Book Title: Bharatiya Darshanoni Kaltattva Sambandhi Manyata Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ ૧૦૨૪] દન અને ચિંતન કાળમાં એમ મનાતું હતું કે આ દેખાતાં પ્રાકૃતિક સ્થૂળ અને સૂક્ષ્મ એ અધાં પરિવતના માત્ર તાપક્રમ કે હવાપાણીની ભિન્નતા ઉપર જ અવલખેલાં નથી. તે ઉપરાંત પણ બધાં પિરવત નાનું કાંઈ ખાસ કારણ હોવું જોઈ એ; એનું કારણ માન્યા સિવાય પ્રાચીન કાળના લેની મુદ્ધિ પરિવત નાને ખુલાસો કરી શકતી નહિ, અને તેથી જ જૂના જમાનામાં કાળતત્ત્વ ઉપર વિચાર થવા લાગ્યા. આ વિચાર તત્ત્વજ્ઞાનમાં દાખલ થયા અને તેણે મતભેદની અનેક પાલડી પહેરી. ભારતવર્ષ તાત્ત્વિક વિચાર માટે પ્રસિદ્ધ છે; ખાસ કરીને પરાક્ષતત્ત્વને વિચાર કરવામાં તે તે એકલું જ છે. એટલે આજે આપણે સંક્ષેપમાં જોઈશું કે કાળના સંબંધમાં ભારતીય તત્ત્વજ્ઞાન શું કહે છે. કાળના સબંધમાં દર્શનભેદ : ભારતીય દૃન મુખ્યપણે ત્રણ ભાગમાં વહેંચાય છે વૈદિક, જૈન અને બૌદ્ધ. વૈદિક સાહિત્યના મૂળ આધાર વેદ અને ઉપનિષદો છે. વેદે અને ઉપનિષદોમાં તત્ત્વવિચારણાનાં છૂટાંછવાયાં ખીજ છે, પણ તેમાં તે વિચારણાઆએ સ્પષ્ટ, ક્રમબદ્ધ અને સયુક્તિક નાનુ રૂપ પ્રાપ્ત નથી કર્યું. તેથી જ આપણે વેદ કે ઉપનિષદોમાંથી કાળતત્ત્વને લગતી ચોક્કસ માન્યતા મેળવવા અશક્ત છીએ. એ માન્યતા મેળવવા દનકાળ તરફ આવવું જોઈશે અને દાનિક સાહિત્ય તપાસવું પડશે. વૈદિક દર્શનનાના સ્થૂલ રીતે છ ભાગ કરવામાં આવે છે વૈશેષિક, ન્યાય, સાંખ્ય, યાગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા, કાળતત્ત્વની માન્યતાને સ્પષ્ટ સમજવા માટે એ છ દાના એ વર્ગો કરવા ઉચિત છેઃ પહેલા વર્ગોને સ્વતંત્ર કાળતત્ત્વવાદી અને ખીજાને અસ્વતંત્ર કાળતત્ત્વવાદીના નામે એળખીશું. (૭) પ્રથમ વ ́માં વૈશેષિક, ન્યાય અને પૂર્વમીમાંસાને સમાવેશ ચાય છે.ર - ૧. કૌશાત, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વતર, નૈત્રિ આદિ અનેક ઉપનિષદોમાં અનેક સ્થળે પ્રસગે પ્રસંગે કાળ' શબ્દને ઉલ્લેખ થયા છે, તે અધા પ્રસંગો વાંચનાર્ અને વિચારનારને આ મારું કથન સ્પષ્ટ થશે, કાળ શબ્દના પ્રયાગનાં સ્થળે માટે ઉપનિષદ્વાકચકાશ ’ જોવા. • . ૨. પ્રથમ વમાં વૈશેષિક દૃન સાથે ન્યાયદાન અને પૂનીસાંસાને રાખવાનું કારણ એ છે કે તે બન્ને દેશના પ્રમેયના સબંધમાં મુખ્યપણે વૈરોત્રિક દનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9