SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮). દર્શન અને ચિંતન ણામના બુદ્ધિથી પણ ખીન્ને વિભાગ ન થઈ શકે તેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ પરિણામનું નામ ક્ષણ છે. તેવી ક્ષણનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે કે એક પરમાણુને પ્રથમ પોતાનુ ક્ષેત્ર છેાડી ખીજું ક્ષેત્ર પ્રાપ્ત કરવામાં જેટલા વખત વીતે છે તે જ વખતનું અર્થાત્ પરમાણુપરિમાણ દેશના અતિક્રમણમાં લાગતા વખતનું નામ ક્ષણ' છે.” આ રીતે જોતાં ક્ષણ એ માત્ર ક્રિયાના અવિભાજ્ય અંશના સકેત છે. યાગદર્શનમાં સાંખ્યદર્શનસમ્મત જડ પ્રકૃતિતત્ત્વ જયાશીલ મનાય છે. તેની ક્રિયાશીલતા સ્વાભાવિક હાઈ તેને ક્રિયા કરવામાં અન્ય તત્ત્વની અપેક્ષા નથી. તેથી યાગ ન કે સાંપ્યદર્શન ક્રિયાના નિમત્તકારણ તરીકે વૈશેષિકદર્શનની પેઠે કાળતત્ત્વને પ્રકૃતિથી ભિન્ન કે સ્વતંત્ર નથી સ્વીકારતા, એ બાબત બરાબર સાબિત થાય છે, 23 ( ૩ ) ‘ઉત્તરમીમાંસા’ દર્શન, વેદાંતન યા ઔપનિષદિક દર્શનના નામે પ્રસિદ્ધ છે. તે દર્શનના પ્રણેતા મહર્ષિ બાદરાયણે કયાંય કાળતત્ત્વના સંધમાં સ્પષ્ટ લખ્યું નથી, પણ તે દર્શનના પ્રધાન વ્યાખ્યાકાર શંકરાચાર્યે માત્ર બ્રહ્મને જ મૂળ અને સ્વતંત્ર તત્ત્વ સ્વીકારી અન્ય સુક્ષ્મ કે સ્થૂળ જડજગતને માયિક અગર તો અવિદ્યાજનિત સાબિત કરેલ છે. તેથી જ શાંકર વેદાંતનેા સિદ્ધાંત સંક્ષેપમાં એટલે છે કે “ બ્રહ્મ સત્યં નમિયા. આ સિદ્ધાંત પ્રમાણે ફક્ત કાળને જ નહિ, પણ આકાશ, પરમાણુ આદિ તત્ત્વોને પણ સ્વત ત્રતા માટે સ્થાન જ નથી, જોકે વેદાંતદર્શનના અન્ય વ્યાખ્યાકારા રામાનુજ, નિંબાર્ક, મૃધ્ધ અને વલ્લભ કેટલીક મુદ્દાની ખાખંતામાં શાંકર સિદ્ધાંતથી જુદા પડે છે, પણ તેઓના મતભેનું મુખ્ય ક્ષેત્ર આત્માનું સ્વરૂપ અને જગતની સત્યતા કે અસત્યતા એ છે. કાળતત્ત્વ સ્વતંત્ર નથી, તે બાબતમાં વેદાંતદર્શનના બધા વ્યાખ્યાકાશ એકમત છે. શ્ર્વ, વૈદિક દર્શનની ફાળતત્ત્વ સબધી માન્યતાઓ જોયા બાદ જૈન દન તરફ નજર આવે છે અને પ્રશ્ન થાય છે કે જૈન દર્શન સ્વતંત્ર કાળતત્ત્વવાદી છે કે અસ્વતંત્ર કાળતત્ત્વવાદી ? આને સંક્ષેપમાં ઉત્તર એટલો જ મળે છે કે જૈન દર્શનમાં સ્વતંત્ર કાળતત્ત્વની અને અસ્વતંત્ર કાળતત્ત્વની માન્યતાના અન્ને પક્ષે। સ્વીકારાયા છે, જોકે વખત જતાં જૈન સાહિત્ય હિંદુસ્તાનના દરેક ભાગમાં ફેલાયું અને પુષ્ટ થતું ગયું, પણ તેના ઉત્થાનનાં ખીજ પૂર્વ દેશ ૧. આ જ પરમાણુની ગતિના દાખલા નકારમાં આચાર્ય કુંદકુન્દે આપેલ છે અને તેના ટીકાગ્રંન્થેમાં તેજ વાત સ્પષ્ટ થયેલ છે. જીઓ અ. ૨, ગાથા ૪૬ આદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249262
Book TitleBharatiya Darshanoni Kaltattva Sambandhi Manyata
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Six Substances
File Size173 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy