Book Title: Bharatiya Darshanoni Kaltattva Sambandhi Manyata
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ભારતીય દર્શનેની કાળતન્ય સંબંધી માન્યતા [ 1030 છે. આ ચેથી માન્યતા એકલા દિગબર સંપ્રદાયમાં સ્વીકૃત છે. બાકીની ત્રણ માન્યતા વેતાંબર સંપ્રદાયમાં પ્રચલિત છે. વૈદિક અસ્વતંત્ર કાળતવપક્ષ મુખ્યતયા પ્રકૃતિ પરિણામને અગર વેદાંતની દષ્ટિએ માયિક વિલાસને કે બ્રહ્મવિવતને કાળ કહે છે, ત્યારે જૈન અવતંત્ર કાળતત્વપક્ષ ચેતન-અચેતન એ બન્નેના પરિણમનને કાળ કહે છે. સાંખ્ય અને રોગ ચેતનતત્વને કૂટસ્થનિત્ય માનતા હોવાથી તેમને મત પ્રમાણે પ્રકૃતિમાત્ર જ પરિણામી છે આ તેથી જ તેમના મત પ્રમાણે પ્રાકૃતિક પરિણામ જ કાળ છે. વેદાંત દષ્ટિ અનુસારે જગત માયિક અને વાંહ્મને વિવર્ત છે, તેથી તેની દષ્ટિએ કાળ એ એક માયાવિલાસ અગર તે બ્રહ્મવિવર્ત છે, પણ જૈન દર્શન ચેતન–અચેતન બન્નેને વાસ્તવિક અને પરિણમી બનતું હોવાથી તેના મત પ્રમાણે ચેતન–અચેતન બન્નેને પયપ્રવાહ કાળ મનાય છે. 1. બૌદ્ધ દર્શનનું સાહિત્ય વિશેષ જોવામાં આવ્યું નથી. જે કાંઈ થોડું જેવામાં આવ્યું છે તે ઉપરથી અત્યારે એટલું જ કહી શકાય છે કે બદ્ધ મતથાં કાળ સ્વતંત્ર તત્વરૂપ મનાયેલ નથી. ઉપસંહાર આર્ય સાહિત્યમાં ઉપલબ્ધ થતી કાળતત્વને લગતી માન્યતાઓનું ઉપર જે સંક્ષેપમાં વર્ણન આપવામાં આવ્યું છે, આશા છે કે તે વર્ણન આર્યસાહિત્યના અભ્યાસીઓને અલ્પાશે પણ ઉપયોગી થશે.* * * પુરાતત્વ પુસ્તક માંથી ઉદ્ભૂત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9