SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોની કાળતત સંબંધી માન્યતા [ ૧૦૨૫ (૨) બીજા વર્ગમાં બાકીનાં ત્રણ એટલે સાંખ્ય, યોગ અને ઉત્તરમીમાંસાને માન્યતાનાં અનુમાન છે. ન્યાયદર્શનને પ્રધાન વિષય પ્રમાણચર્ચાને છે. તેમાં પ્રમેયચર્ચા છે ખરી, પણ ફક્ત તે સંસાર અને મોક્ષના કાર્યકારણભાને સમજાવવા પસ્તી છે. (આ માટે જુઓ–મારમરાણિયાવૃશ્ચિમનનિરોત્યમાવવા લાવવત કથK ” શૌતમસૂત્ર, મ. ૧, ભા. ૧ જૂ, 5) સમગ્ર જગતના પ્રમેની ચર્ચામાં તે ઊતર્યું નથી. તે બાબતમાં તેણે વૈશેષિકના સિદ્ધાંતે સ્વીકારી લીધા છે. વૈશેષિક દર્શન મુખ્ય પણે જmતના પ્રમેયની ચર્ચા કરે છે. તે ચર્ચા પ્રમાણચર્ચાની પ્રધાનતાવાળા ન્યાયદર્શનને સર્વથા માન્ય છે. આ જ કારણને લીધે ન્યાય અને વૈશેષિક દર્શનમાં ભેદ ક્રમે ક્રમે ઘટતો ગયો છે, અને તેથી જ ન્યાયશાસ્ત્ર એ નામ સાંસળતાં જ તે બને દશને ખ્યાલમાં આવે છે. ઉક્ત બને દર્શનેના મૂળ સુત્ર ઉપર તદ્દન ભિન્ન ભિન્ન ટીકા હોવા છતાં પાછળથી કેટલાક નિયાચિકેએ એવા ન્યાયવિષયક પ્ર છે રચેલા છે કે જેમાં વૈશેષિક દર્શનની પ્રમેયચર્યા અને ન્યાયદર્શનની પ્રમાણચર્ચાને સંગ્રહ કરી બન્ને દર્શનનું સંધાન કરી દીધેલું છે. આ જાતના ગ્રંથોમાં સૌથી પહેલું સ્થાન તાહૂિનું છે. તેના કર્તા ગંગેશ ઉપાધ્યાય નવીનન્યાયશાસ્ત્રના સૂત્રધાર કહેવાય છે કે ગંગેશ ઉપાધ્યાયના પહેલાં પણ ઉદયનાચાર્યે કુસુમાંજલિ વર પિતાના ઝામાં વૈશેષિક અને ન્યાય બને દર્શનની માન્યતાનું સંધાન કરેલું છે, પણું તે સંધાન પરિપૂર્ણ રૂપમાં ગંગેશ ઉપાધ્યાયે જ કરેલું હોવાથી તેનું માન તેઓને ધટે છે. ગંગેશ ઉપાધ્યાય પછીના નૈયાયિકમાં ઉક્ત બને દર્શનેનું સંધાન કરી ન્યાય ગ્રંથ ખના તર્કસંગ્રહના પ્રણેતા અન્નભટ્ટ અને મુક્તાવલિના રચયિતા વિશ્વનાથ તર્કપચાનન એ પ્રસિદ્ધ છે. પૂર્વમીમાંસા એ ઉત્તરમીમાંસાનું પૂર્વાગ અને નિકટવતી દર્શન કહેવાય છે ખરું, પણ તેનું કારણ એ નથી કે તે ઉત્તરમીમાંસાના પ્રમેચો સ્વીકારતું હોય. તે પ્રમેયના વિષયમાં વૈશેષિક અને ન્યાયદર્શનને જ મુખ્યપણે અનુસરે છે. (ઉદાહરણાર્થ તેની ઈદ્રિય” સંબંધી આ માન્યતા : तच्च द्विविधम् , बाह्यमभ्यन्तर च । बाह्यं पञ्चविधं घ्राणरसनचक्षुस्तकश्रोत्रात्मकम् । आन्तरं त्वेकं मनः । तत्राद्यानि चत्वारि च पृथिध्यप्तेजोवायुप्रकृतीनीत्यक्षपाददर्शनवदभ्यागम्यन्ते । श्रोत्रं त्वाकाशात्मक तैरभ्युपगतम् । वयं तु 'दिशः श्रोत्रं' इति दर्शनाद् दिग्भागमेव कर्णशष्कुल्यवच्छिन्न श्रोत्रमाचक्ष्महे ।" अ... पा. अधि. ૪, સૂ. ૪, રેમિનિન્ત્ર-શાસ્રરીવિ. પૂર્વમીમાંસા કર્મકાંડવિષયક વૈદિક કૃતિઓની વ્યવસ્થા અને ઉ૫૫ત્તિ કરત હોવાથી તે જ્ઞાનપ્રધાન ઉત્તરમીમાંસા (વેદાંતદર્શન)ને માર્ગ સરલ કરે છે. તે જ કારણથી તે તેનું પૂર્વાગ થા નિકટવતી દર્શન કહેવાય છે. પ્રમેયની માન્યતામાં તે પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એ આકાશપાતાળનું અંતર છે. એ વાત ભૂલવી ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249262
Book TitleBharatiya Darshanoni Kaltattva Sambandhi Manyata
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Six Substances
File Size173 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy