Book Title: Bharatiya Darshanma Adhyatmik Vikaskram
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ભારતીય દર્શનેમાં આધ્યાત્મિક વિકાસક્રમ [ ૧૦૧૩ નથી.” અજ્ઞાન એ ચેતનાના ફુરણનું વિધી તત્ત્વ છે. તેથી જ્યાં સુધી અજ્ઞાનની તીવ્રતા હોય ત્યાં સુધી ચેતનાનું ફુરણ અત્યંત મંદ હોય છે. તેને લીધે ખરા સુખ અને ખરા સુખના સાધનને ભાસ જ થવા પામતો નથી. આ કારણથી આત્મા પિતે એક વિષયમાં સુખ મળવાની ધારણાથી પ્રવૃત્તિ કરે છે અને તેમાં છેવટે નિરાશ થવાથી બીજુ વિષય તરફ વળે છે. બીજા વિષયમાં નિરાશ થતાં વળી ત્રીજા વિષય તરફ દેડે છે. આ રીતે તેની સ્થિતિ વમળમાં પડેલ લાકડાના જેવી કે વળિયામાં ઊડતા તણખલા જેવી થઈ જાય છે. આવી કષ્ટપરંપરા અનભતાં કાંઈક અજ્ઞાન ઓછું થાય છે, તેય રાગદ્વેષની તીવ્રતાને લીધે સુખની ખરી દિશામાં પ્રયાણ કરી શકાતું નથી. અજ્ઞાનની સહજ મંદતાથી ઘણીવાર એવું ભાન થાય છે કે સુખ અને દુઃખનાં બીજ બાહ્ય જગતમાં નથી, છતાં રાજની તીવ્રતાને પરિણામે પૂર્વ પરિચિત વિષયોને જ સુખ અને દુ:ખનાં સાધન માની તેમાં હર્ષ અને વિવાદને અનુભવ થયા કરે છે. આ સ્થિતિ ચેકસ લક્ષ્ય વિનાની હોવાથી દિશાને ચેકસ નિશ્ચય કર્યા સિવાય વહાણ હંકારનાર ખલાસીની સ્થિતિ જેવી છે. આ જ સ્થિતિ આધ્યાત્મિક અવિકાસ કાળની છે. ૩. અજ્ઞાન અને રાગદ્વેષના ચનું બળ પણ હંમેશાં જેવું ને તેવું ન જ રહી શકે, કારણ તે બળ ગમે તેટલું વધારે હોય તે પણ છેવટે આત્મિક બળ સામે તે અમથ છે. લાખ મણ ઘાસ અને લાકડાંને બાળવા તેટલા જ અગ્નિની જરૂર નથી હોતી. તે માટે તે અગ્નિને એક કણ પણું બસ છે. શુભ પ્રમાણમાં થોડું હોય તે પણ તે લાખો ગણા અશુભ કરતાં વધારે બળવાન હોય છે. જ્યારે આત્મામાં ચેતનતાનું ફુરણ સહજ વધે છે અને રાગદેવ સાથેના આત્માના યુદ્ધમાં જ્યારે રાગદેષની શક્તિ ઘટે છે, ત્યારે આત્માનું વીયે, જે અત્યાર સુધી ઊલટી દિશામાં કામ કરતું, તે ખરી દિશાનાં વળે છે. તે જ વખતે આત્મા પિતાના ધ્યેયને નિર્ધાર કરી તે મેળવવા દઢ નિશ્ચય કરી લે છે અને તે માટે તે પ્રવૃતિ કરવા લાગે છે. આ વખતે આધ્યાત્મિક વિકાસને પાયે નંખાય છે. હવે પછી આત્મા પિતાની જ્ઞાન અને વીર્યશક્તિની મદદ લઈ અજ્ઞાન અને રાગદ્વેષ સાથે કુસ્તી કરવા અખાડામાં ઊતરી જાય છે, કદાચ તે ક્યારેક હાર ખાય છે, પણ છેવટે તે હારના પરિણામે જ વધેલ જ્ઞાન અને વીર્ય શક્તિને લઈ હરાવનાર અજ્ઞાન અને રાગદેષને દબાવતે જ જાય છે. જેમ જેમ તે દબાવતો જાય છે તેમ તેમ તેને ઉત્સાહ વધતો જાય છે. ઉત્સાહદૃદ્ધિ સાથે જ એક અપૂર્વ આનંદની લહેર છૂટે છે, અને આનંદની લહરીમાં આનખશિખ ડૂબેલ આત્મા અજ્ઞાન તેમ જ રાગદ્વેષના ચક્રને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12