SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શીનેાની કાળતત્ત્વ સંબધી માન્યતા ૧૦૨ બિહારાન્તગત મગધ પ્રદેશમાં જ રાપાયેલ, ઉપર્યુક્ત વૈદિક છે નાના સૂત્રકારો પણ મોટે ભાગે મગધની સમીપના મિથિલા દેશમાં જ થયેલા. જૈન દર્શોન અને વૈદિક દનાની માત્ર ક્ષેત્રવિષયક જ સમાનતા નથી, પણ તેની સમાનકાલીનતા પણ નિશ્ચિત છે. આ સમાનક્ષેત્રતા અને સમાનકાલીનતાનેા પ્રભાવ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ થતા કાળતત્ત્વ સંબધી પૂર્વોક્ત બન્ને પક્ષેથી વધારે સ્પષ્ટ થાય છે. હવે આપણે તપાસી જોઈ એ કે જૈન દર્શનના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં કાળને સ્વતંત્ર તત્ત્વ માનનાર અને ન માનનાર એ મે પક્ષે કયાં કયાં ઉલ્લિખિત થયેલ છે. તે ઉપરાંત એ પણ જોવું ખાકી રહે છે કે વૈદિક સાહિત્યમાં સ્વતંત્ર કાળતત્ત્વવાદી પક્ષે અને અસ્વતંત્ર કાળતત્ત્વવાદી પક્ષે કાળનું જેવું જેવું સ્વરૂપ વર્ણવ્યું છે, જૈન સાહિત્યના ઉકત બન્ને પક્ષોએ પણ તેવું તેવું સ્વરૂપ જ વળ્યું છે કે તેમાં કંઈ ફેરફાર છે ? આ બન્ને પ્રશ્નોના ઉત્તર આપ્યા પહેલાં એક વાત ખાસ જણાવી દેવી યોગ્ય છે, અને તે એ કે જૈન દર્શનનું સાહિત્ય શ્વેતાંબર અને દિગંબર એ એ શાખાઓમાં વહેંચાઈ ગયું છે. જ્યારે શ્વેતાંબર સંપ્રદાયના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં કાળતત્ત્વને લગતી ઉપર્યુક્ત બન્ને માન્યતાઓ મળે છે, ત્યારે દિગમ્બર સંપ્રદાયના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં ફક્ત કાળને સ્વતંત્ર તત્ત્વ માનનાર એક જ પક્ષ દૃષ્ટિગોચર થાય છે. શ્વેતાંબર પ્રાચીન સાહિત્યમાં ભગવતી, ઉત્તરાધ્યયન,૨ વાભિગમ, પ્રજ્ઞાપના આર્દિ આગમામાં કાળ સબંધી ઉપર્યુક્ત બન્ને પક્ષો ઉલ્લિખિત થયા છે. દિગબરીય પ્રાચીન સાહિત્યમાં પ્રવચનસારમાં સ્વતંત્ર કાળતત્ત્વતાં એકમાત્ર પક્ષ છે. શ્વેતાંબર મધ્યકાલીન સાહિત્યમાં વિશેષાવશ્યકભાષ્ય, ધર્મ સંગ્રહણી, ક તત્ત્વાર્થં ભાષ્યવૃત્તિ આદિ ગ્રંથામાં ઉક્ત બન્ને પક્ષો નિર્દિષ્ટ ૧. જુઓ રાત ૨૧, દેશ ૪, ૬, ૭રૂષ, ૨. અધ્યયન ૨૮, જ્યા ૭-૮. ૩. ૧૬ ૧, ૬. રૂ. ૪. તુએ અ॰ ૨, ગાથા ૪૬, ૪૭ વગેરે. ૫. ગાયા કર૬ તથા ૨૦૬૮ આ ગ્રંથ જિનભદ્રબણી ક્ષમાશ્રમણે રચેલ છે. તેઓ હરિભદ્રસૂરિના પહેલાં નિકટવર્તી થયેલા મનાય છે. ૬. આ ગ્રંથ આઠમા-નવમી શતાબ્દીમાં થયેલ શ્રી. હિદ્રસૂરિએ રચેલ છે; તુ બા. ૩૨ તથા લગિરિ ટીકા, ૭. જીએ અ. પૂ. સૂ. ૩૮-૩૯, ભાષ્યવ્યાખ્યા શ્રી. સિદ્ધસેનકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249262
Book TitleBharatiya Darshanoni Kaltattva Sambandhi Manyata
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Six Substances
File Size173 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy