Book Title: Bharatiya Darshanoni Kaltattva Sambandhi Manyata Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ ભારતીય દર્શનની કાળનવ સંબંધી માન્યતા [૨] આર્યોની વિચારશીલતાનો અભ્યાસ કરવા ઈચ્છનારે તેના વિચારની સરણ અને વિચારના વિષયે તપાસવા જોઈએ. અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ વિષયોમાં આર્યોની બુદ્ધિ દેડી છે. આ લેખમાં તે બધા વિષયો ઉપરના તેઓના વિચારની નેંધ લેવાને ઉદ્દેશ નથી. આ લઘુ લેખ દ્વારા એટલું જ પ્રદર્શન કરવા ધારેલ છે કે કાળના સંબંધમાં આર્યોના વિચાર પ્રાચીન સમયમાં કેવા હતા અને તેમાં વખત જતાં કેવું અને કેટલું પરિવર્તન થયું. વિશ્વની વિવિધતા અને કાળતત્વ જમતની વિવિધતાનું ઊંડાણ બુદ્ધિના ઊંડાણ કરતાયે ધાર્યું છે. તેથી હજુ સુધી બુદ્ધિ જગતની વિવિધતાને પાર પામી શકી નથી, પણ તે પાર પામવા તે અલક્ષિત કાળથી મથ્યા કરે છે. મનુષ્યજાતિની બુદ્ધિએ અનેક વિવિધતા સાથે એ પણ વિવિધતા જોઈ કે એક જ ક્ષેત્ર કે દેશની અંદર જુદે જુદે વખતે ઋતુભેદ અને કાર્યભેદ દેખાય છે, ભિન્ન ભિન્ન દેશમાં એક જ વખતે ઋતુભેદ અને કાર્યભેદ નજરે પડે છે, એક જ દેશમાં એક જ વખતે જાતજાતનાં ફળ કે અનાજોને પાક એકસરખે નથી આવતું. હેમંત અને શિશિર ઋતુમાં અમુક જાતનાં ફળોની પ્રધાનતા હોય છે, તે વસંત અને ગ્રીષ્મમાં બીજી જાતનાં ફળોની, જ્યારે વર્ષ અને શરદ ઋતુમાં કઈ ત્રીજી જાતનાં ફળને ઉત્સવ હોય છે. એક વખત જુવાર, બાજરે વગેરે ધાને ખેતરને શણગારે છે, ત્યારે બીજી વખતે ઘઉં, ચણા વગેરે સ્પર્ધાથી તે કામ કરે છે. એક વખતે ગરમી કપડાને લેતાં રોકે છે, જ્યારે બીજી વખતે કેટલેક વખત રાક સિવાય ચલાવી શકાય, પણ કપડાં સિવાય ચલાવી સકાતું નથી. એક વખત એ હેય છે કે જ્યારે મેધનું દર્શન વ્રત ખાતર પણું દુર્લભ હોય છે, ત્યારે બીજો વખત એવો પણ આવે છે કે સૂર્યદર્શનના નિયમવાળાઓને કેટલાક દિવસો સુધી તેનું દર્શન ન થવાથી ઉપવાસ કરવા પડે છે. આ પ્રાકૃતિક ફેરફારોના મૂળ કારણ તરીકે અત્યારના શોધકે ભલે તાપક્રમની જૂનાધિકતા અને વાતાવરણની ભિન્નતા સ્વીકારે, પણ પ્રાચીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9