નિવેદનની ભાષા જ એવી છે કે, એ સંબંધી દલીલ કરવાને અવકાશ બહુ જ ઓછું રહે છે. એમનાં ઉચ્ચારણે એવાં ભારપૂર્વકનાં ને વિશ્વાસયુક્ત છે કે ચર્ચાતા વિષય પર એમને અભિપ્રાય અંતિમ લાગે છે. એમને શાંત પ્રતીતિજનક પ્રભાવ મારા પર છાપ પાડ્યા વિના નથી રહેતો. કોફી પીતી વખતે એ પોતાના જીવન વિશે થોડેક ઉલ્લેખ કરે છે. એમણે લાંબી મુસાફરી કરી છે અને એમનાં સાધનો પણ સારાં છે. પોતે જ્યાં એક વરસ ગાળ્યું છે તે ચીનની એમના પર પડેલી વિવિધ છાપનું વર્ણન કરીને એ મને આનંદ આપે છે : જાપાની છાપ કહી બતાવીને એના આશ્ચર્યજનક ભાવિને સંક્ષેપમાં ઉલ્લેખ કરે છે. યુરોપ, અમેરિકા અને એથી પણ વધારે અવનવું લાગે એવું, સિરિયાના ખ્રિસ્તી મઠમાં એમણે નિવૃત્તિને થોડેક સમય પસાર કરે તે વખતના જીવનનું વર્ણન એ મારી આગળ કરી બતાવે છે. અમે સિગારેટ સળગાવીએ છીએ ત્યારે પુસ્તકોની દુકાનમાં જે વિષય ચર્ચાયેલ તેને એ ઉલ્લેખ કરે છે; પરંતુ એ બીજી વાતની વિચારણા કરવાની પણ દેખીતી રીતે જ ઈચ્છા રાખે છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 474