Book Title: Bharatiya Darshanoni Kaltattva Sambandhi Manyata
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249262/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનની કાળનવ સંબંધી માન્યતા [૨] આર્યોની વિચારશીલતાનો અભ્યાસ કરવા ઈચ્છનારે તેના વિચારની સરણ અને વિચારના વિષયે તપાસવા જોઈએ. અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ વિષયોમાં આર્યોની બુદ્ધિ દેડી છે. આ લેખમાં તે બધા વિષયો ઉપરના તેઓના વિચારની નેંધ લેવાને ઉદ્દેશ નથી. આ લઘુ લેખ દ્વારા એટલું જ પ્રદર્શન કરવા ધારેલ છે કે કાળના સંબંધમાં આર્યોના વિચાર પ્રાચીન સમયમાં કેવા હતા અને તેમાં વખત જતાં કેવું અને કેટલું પરિવર્તન થયું. વિશ્વની વિવિધતા અને કાળતત્વ જમતની વિવિધતાનું ઊંડાણ બુદ્ધિના ઊંડાણ કરતાયે ધાર્યું છે. તેથી હજુ સુધી બુદ્ધિ જગતની વિવિધતાને પાર પામી શકી નથી, પણ તે પાર પામવા તે અલક્ષિત કાળથી મથ્યા કરે છે. મનુષ્યજાતિની બુદ્ધિએ અનેક વિવિધતા સાથે એ પણ વિવિધતા જોઈ કે એક જ ક્ષેત્ર કે દેશની અંદર જુદે જુદે વખતે ઋતુભેદ અને કાર્યભેદ દેખાય છે, ભિન્ન ભિન્ન દેશમાં એક જ વખતે ઋતુભેદ અને કાર્યભેદ નજરે પડે છે, એક જ દેશમાં એક જ વખતે જાતજાતનાં ફળ કે અનાજોને પાક એકસરખે નથી આવતું. હેમંત અને શિશિર ઋતુમાં અમુક જાતનાં ફળોની પ્રધાનતા હોય છે, તે વસંત અને ગ્રીષ્મમાં બીજી જાતનાં ફળોની, જ્યારે વર્ષ અને શરદ ઋતુમાં કઈ ત્રીજી જાતનાં ફળને ઉત્સવ હોય છે. એક વખત જુવાર, બાજરે વગેરે ધાને ખેતરને શણગારે છે, ત્યારે બીજી વખતે ઘઉં, ચણા વગેરે સ્પર્ધાથી તે કામ કરે છે. એક વખતે ગરમી કપડાને લેતાં રોકે છે, જ્યારે બીજી વખતે કેટલેક વખત રાક સિવાય ચલાવી શકાય, પણ કપડાં સિવાય ચલાવી સકાતું નથી. એક વખત એ હેય છે કે જ્યારે મેધનું દર્શન વ્રત ખાતર પણું દુર્લભ હોય છે, ત્યારે બીજો વખત એવો પણ આવે છે કે સૂર્યદર્શનના નિયમવાળાઓને કેટલાક દિવસો સુધી તેનું દર્શન ન થવાથી ઉપવાસ કરવા પડે છે. આ પ્રાકૃતિક ફેરફારોના મૂળ કારણ તરીકે અત્યારના શોધકે ભલે તાપક્રમની જૂનાધિકતા અને વાતાવરણની ભિન્નતા સ્વીકારે, પણ પ્રાચીન Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૪] દન અને ચિંતન કાળમાં એમ મનાતું હતું કે આ દેખાતાં પ્રાકૃતિક સ્થૂળ અને સૂક્ષ્મ એ અધાં પરિવતના માત્ર તાપક્રમ કે હવાપાણીની ભિન્નતા ઉપર જ અવલખેલાં નથી. તે ઉપરાંત પણ બધાં પિરવત નાનું કાંઈ ખાસ કારણ હોવું જોઈ એ; એનું કારણ માન્યા સિવાય પ્રાચીન કાળના લેની મુદ્ધિ પરિવત નાને ખુલાસો કરી શકતી નહિ, અને તેથી જ જૂના જમાનામાં કાળતત્ત્વ ઉપર વિચાર થવા લાગ્યા. આ વિચાર તત્ત્વજ્ઞાનમાં દાખલ થયા અને તેણે મતભેદની અનેક પાલડી પહેરી. ભારતવર્ષ તાત્ત્વિક વિચાર માટે પ્રસિદ્ધ છે; ખાસ કરીને પરાક્ષતત્ત્વને વિચાર કરવામાં તે તે એકલું જ છે. એટલે આજે આપણે સંક્ષેપમાં જોઈશું કે કાળના સંબંધમાં ભારતીય તત્ત્વજ્ઞાન શું કહે છે. કાળના સબંધમાં દર્શનભેદ : ભારતીય દૃન મુખ્યપણે ત્રણ ભાગમાં વહેંચાય છે વૈદિક, જૈન અને બૌદ્ધ. વૈદિક સાહિત્યના મૂળ આધાર વેદ અને ઉપનિષદો છે. વેદે અને ઉપનિષદોમાં તત્ત્વવિચારણાનાં છૂટાંછવાયાં ખીજ છે, પણ તેમાં તે વિચારણાઆએ સ્પષ્ટ, ક્રમબદ્ધ અને સયુક્તિક નાનુ રૂપ પ્રાપ્ત નથી કર્યું. તેથી જ આપણે વેદ કે ઉપનિષદોમાંથી કાળતત્ત્વને લગતી ચોક્કસ માન્યતા મેળવવા અશક્ત છીએ. એ માન્યતા મેળવવા દનકાળ તરફ આવવું જોઈશે અને દાનિક સાહિત્ય તપાસવું પડશે. વૈદિક દર્શનનાના સ્થૂલ રીતે છ ભાગ કરવામાં આવે છે વૈશેષિક, ન્યાય, સાંખ્ય, યાગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા, કાળતત્ત્વની માન્યતાને સ્પષ્ટ સમજવા માટે એ છ દાના એ વર્ગો કરવા ઉચિત છેઃ પહેલા વર્ગોને સ્વતંત્ર કાળતત્ત્વવાદી અને ખીજાને અસ્વતંત્ર કાળતત્ત્વવાદીના નામે એળખીશું. (૭) પ્રથમ વ ́માં વૈશેષિક, ન્યાય અને પૂર્વમીમાંસાને સમાવેશ ચાય છે.ર - ૧. કૌશાત, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વતર, નૈત્રિ આદિ અનેક ઉપનિષદોમાં અનેક સ્થળે પ્રસગે પ્રસંગે કાળ' શબ્દને ઉલ્લેખ થયા છે, તે અધા પ્રસંગો વાંચનાર્ અને વિચારનારને આ મારું કથન સ્પષ્ટ થશે, કાળ શબ્દના પ્રયાગનાં સ્થળે માટે ઉપનિષદ્વાકચકાશ ’ જોવા. • . ૨. પ્રથમ વમાં વૈશેષિક દૃન સાથે ન્યાયદાન અને પૂનીસાંસાને રાખવાનું કારણ એ છે કે તે બન્ને દેશના પ્રમેયના સબંધમાં મુખ્યપણે વૈરોત્રિક દનની Page #3 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનોની કાળતત સંબંધી માન્યતા [ ૧૦૨૫ (૨) બીજા વર્ગમાં બાકીનાં ત્રણ એટલે સાંખ્ય, યોગ અને ઉત્તરમીમાંસાને માન્યતાનાં અનુમાન છે. ન્યાયદર્શનને પ્રધાન વિષય પ્રમાણચર્ચાને છે. તેમાં પ્રમેયચર્ચા છે ખરી, પણ ફક્ત તે સંસાર અને મોક્ષના કાર્યકારણભાને સમજાવવા પસ્તી છે. (આ માટે જુઓ–મારમરાણિયાવૃશ્ચિમનનિરોત્યમાવવા લાવવત કથK ” શૌતમસૂત્ર, મ. ૧, ભા. ૧ જૂ, 5) સમગ્ર જગતના પ્રમેની ચર્ચામાં તે ઊતર્યું નથી. તે બાબતમાં તેણે વૈશેષિકના સિદ્ધાંતે સ્વીકારી લીધા છે. વૈશેષિક દર્શન મુખ્ય પણે જmતના પ્રમેયની ચર્ચા કરે છે. તે ચર્ચા પ્રમાણચર્ચાની પ્રધાનતાવાળા ન્યાયદર્શનને સર્વથા માન્ય છે. આ જ કારણને લીધે ન્યાય અને વૈશેષિક દર્શનમાં ભેદ ક્રમે ક્રમે ઘટતો ગયો છે, અને તેથી જ ન્યાયશાસ્ત્ર એ નામ સાંસળતાં જ તે બને દશને ખ્યાલમાં આવે છે. ઉક્ત બને દર્શનેના મૂળ સુત્ર ઉપર તદ્દન ભિન્ન ભિન્ન ટીકા હોવા છતાં પાછળથી કેટલાક નિયાચિકેએ એવા ન્યાયવિષયક પ્ર છે રચેલા છે કે જેમાં વૈશેષિક દર્શનની પ્રમેયચર્યા અને ન્યાયદર્શનની પ્રમાણચર્ચાને સંગ્રહ કરી બન્ને દર્શનનું સંધાન કરી દીધેલું છે. આ જાતના ગ્રંથોમાં સૌથી પહેલું સ્થાન તાહૂિનું છે. તેના કર્તા ગંગેશ ઉપાધ્યાય નવીનન્યાયશાસ્ત્રના સૂત્રધાર કહેવાય છે કે ગંગેશ ઉપાધ્યાયના પહેલાં પણ ઉદયનાચાર્યે કુસુમાંજલિ વર પિતાના ઝામાં વૈશેષિક અને ન્યાય બને દર્શનની માન્યતાનું સંધાન કરેલું છે, પણું તે સંધાન પરિપૂર્ણ રૂપમાં ગંગેશ ઉપાધ્યાયે જ કરેલું હોવાથી તેનું માન તેઓને ધટે છે. ગંગેશ ઉપાધ્યાય પછીના નૈયાયિકમાં ઉક્ત બને દર્શનેનું સંધાન કરી ન્યાય ગ્રંથ ખના તર્કસંગ્રહના પ્રણેતા અન્નભટ્ટ અને મુક્તાવલિના રચયિતા વિશ્વનાથ તર્કપચાનન એ પ્રસિદ્ધ છે. પૂર્વમીમાંસા એ ઉત્તરમીમાંસાનું પૂર્વાગ અને નિકટવતી દર્શન કહેવાય છે ખરું, પણ તેનું કારણ એ નથી કે તે ઉત્તરમીમાંસાના પ્રમેચો સ્વીકારતું હોય. તે પ્રમેયના વિષયમાં વૈશેષિક અને ન્યાયદર્શનને જ મુખ્યપણે અનુસરે છે. (ઉદાહરણાર્થ તેની ઈદ્રિય” સંબંધી આ માન્યતા : तच्च द्विविधम् , बाह्यमभ्यन्तर च । बाह्यं पञ्चविधं घ्राणरसनचक्षुस्तकश्रोत्रात्मकम् । आन्तरं त्वेकं मनः । तत्राद्यानि चत्वारि च पृथिध्यप्तेजोवायुप्रकृतीनीत्यक्षपाददर्शनवदभ्यागम्यन्ते । श्रोत्रं त्वाकाशात्मक तैरभ्युपगतम् । वयं तु 'दिशः श्रोत्रं' इति दर्शनाद् दिग्भागमेव कर्णशष्कुल्यवच्छिन्न श्रोत्रमाचक्ष्महे ।" अ... पा. अधि. ૪, સૂ. ૪, રેમિનિન્ત્ર-શાસ્રરીવિ. પૂર્વમીમાંસા કર્મકાંડવિષયક વૈદિક કૃતિઓની વ્યવસ્થા અને ઉ૫૫ત્તિ કરત હોવાથી તે જ્ઞાનપ્રધાન ઉત્તરમીમાંસા (વેદાંતદર્શન)ને માર્ગ સરલ કરે છે. તે જ કારણથી તે તેનું પૂર્વાગ થા નિકટવતી દર્શન કહેવાય છે. પ્રમેયની માન્યતામાં તે પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એ આકાશપાતાળનું અંતર છે. એ વાત ભૂલવી ન Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] દર્શન અને ચિંતન સમાવેશ થાય છે.? . (૧) વૈશર્ષિક દર્શનના પ્રણેતા કણદ ઋષિએ કાળતત્ત્વને અંગે ચાર સૂત્રો રચ્યાં છે. તેમાં પ્રથમ સૂત્રમાં કાળતત્વને સ્વતંત્ર સ્થાપિત કરવા કેટલાંક લિગે વર્ણવ્યાં છે. તે કહે છે કે અમુક વ્યક્તિ અમુક વ્યક્તિથી જેષ્ઠ છે અગર કનિષ્ઠ છે, તેવી પ્રતીતિનું મુખ્ય કારણ તેમ જ વિવિધ કાર્યોમાં થતી યૌગપઘ, ચિર અને ક્ષિક પ્રતીતિનું મુખ્ય કારણ કઈ તત્વ સ્વતંત્ર હોવું જોઈએ. આ સ્વતંત્ર તત્ત્વ તે કાળ. પછીનાં ત્રણ સૂત્રમાં તે ઋષિ કાળને દ્રવ્યરૂપ માને છે, નિત્ય માને છે, એક માને છે અને સકળ કાર્યોના નિમિત્તકારણ તરીકે ઓળખાવે છે. (૨) ન્યાયદર્શનના પ્રણેતા ગૌતમ ઋષિએ, કણાદ ઋષિની પેઠે પિતાના પંચાધ્યાયી સૂત્રગ્રંથમાં કોઈ પણ સ્થળે કાળતત્ત્વને સિદ્ધ કરવા કે તેનું સ્વરૂપ બતાવવા કાંઈ પણ કહ્યું નથી. તેનું કારણ એ છે કે તે ષિ પિતાના દર્શનમાં પ્રધાનપણે પ્રમાણની જ ચર્ચા કરે છે, અને પ્રમેયની બાબતમાં વૈશેષિકદર્શનને અનુસરે છે, છતાં તેઓએ એક સ્થળે પ્રસંગવશ દિશા અને જોઈએ. પૂર્વમીમાંસા આત્માનું અને સવીકારે છે, પરમાણુ વગેરે જડ દ્રવ્યાને સ્વતંત્ર માને છે અને મોક્ષમાં નયાચિકાની પેઠે બુદ્ધિ વગેરે ગુણોને નાશ અને આનંદને અભાવ માને છે, વાંચે – " मुक्तिस्वरूपम्-किमिदं ? स्वस्थ इति, ये ह्यागमापायिनो धर्मा बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्कारास्तानपदाय यदस्य स्वं नैनं रूप ज्ञानशक्तिसत्ताद्रव्यत्वादि तस्मिन्नवतिष्ठत इत्यर्थः । यदि तु संसारावस्थायामविद्यमानोऽप्यानन्दो मुक्तावस्थायां जन्यत इत्युच्यते ततो जनिमत्वादनित्यो मोक्षः स्यात् ।" अ. 1. पा. : भधि. . . . રાહીપિwા ઉપર રામકૃષ્ણ પ્રણીત સુષિતકપૂર સિત્તેજિ. ત્યારે વેદાંતદર્શન પ્રધાનપણે એક જ આત્મા અગર બ્રહ્મને વાસ્તવિક સ્વીકારી,ને સિવાયના સકલ પ્રમેને માત્ર માયિક કલ્પ છે, અને મેક્ષમાં અખંડાનંદ માને છે. (૧) બીજા વર્ગમાં સાંખ્ય સાથે યોગને રાખવામાં આવ્યું છે, તે તે સમજાય તેવું છે, કારણ ગદર્શન સર્જાશે સાંખ્યદર્શનના જ પ્રમેય સ્વીકારે છે. તે બને વચ્ચેનો ભેદ ફક્ત ઉપાસનાની અને જ્ઞાનની ગૌણ–પ્રધાનતાને આભારી છે, પણ વેદાંતદર્શન, જે પ્રમેયની બાબતમાં સાંખ્યથી બિલકુલ જુદું પડે છે, તેને સાંખ્યદન સાથે રાખવાનું કારણ એ છે કે આત્મા આદિ પ્રમેચના સ્વરૂપના વિષયમાં તે બન્નેને પ્રબળ મતભેદ છતાં કાળના વિષયમાં તે બન્ને સમાન છે, ૨ “અપરિમન્ના યુરિવર સિરિ જાન દાવ્ય. नित्यत्वे वायुना व्याख्याते ।। ।। तत्त्वं भावेन ॥८॥ नित्येष्वभावादनित्येषु भावा ને તિ રા” વૈરોલિન, . ૨. મા. ૨. Page #5 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દરની કાળતત્વ સબંધી માન્યતા [ ૧૦૨૭ કાળને નિમિત્તકારણરૂપે વર્ણવી? એમ સૂચન કર્યું છે કે તેઓ કાળતત્વના સંબંધમાં વૈશેષિકની માન્યતાને મળતા છે. (૩) પૂર્વમીમાંસાના પ્રણેતા જૈમિનિ ઋષિએ પિતાનાં સત્રમાં કાળતત્વ સંબંધી કોઈ પણ ઉલ્લેખ કર્યો નથી. તેનું કારણ સ્પષ્ટ છે, અને તે એ કે તેઓને મુખ્ય ઉદ્દેશ્ય કર્મકાંડવિષયક વૈદિક મેની વ્યવસ્થા કરવાને છે. છતાં પૂર્વમીમાંસાના પ્રામાણિક અને સમર્થ વ્યાખ્યાકાર પાર્થસારથિ મિશ્રની શાસ્ત્રદીપિકા ઉપરની ટીકા યુક્તિનેહપ્રપૂરણું સિદ્ધાન્તચંદ્રિકામાં પં. રામકૃષ્ણ કાળતત્ત્વ સંબંધી મીમાંસક મત બતાવતાં વૈશેષિક દર્શનની જ માન્યતાને સ્વીકાર કરે છે. ફક્ત તેઓ વૈશેષિક દર્શનથી એટલી જ બાબતમાં જુદા પડે છે કે વૈશેષિકે કાળને પરાક્ષ માને છે અને તેઓ મીમાંસકને મતે કાળને પ્રત્યક્ષ માને છે. ૪. (૧) સાંખ્યદર્શનમાં સ્વતંત્ર અને મૂળ તત્વ એ છે: પ્રકૃતિ અને પુ. આ બે સિવાય કોઈ તત્ત્વ તે દર્શનમાં સ્વતંત્ર સ્વીકારાયેલ નથી. આકાશ, દિશા અને મન સુધ્ધાં સાંખ્યદર્શનમાં પ્રકૃતિના વિકારે છે. તેથી તે દર્શનમાં કાળ” નામનું કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. તે દર્શન પ્રમાણે કાળ એ એક પ્રાકૃતિક પરિણમન માત્ર છે. પ્રકૃતિ નિત્ય છતાં પરિણમનશીલ છે. આ સ્થળ અને સૂક્ષ્મ જડજગત પ્રકૃતિને વિકાર માત્ર છે. વિકાર અને પરિણામની પરંપરા ઉપરથી જ વિશ્વગત બધા કાળસાધ્ય વ્યવહારની ઉપપત્તિ સાંખ્યદર્શનના મૂળ સૂત્રમાંથી જ તરી આવે છે.? (૨) ગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિએ પોતાનાં સૂત્રોમાં કાળતત્વના સ્વરૂપના સંબંધમાં સ્વલ્પ પણ સૂચન કર્યું નથી, પણ તે દર્શનના પ્રામાણિક ભાષ્યકાર વ્યાસ ઋષિએ ત્રીજા પાદના બાવનમાં સૂત્રની વ્યાખ્યા કરતાં પ્રસંગે કાળતત્વનું સ્પષ્ટ સ્વરૂપ આલેખ્યું છે, જે બરાબર ગદર્શનમાન્ય સાંખ્યદર્શનના પ્રમેયોને બંધબેસતું છે. તે કહે છે કે મુહૂર્ત, પ્રહર, દિવસ આદિ લૌકિક કાળવ્યવહાર બુદ્ધિકૃત છે--- ૯૫નાજનિત છે. તે કલ્પના ક્ષણેના બુદ્ધિકૃત નાનામોટા વિભાગે ઉપર અવલંબેલી છે. ક્ષણે એ વાસ્તવિક છે, પણ તે મૂળ તવરૂપે નહિ; માત્ર કોઈ પણ મૂળ તત્વના પરિણામરૂપે તે સત્ય છે. જે પરિ ૧. જુઓ રિવાજારજવું કયુઃ ” અ. ૨. મ. ૧, ઝૂ. ૨૨. २. "नास्माकं वैशेषिकादिवदप्रत्यक्षः कालः, किन्तु प्रत्यक्ष एव, अस्मिन्क्षणे मयोपलब्ध इत्यनुभवात् । अरूपस्याऽप्याकाशवत् प्रत्यक्षद भविष्याते।" अ. १, 1. ૧, . , . . . “દિશાવાવરચિઃ સકકર, કર. ૨, ફૂ. ૧૨. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮). દર્શન અને ચિંતન ણામના બુદ્ધિથી પણ ખીન્ને વિભાગ ન થઈ શકે તેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ પરિણામનું નામ ક્ષણ છે. તેવી ક્ષણનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે કે એક પરમાણુને પ્રથમ પોતાનુ ક્ષેત્ર છેાડી ખીજું ક્ષેત્ર પ્રાપ્ત કરવામાં જેટલા વખત વીતે છે તે જ વખતનું અર્થાત્ પરમાણુપરિમાણ દેશના અતિક્રમણમાં લાગતા વખતનું નામ ક્ષણ' છે.” આ રીતે જોતાં ક્ષણ એ માત્ર ક્રિયાના અવિભાજ્ય અંશના સકેત છે. યાગદર્શનમાં સાંખ્યદર્શનસમ્મત જડ પ્રકૃતિતત્ત્વ જયાશીલ મનાય છે. તેની ક્રિયાશીલતા સ્વાભાવિક હાઈ તેને ક્રિયા કરવામાં અન્ય તત્ત્વની અપેક્ષા નથી. તેથી યાગ ન કે સાંપ્યદર્શન ક્રિયાના નિમત્તકારણ તરીકે વૈશેષિકદર્શનની પેઠે કાળતત્ત્વને પ્રકૃતિથી ભિન્ન કે સ્વતંત્ર નથી સ્વીકારતા, એ બાબત બરાબર સાબિત થાય છે, 23 ( ૩ ) ‘ઉત્તરમીમાંસા’ દર્શન, વેદાંતન યા ઔપનિષદિક દર્શનના નામે પ્રસિદ્ધ છે. તે દર્શનના પ્રણેતા મહર્ષિ બાદરાયણે કયાંય કાળતત્ત્વના સંધમાં સ્પષ્ટ લખ્યું નથી, પણ તે દર્શનના પ્રધાન વ્યાખ્યાકાર શંકરાચાર્યે માત્ર બ્રહ્મને જ મૂળ અને સ્વતંત્ર તત્ત્વ સ્વીકારી અન્ય સુક્ષ્મ કે સ્થૂળ જડજગતને માયિક અગર તો અવિદ્યાજનિત સાબિત કરેલ છે. તેથી જ શાંકર વેદાંતનેા સિદ્ધાંત સંક્ષેપમાં એટલે છે કે “ બ્રહ્મ સત્યં નમિયા. આ સિદ્ધાંત પ્રમાણે ફક્ત કાળને જ નહિ, પણ આકાશ, પરમાણુ આદિ તત્ત્વોને પણ સ્વત ત્રતા માટે સ્થાન જ નથી, જોકે વેદાંતદર્શનના અન્ય વ્યાખ્યાકારા રામાનુજ, નિંબાર્ક, મૃધ્ધ અને વલ્લભ કેટલીક મુદ્દાની ખાખંતામાં શાંકર સિદ્ધાંતથી જુદા પડે છે, પણ તેઓના મતભેનું મુખ્ય ક્ષેત્ર આત્માનું સ્વરૂપ અને જગતની સત્યતા કે અસત્યતા એ છે. કાળતત્ત્વ સ્વતંત્ર નથી, તે બાબતમાં વેદાંતદર્શનના બધા વ્યાખ્યાકાશ એકમત છે. શ્ર્વ, વૈદિક દર્શનની ફાળતત્ત્વ સબધી માન્યતાઓ જોયા બાદ જૈન દન તરફ નજર આવે છે અને પ્રશ્ન થાય છે કે જૈન દર્શન સ્વતંત્ર કાળતત્ત્વવાદી છે કે અસ્વતંત્ર કાળતત્ત્વવાદી ? આને સંક્ષેપમાં ઉત્તર એટલો જ મળે છે કે જૈન દર્શનમાં સ્વતંત્ર કાળતત્ત્વની અને અસ્વતંત્ર કાળતત્ત્વની માન્યતાના અન્ને પક્ષે। સ્વીકારાયા છે, જોકે વખત જતાં જૈન સાહિત્ય હિંદુસ્તાનના દરેક ભાગમાં ફેલાયું અને પુષ્ટ થતું ગયું, પણ તેના ઉત્થાનનાં ખીજ પૂર્વ દેશ ૧. આ જ પરમાણુની ગતિના દાખલા નકારમાં આચાર્ય કુંદકુન્દે આપેલ છે અને તેના ટીકાગ્રંન્થેમાં તેજ વાત સ્પષ્ટ થયેલ છે. જીઓ અ. ૨, ગાથા ૪૬ આદિ. Page #7 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શીનેાની કાળતત્ત્વ સંબધી માન્યતા ૧૦૨ બિહારાન્તગત મગધ પ્રદેશમાં જ રાપાયેલ, ઉપર્યુક્ત વૈદિક છે નાના સૂત્રકારો પણ મોટે ભાગે મગધની સમીપના મિથિલા દેશમાં જ થયેલા. જૈન દર્શોન અને વૈદિક દનાની માત્ર ક્ષેત્રવિષયક જ સમાનતા નથી, પણ તેની સમાનકાલીનતા પણ નિશ્ચિત છે. આ સમાનક્ષેત્રતા અને સમાનકાલીનતાનેા પ્રભાવ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ થતા કાળતત્ત્વ સંબધી પૂર્વોક્ત બન્ને પક્ષેથી વધારે સ્પષ્ટ થાય છે. હવે આપણે તપાસી જોઈ એ કે જૈન દર્શનના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં કાળને સ્વતંત્ર તત્ત્વ માનનાર અને ન માનનાર એ મે પક્ષે કયાં કયાં ઉલ્લિખિત થયેલ છે. તે ઉપરાંત એ પણ જોવું ખાકી રહે છે કે વૈદિક સાહિત્યમાં સ્વતંત્ર કાળતત્ત્વવાદી પક્ષે અને અસ્વતંત્ર કાળતત્ત્વવાદી પક્ષે કાળનું જેવું જેવું સ્વરૂપ વર્ણવ્યું છે, જૈન સાહિત્યના ઉકત બન્ને પક્ષોએ પણ તેવું તેવું સ્વરૂપ જ વળ્યું છે કે તેમાં કંઈ ફેરફાર છે ? આ બન્ને પ્રશ્નોના ઉત્તર આપ્યા પહેલાં એક વાત ખાસ જણાવી દેવી યોગ્ય છે, અને તે એ કે જૈન દર્શનનું સાહિત્ય શ્વેતાંબર અને દિગંબર એ એ શાખાઓમાં વહેંચાઈ ગયું છે. જ્યારે શ્વેતાંબર સંપ્રદાયના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં કાળતત્ત્વને લગતી ઉપર્યુક્ત બન્ને માન્યતાઓ મળે છે, ત્યારે દિગમ્બર સંપ્રદાયના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં ફક્ત કાળને સ્વતંત્ર તત્ત્વ માનનાર એક જ પક્ષ દૃષ્ટિગોચર થાય છે. શ્વેતાંબર પ્રાચીન સાહિત્યમાં ભગવતી, ઉત્તરાધ્યયન,૨ વાભિગમ, પ્રજ્ઞાપના આર્દિ આગમામાં કાળ સબંધી ઉપર્યુક્ત બન્ને પક્ષો ઉલ્લિખિત થયા છે. દિગબરીય પ્રાચીન સાહિત્યમાં પ્રવચનસારમાં સ્વતંત્ર કાળતત્ત્વતાં એકમાત્ર પક્ષ છે. શ્વેતાંબર મધ્યકાલીન સાહિત્યમાં વિશેષાવશ્યકભાષ્ય, ધર્મ સંગ્રહણી, ક તત્ત્વાર્થં ભાષ્યવૃત્તિ આદિ ગ્રંથામાં ઉક્ત બન્ને પક્ષો નિર્દિષ્ટ ૧. જુઓ રાત ૨૧, દેશ ૪, ૬, ૭રૂષ, ૨. અધ્યયન ૨૮, જ્યા ૭-૮. ૩. ૧૬ ૧, ૬. રૂ. ૪. તુએ અ॰ ૨, ગાથા ૪૬, ૪૭ વગેરે. ૫. ગાયા કર૬ તથા ૨૦૬૮ આ ગ્રંથ જિનભદ્રબણી ક્ષમાશ્રમણે રચેલ છે. તેઓ હરિભદ્રસૂરિના પહેલાં નિકટવર્તી થયેલા મનાય છે. ૬. આ ગ્રંથ આઠમા-નવમી શતાબ્દીમાં થયેલ શ્રી. હિદ્રસૂરિએ રચેલ છે; તુ બા. ૩૨ તથા લગિરિ ટીકા, ૭. જીએ અ. પૂ. સૂ. ૩૮-૩૯, ભાષ્યવ્યાખ્યા શ્રી. સિદ્ધસેનકૃત Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૩] દર્શન અને ચિતન છે. બિબરીય મધ્યકાલીન સાહિત્યમાં તત્ત્વાર્થની ત્રણ ટીકાઓરી ( સર્વોથું - સિદ્ધિ, રાજવાતિ ક, શ્લોકવાતિ ક), ગામ્ભટસાર આદિગ્રંથમાં એ પૂર્વોક્ત એક જ પક્ષ જણાય છે. શ્વેતાંબરીય અર્વાચીન સાહિત્યમાં દ્રવ્યગુણપર્યાયના રાસ ૪ યુક્તિપ્રમેાધ,પ લોકપ્રકાશ આદિ ગ્રંથૈામાં ઉક્ત બન્ને પક્ષો ાષાચેલા છે. ખીજો પ્રશ્ન કાળતત્ત્વના સ્વરૂપને લગતા છે. વકિદનસ્વીકૃત કાળતત્ત્વ સબંધી ઉક્ત બન્ને પક્ષો જૈન દર્શનમાં છે, એટલા પૂરતુ' એ અને દર્શનાનુ સામ્ય છતાં સ્વરૂપની આખતમાં જૈન દર્શન વૈદિક દશાથી બિલકુલ જુદુ પડે છે. સ્વરૂપ સંબધી અનેક માન્યતા જૈન સાહિત્યમાં છે. તેની વિવિધતા જોતાં પરાક્ષ વિષયમાં મનુષ્યની બુદ્ધિ કલ્પનાનાં વાં ચિત્રણા આલેખે છે, તે વાત વધારે સાબિત થાય છે. જ્યારે વૈદિક સ્વતંત્ર કાળપક્ષ કાળને એક, વ્યાપક અને નિત્ય માને છે ત્યારે જૈન સ્વતંત્ર કાળતત્ત્વ-પક્ષમાં ચાર જુદી જુદી માન્યતાઓ છે. પહેલી માન્યતાં કાળને અણુમાત્ર અને એક સ્વીકારે છે. બીજી માન્યતા પ્રમાણે કાળ એક તત્ત્વ છતાં મનુષ્યક્ષેત્રપ્રમાણ છે, અણુ માત્ર નહિ. ત્રીજી મન્યતા પ્રમાણે કાળતત્ત્વ એક છે ખરું, પણ તે અણુમાત્ર નથી, મનુષ્યક્ષેત્રપ્રમાણ પણ નથી, કિન્તુ લેકવ્યાપી છે. ચોથી માન્યતા પ્રમાણે કાળતત્ત્વ એક નહિ પણ અસંખ્ય છે, અને તે બધાયે પરમાણુમાત્ર ૧. આ ગ્રંથને શ્વેતાંબર, દિ×ખર બન્ને સંપ્રદાય પ્રમાણ તરીકે એકસરખી રીતે સ્વીકારે છે. જોકે બંને સપ્રદાયમાં કેટલાં સૂત્રા ઓછાંવત્તાં છે અને પરિવર્તન પણ પામ્યાં છે. કેટલેક સ્થળે સૂત્રમાં વિશેષ ભિન્નતા નહાવા છતાં પણ અને સંપ્રદાયના વ્યાખ્યાકાર આચાર્યાએ પેાતપેાતાની માન્યતા પ્રમાણે તે તે સૂત્રને જુદા જુદા અર્થે કર્યા છે. તેના ઉદાહરણ રૂપે કાળ સબંધી સૂત્રેા ઉપરની બેઉ સ'પ્રદાયના આચાર્યાએ કરેલ વ્યાખ્યા જોવા જેવી છે, ૨. અ. ૫, સૂ. ૩૯-૪૦ ઉપરની ત્રણ વ્યાખ્યા. ૩. જી. વાંડ, ૪, આ ગ્રંથ ગુજરાતી ભાષામાં સત્તરમા અઢારમા સૈકામાં થયેલ ઉપાધ્યાય ચશે.વિજયજીએ રચેલ છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર અને સોંપ્રદાયાની કાળ સંબંધી સમગ્ર માન્યતા વિચારપૂર્વક વર્ણવાયેલ છે. આ વિષયના જિજ્ઞાસુ માટે આ એક જ ગ્રંથ પર્યાપ્ત છે, તુ “ પ્રકરણરત્નાકર' ભા, ૧. ગા, ૧૦,” ૫. આ ગ્રંથમાં પણ શ્વેતાંબર, ક્વિંગબર માન્યતાઓનું એક પ્રકરણ છે,તેના પ્રણેતા . અને યવિજયજીના સમકાલીન હતા. અને સંપ્રદાયની સમગ્ર કાળ સંબંધી મેધવિજયજી છે, તે એક સાશ વિદ્વાન دا ૬. આ માન્યતા યુક્તિપ્રદેાધ માં હોવાનું સ્મરણ છે. આ વિચાર લખતી વખતે તે અન્ય પાસે ન હોવાથી ચોક્કસ પુરાવા આપી શકતા નથી. • Page #9 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનેની કાળતન્ય સંબંધી માન્યતા [ 1030 છે. આ ચેથી માન્યતા એકલા દિગબર સંપ્રદાયમાં સ્વીકૃત છે. બાકીની ત્રણ માન્યતા વેતાંબર સંપ્રદાયમાં પ્રચલિત છે. વૈદિક અસ્વતંત્ર કાળતવપક્ષ મુખ્યતયા પ્રકૃતિ પરિણામને અગર વેદાંતની દષ્ટિએ માયિક વિલાસને કે બ્રહ્મવિવતને કાળ કહે છે, ત્યારે જૈન અવતંત્ર કાળતત્વપક્ષ ચેતન-અચેતન એ બન્નેના પરિણમનને કાળ કહે છે. સાંખ્ય અને રોગ ચેતનતત્વને કૂટસ્થનિત્ય માનતા હોવાથી તેમને મત પ્રમાણે પ્રકૃતિમાત્ર જ પરિણામી છે આ તેથી જ તેમના મત પ્રમાણે પ્રાકૃતિક પરિણામ જ કાળ છે. વેદાંત દષ્ટિ અનુસારે જગત માયિક અને વાંહ્મને વિવર્ત છે, તેથી તેની દષ્ટિએ કાળ એ એક માયાવિલાસ અગર તે બ્રહ્મવિવર્ત છે, પણ જૈન દર્શન ચેતન–અચેતન બન્નેને વાસ્તવિક અને પરિણમી બનતું હોવાથી તેના મત પ્રમાણે ચેતન–અચેતન બન્નેને પયપ્રવાહ કાળ મનાય છે. 1. બૌદ્ધ દર્શનનું સાહિત્ય વિશેષ જોવામાં આવ્યું નથી. જે કાંઈ થોડું જેવામાં આવ્યું છે તે ઉપરથી અત્યારે એટલું જ કહી શકાય છે કે બદ્ધ મતથાં કાળ સ્વતંત્ર તત્વરૂપ મનાયેલ નથી. ઉપસંહાર આર્ય સાહિત્યમાં ઉપલબ્ધ થતી કાળતત્વને લગતી માન્યતાઓનું ઉપર જે સંક્ષેપમાં વર્ણન આપવામાં આવ્યું છે, આશા છે કે તે વર્ણન આર્યસાહિત્યના અભ્યાસીઓને અલ્પાશે પણ ઉપયોગી થશે.* * * પુરાતત્વ પુસ્તક માંથી ઉદ્ભૂત.