Book Title: Bharatiya Darshanma Adhyatmik Vikaskram
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249261/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનેમાં આધ્યાત્મિક વિકાસક્રમ [ ] દર્શન એટલે તત્ત્વવિદ્યા. અત્યારે દેશભેદની દૃષ્ટિએ દર્શન બે ભાગમાં વહેચાઈ જાય છે. યુરોપીય અને ભારતીય યુરોપીય દર્શનનું ધ્યેય મુખ્ય ભાગે અમુક વિષયોની ચર્ચા કરી તેનું વાસ્તવિક જ્ઞાન મેળવવા પૂરતું છે, જ્યારે ભારતીય દર્શનનું ધ્યેય તે તે વિષયનું વાસ્તવિક જ્ઞાન મેળવવા ઉપરાંત છેવટે તે દ્વારા મોક્ષ મેળવવા સુધીનું છે. આ કારણથી ભારતીય દર્શનેના પ્રતિપાદ્ય વિધ્યનું ક્ષેત્ર સંસાર અને તેની પૂરની સ્થિતિ સુધી લંબાયેલું છે. તેમાં મેક્ષનું સ્વરૂપ શું? તેને પ્રાપ્ત કરવાનાં સાધને ક્યાં અને કેટલાં? મોક્ષના અધિકારી આત્માનું સ્વરૂપ કેવું છે? સંસાર એટલે શું? ક્યાદિ અનેક આધ્યાત્મિક વિષેની ચર્ચા પ્રધાનપદ ભોગવે છે. મક્ષ એટલે આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા. આવી પૂર્ણતા કાંઈ એકાએક પ્રાપ્ત થઈ શકતી નથી, કારણે તેને પ્રાપ્ત કરવામાં અમુક વખત વ્યતીત કરવું પડે છે, તેથી જ મોક્ષ મેળવવા માટે આવ્યામિક ઉલ્કાન્તિને ક્રમ સ્વીકારવું પડે છે. તત્ત્વજિજ્ઞાસુઓના હૃદયમાં સ્વાભાવિક રીતે જ એ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ આધ્યાત્મિક ઉત્ક્રાન્તિને ક્રમ કેવા પ્રકારનો હેય છે ? આને ઉત્તર સ્વતંત્ર રીતે આપવા કરતાં તે સંબંધમાં આર્ય દર્શનના જે ભિન્ન ભિન્ન વિચારે મળી આવે છે તેનું સંક્ષેપમાં એકત્ર પ્રદર્શન કરી દેવું એ વિશેષ ઉપયોગી છે. એમ ધારી પ્રસ્તુત લેખમાં તે વિચારોને સંગ્રહ કરવાને ઉદ્દેશ રાખેલ છે. આ ઉપરથી વાચકને ભિન્ન ભિન્ન દર્શનની આધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમ સંબંધી વિચારસરણું જાણવાની તક મળશે અને તે ઉપર સ્વતંત્ર વિચાર કરવાની વૃત્તિ ઉદ્દભવશે. ભારતીય દર્શનની મુખ્ય ત્રણ શાખા ગણાય : વૈદિક, બૌદ્ધ અને જૈન. પહેલી શાખા બ્રાહ્મણ પંથની અને બીજી શાખાઓ શ્રમણપંથની છે. જોકે ૧. તે તે દર્શનના મૂળ ગ્રંથ જોતાં આ બાબત આપોઆપ જણાઈ આવે છે. ઉદાહરણ તરીકે જુઓ ન્યાયદર્શનનું પહેલું સૂત્ર, ગદર્શનનું છેલ્લું સૂત્ર, સાંખ્યદર્શનનું પહેલું સૂત્ર અને વેદાન્તદર્શનનું પહેલું તથા છેલ્લું સૂત્ર. તે જ પ્રમાણે જૈનદર્શન માટે જુઓ તવાથધિગમનું પહેલું સૂત્ર. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૨ ] દર્શન અને ચિંતન પ્રાચીન કાળમાં શ્રમણપંથની બીજી અનેક શાખાઓ હતી, પણ આજે તે શાખાઓનાં સ્વતંત્ર સાહિત્ય કે સંપ્રદાય કાંઈ પણ શેષ નથી. શ્રમણપંથની અનેક પ્રાચીન શાખાઓનાં છૂટાંછવાયાં નામ અથવા અસ્તવ્યસ્ત મંતવ્ય વર્તમાન સંપ્રદાયના સાહિત્યમાં મળી આવે છે. તેમાં આછવક સંપ્રદાયનું નામ ખાસ બેંધવા જેવું છે, કારણ કે તેનાં અન્ય મંતવ્યો સાથે આધ્યાત્મિક ઉ&ાતિના કમને લગતા કેટલાક વિચારો બૌદ્ધ સાહિત્યમાંથી મળી આવે છે. બાહ્મણપંથ અને શ્રમણપથની અનેક ભિન્નતાઓમાંની એક ભિન્નતા એ છે કે જ્યારે બ્રાહ્મણપથનું સાહિત્ય મુખ્યપણે સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારે છે, ત્યારે શ્રમણપયનું સાહિત્ય મુખ્યપણે પ્રાકૃત ભાષાનું ગૌરવ વધારે છે. આ કારણથી અને અન્ય કારણથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમને લગતા તે બંને પશેના વિચારમાં ભાષા, પરિભાષાનો અને પ્રતિપાદન પદ્ધતિને ભેદ હોય તે સ્વાભાવિક છે, છત કંમ્ દષ્ટિએ નિમજ્જન કરનારને તે વિચારેનું ઐક્ય સમજાયા સિવાય ૨. નહિ. આધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમને વિચાર આવતાં જ તેની સાથે તેનાં આરંભને અને સમાપ્તિને વિચાર આવે છે. તેને આરંભ એ તેની પૂર્વ સીમા અને તેની સમાપ્તિ એ તેની ઉત્તર સીમા, પૂર્વ સીમાથી ઉત્તર સીમા સુધી વિકાસને વૃદ્ધિઝમ એ જ આધ્યાત્મિક ઉત્ક્રાંતિક્રમની મર્યાદા. તેના પહેલાંની સ્થિતિ એ આધ્યાત્મિક અવિકાસ અથવા પ્રાથમિક સંસારદશા અને તેના પછીની સ્થિતિ એ મોક્ષ અથવા આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા. આ રીતે કાળની દૃષ્ટિએ સંક્ષેપમાં આત્માની અવસ્થા ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે ? (અ) આધ્યાત્મિક અવિકાસ, (૪) આધ્યાત્મિક વિકાસમ, (૪) મોક્ષ એઆત્મા સ્થાયી સુખ અને પૂર્ણજ્ઞાન માટે તલસે છે, તેમ જ તે દુઃખ કે અજ્ઞાનને જરાયે પસંદ કરતો નથી. છતાં તે દુઃખ અને અજ્ઞાનના વમળમાં ગેથી ખાય છે, તેનું શું કારણ? આ એક ગૂઢ પ્રશ્ન છે, પણ તેને ઉત્તર તત્ત્વોને સ્કૂલે છે. તે એ છે કે “સુખ અને જ્ઞાન મેળવવાની સ્વાભાવિક વૃત્તિથી આત્માનું પૂર્ણાનંદ અને પૂર્ણજ્ઞાનમય સ્વરૂપ સાબિત થાય છે, કારણ કે તે જ્યાં સુધી પૂર્ણાનંદ અને પૂર્ણજ્ઞાન ન મેળવે ત્યાં સુધી સતિષ પામી શકતો નથી, છતાં તેના ઉપર અજ્ઞાન અને રાગદેષના એવા પ્રબળ સંસ્કારે છે કે જેને લીધે તે ખરા સુખનું ભાન કરી શકતા નથી, અગર કાંઈક ભાન થયું તો પણ તે ખરા સુખની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરી શકતા ૧, જુઓ દીપનિકાય, બ્રહ્મજાલસુત્ત. Page #3 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનેમાં આધ્યાત્મિક વિકાસક્રમ [ ૧૦૧૩ નથી.” અજ્ઞાન એ ચેતનાના ફુરણનું વિધી તત્ત્વ છે. તેથી જ્યાં સુધી અજ્ઞાનની તીવ્રતા હોય ત્યાં સુધી ચેતનાનું ફુરણ અત્યંત મંદ હોય છે. તેને લીધે ખરા સુખ અને ખરા સુખના સાધનને ભાસ જ થવા પામતો નથી. આ કારણથી આત્મા પિતે એક વિષયમાં સુખ મળવાની ધારણાથી પ્રવૃત્તિ કરે છે અને તેમાં છેવટે નિરાશ થવાથી બીજુ વિષય તરફ વળે છે. બીજા વિષયમાં નિરાશ થતાં વળી ત્રીજા વિષય તરફ દેડે છે. આ રીતે તેની સ્થિતિ વમળમાં પડેલ લાકડાના જેવી કે વળિયામાં ઊડતા તણખલા જેવી થઈ જાય છે. આવી કષ્ટપરંપરા અનભતાં કાંઈક અજ્ઞાન ઓછું થાય છે, તેય રાગદ્વેષની તીવ્રતાને લીધે સુખની ખરી દિશામાં પ્રયાણ કરી શકાતું નથી. અજ્ઞાનની સહજ મંદતાથી ઘણીવાર એવું ભાન થાય છે કે સુખ અને દુઃખનાં બીજ બાહ્ય જગતમાં નથી, છતાં રાજની તીવ્રતાને પરિણામે પૂર્વ પરિચિત વિષયોને જ સુખ અને દુ:ખનાં સાધન માની તેમાં હર્ષ અને વિવાદને અનુભવ થયા કરે છે. આ સ્થિતિ ચેકસ લક્ષ્ય વિનાની હોવાથી દિશાને ચેકસ નિશ્ચય કર્યા સિવાય વહાણ હંકારનાર ખલાસીની સ્થિતિ જેવી છે. આ જ સ્થિતિ આધ્યાત્મિક અવિકાસ કાળની છે. ૩. અજ્ઞાન અને રાગદ્વેષના ચનું બળ પણ હંમેશાં જેવું ને તેવું ન જ રહી શકે, કારણ તે બળ ગમે તેટલું વધારે હોય તે પણ છેવટે આત્મિક બળ સામે તે અમથ છે. લાખ મણ ઘાસ અને લાકડાંને બાળવા તેટલા જ અગ્નિની જરૂર નથી હોતી. તે માટે તે અગ્નિને એક કણ પણું બસ છે. શુભ પ્રમાણમાં થોડું હોય તે પણ તે લાખો ગણા અશુભ કરતાં વધારે બળવાન હોય છે. જ્યારે આત્મામાં ચેતનતાનું ફુરણ સહજ વધે છે અને રાગદેવ સાથેના આત્માના યુદ્ધમાં જ્યારે રાગદેષની શક્તિ ઘટે છે, ત્યારે આત્માનું વીયે, જે અત્યાર સુધી ઊલટી દિશામાં કામ કરતું, તે ખરી દિશાનાં વળે છે. તે જ વખતે આત્મા પિતાના ધ્યેયને નિર્ધાર કરી તે મેળવવા દઢ નિશ્ચય કરી લે છે અને તે માટે તે પ્રવૃતિ કરવા લાગે છે. આ વખતે આધ્યાત્મિક વિકાસને પાયે નંખાય છે. હવે પછી આત્મા પિતાની જ્ઞાન અને વીર્યશક્તિની મદદ લઈ અજ્ઞાન અને રાગદ્વેષ સાથે કુસ્તી કરવા અખાડામાં ઊતરી જાય છે, કદાચ તે ક્યારેક હાર ખાય છે, પણ છેવટે તે હારના પરિણામે જ વધેલ જ્ઞાન અને વીર્ય શક્તિને લઈ હરાવનાર અજ્ઞાન અને રાગદેષને દબાવતે જ જાય છે. જેમ જેમ તે દબાવતો જાય છે તેમ તેમ તેને ઉત્સાહ વધતો જાય છે. ઉત્સાહદૃદ્ધિ સાથે જ એક અપૂર્વ આનંદની લહેર છૂટે છે, અને આનંદની લહરીમાં આનખશિખ ડૂબેલ આત્મા અજ્ઞાન તેમ જ રાગદ્વેષના ચક્રને Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૪ ] દર્શન અને ચિંતન વધારે ને વધારે નિર્બળ કરતે પિતાની સહજ સ્થિતિ તરફ આગળ વધતા જાય છે. આ સ્થિતિ આધ્યાત્મિક વિકાસક્રમની છે. લા. આ સ્થિતિની છેવટની મર્યાદા એ જ વિકાસની પૂર્ણતા. આ પૂર્ણતા પ્રાપ્ત થઈ એટલે સંસારથી પર સ્થિતિ પ્રાપ્ત થઈ. તેમાં કેવળ સ્વાભાવિક આનંદનું જ સામ્રાજ્ય હાય છે. આ મેક્ષકાળ. આટલે સામાન્ય વિચાર કર્યા પછી હવે તે સંબંધમાં પ્રત્યેક દર્શનના વિચારે ક્રમશઃ જોઈએ. વૈદિક દર્શન ઉપનિષદ અને અન્ય ગ્રંથમાં આધ્યાત્મિક વિચારની પ્રધાનતા હોવાથી તેમાં વિકાસકમને લગતા કિારે મળી આવે એ સ્વાભાવિક છે. છતાં વૈદિક સાહિત્યમાં ગદર્શન ઉભાઇ વ્યાસભાષ્ય અને યોગવાસિષ એ બે થે એવા છે જેમાં આધ્યાત્મિક વિકાસક્રમ વ્યવસ્થિત રીતે સાંગોપાંગ આલેખાથેલે છે, જ્યારે અન્ય ગ્રંથોમાં તેટલો પૂર્ણ રીતે નથી. તેથી એ બે માંથી જ વૈદિક દર્શનની તે સંબંધી માન્યતા અત્રે જણાવીશું. ગદર્શનમાં મહર્ષિ પતંજલિએ મોક્ષના સાધનરૂપે વેગનું વર્ણન કરેલ છે. વેગ એટલે આધ્યાત્મિક વિકાસક્રમની ભૂમિકાઓ. જે ભૂમિકામાં વેગને આરંભ થાય છે, તે ભૂમિકાથી માંડી અને તે યોગ ક્રમશઃ પુષ્ટ થતાં થતાં જે ભૂમિકામાં પૂર્ણ કક્ષાએ પહોંચે છે ત્યાં સુધીની ચિત્તની ભૂમિકા આધ્યાત્મિક વિકાસક્રમમાં આવી જાય છે. યોગને આરંભ થયા પહેલાંની ભૂમિકાઓ એ આધ્યાત્મિક અવિકાસની ભૂમિકાઓ છે. આ પ્રકારના સૂત્રકારના અભિપ્રાયને સ્પષ્ટ કરવા માટે ભાષ્યકાર મહર્ષિ વ્યાસે ચિત્તની પાંચ ભૂમિકાઓ બતાવી છે(૧) લિય, (૨) મૂઢ, (૩) વિક્ષિપ્ત, (૪) એકા, અને (૫) નિદ્ધ. આ પાંચમાં પહેલી બે એટલે ક્ષિત અને મૂઢ ભૂમિકાઓ અવિકાસ સૂચક છે. ત્રીજી વિક્ષિણ ભૂમિકા એ અવિકાસ અને વિકાસનું સમેલન છે, પણ તેમાં વિકાસ કરતાં અવિકાસનું બળ ઘણું વધારે છે. જેથી એકાગ્ર ભૂમિકામાં વિકાસનું બળ વધે છે, અને તે સવિશેષ વધતાં ૧ (1) ચિત્ત હમેશાં ગુણની બહુલતાથી અનેક વિષયમાં પ્રેરાતું હોવાથી અત્યન્ત અસ્થિર હોય છે, તે ક્ષિત, (૨) જે ચિત્ત તમે ગુણના પ્રાબલ્યથી નિદ્રાવૃત્તિવાળું બને તે મૂઢ. (૩) જે ચિત્ત અસ્થિરતા વિશેષ હોવા છતાં ક્યારેક ક્યારેક પ્રશસ્ત વિષયોમાં સ્થિતા અનુભવે તે વિક્ષિપ્ત, (૪) જે ચિત્ત એકતાન-સ્થિર બની જાય તે એકાગ્ર. (૫) જે ચિત્તમાં તમામ વૃત્તિઓને નિરાધ થઈ ગયા હોય અને માત્ર સંસ્કાર જ બાકી રહ્યા હોય તે નિરુદ્ધ. Page #5 -------------------------------------------------------------------------- ________________ ભારતીય,દનામાં આધ્યાત્મિક વિકાસક્રમ [ ૧૦૧૫ પાંચમી નિરુદ્ધ ભૂમિકામાં પૂર્ણ કલાએ પહોંચે છે. તેથી આ રીતે ભાષ્યકારની વિચારસરણીનું સંક્ષેપમાં પૃથક્કરણ કરીએ તે સાર એટલે જ નીકળે છે કે ક્ષિત, મૂઢ અને વિક્ષિપ્ત એ ત્રણ ભૂમિકાઓમાં અવિકાસ કાળ હોય છે, જ્યારે છેલ્લી એ એકાગ્ર અને નિરુદ્ધ ભૂમિકાઓમાં વિકાસક્રમ અથવા આધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમ હોય છે.૧ આ પાંચ ભૂમિકાઓ બાદની સ્થિતિ એ મેક્ષિકાળ, ચેાગવાસિષ્ઠમાં ચેતનની સ્થિતિના સંક્ષેપથી બે ભાગ કરવામાં આવ્યા છે ઃ (૧) અજ્ઞાનમય અને (૨) જ્ઞાનમય. અજ્ઞાનયમ સ્થિતિ એટલે અવિકાસ-કાળ અને જ્ઞાનમય સ્થિતિ એટલે વિકાસકાળ. આ વિકાસકાળ પછી મોક્ષકાળ આવે છે. અજ્ઞાનમય સ્થિતિના સાત વિભાગ ી તેને સાત અજ્ઞાન-ભૂમિકાઓના નામથી ઓળખાવ્યા છે; જેમકે ( ૧ ) ખી ંવ્રત, ( ૨ ) જાગ્રત, ( ૩ ) મહાજામત, (૪) જાગ્રતત્વમ, ( ૫ ) સ્વમ, (૬) સ્વમજાવ્રત, અને (૭) સુષુપ્તક.૨ 1. ૧. આ પાંચ ચિત્તોમાં પહેલાં બે તે અનુક્રમે નેગુણ અને તમેગુણની બહુલતાને લીધે નિ:શ્રેયસપ્રાપ્તિમાં હેતુ થઈ શક્તાં નથી; એટલુ જ નહિ, ખલ્કે તે ઊલટાં નિ:શ્રેયસનાં બાધક છે, જેથી તે ચેગેકાટિમાં ગણાવા યાગ્ય નથી અર્થાત્ તે એ ચિત્તની સ્થિતિમાં આધ્યાત્મિક અવિકાસ ાય છે. વિક્ષિપ્ત ચિત્ત ક્યારેક કયારેક સાત્ત્વિક વિષયમાં સમાધિ મેળવે છે ખરું, પણ તે સમાધિ સામે અસ્થિરતા એટલી ખથી હાય છે કે જેથી તે પણ યાગકાતમાં ગણાવા ચગ્ય નથી. એકાગ્ર અને નિસ્ટ્ એ બે જ ચિત્ત વખતે જે સમાધિ હોય છે તે યાગ કહેવાય છે. એકાગ્ર ચિત્ત વખતે જે ચેાઞ હાય છે તે સમ્પ્રજ્ઞાત અને નિરુધ્ધ ચિત્ત વખતે જે યાગ હોય છે તે અસ પ્રજ્ઞાત. જુઓ પાત જલદર્શન, પાદ ૧, સે. ૧ બ્યાસભાષ્ય તથા વાચસ્પતિ મિશ્રની ટીકા, ' ૨. (૧) પહેલી ભૂમિકામાં અહત્ય-મમત્વ બુદ્ધિની અગૃતિ નથી હાતી, માત્ર તેવી જાગૃતિની ખીજ રૂપે ચેાગ્યતા હેાય છે, તેથી તે બીજાગ્રત કહેવાય છે, આ ભૂમિકા વનસ્પતિ જેવા ક્ષુદ્ર નિકાચમાં માની શકાય. (૨) બીજી ભૂમિકામાં અહુત્રમમત્વ બુદ્ધિ અલ્પાંશે જાગે છે, તેથી તે જાગ્રત કહેવાય છે. આ ભૂમિકા કીટ, પતંગ, પશુ, પક્ષીમાં નાની રાકાય. (૩) ત્રીજી ભૂમિકામાં અત્યંત-મમત્વ બુદ્ધિ વિશેષ પુષ્ટ હાય છે, તેથી તે મહાન્તગ્રત કહેવાય છે. આ ભૂમિકા મનુષ્ય, દેત્ર આદિ નિકાયમાં માની શકાય, ( ૪) ચોથી ભૂમિકામાં નગ્રત અવસ્થાના મનેારાત્મ્ય-ભ્રમનો સમાવેશ થાય છે; જેમકે એકને બદલે બે ચંદ્ર દેખાવા, છીપમાં રૂપાનુ ભાન અને આંઝવામાં પાણીની બુદ્ધિ, આ હેતુથી આ ભૂમિકા જાગ્રતસ્વપ્ન કહેવાય છે. ( ૫ ) પાંચમી ભૂમિકામાં નિદ્રા વખતે આવેલ સ્વપ્નનુ જગ્યા ખાદ જે ભાન થાય છે તેને સમાવેશ છે, તેથી તે સ્વપ્ન કહેવાય છે. ( ૬ ) છઠ્ઠી ભૂમિકામાં વર્ષોનાં વર્ષો સુધી ચાલુ રહેલ સ્વપ્નને સમાવેશ થાય છે. આ સ્વપ્ન શરીરપાત થાય છતાં પણ ચાલુ રહે છે, તેથી Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૬ ] દર્શન અને ચિંતન જ્ઞાનમય સ્થિતિના પણ સાત ભાગ કરી તેને સાત ભૂમિકાઓના નામથી ઓળખાવ્યા છે, જેમકે (૧) શુભેચ્છા, (૨) વિચારણા. (૩) તનુમાનસા (૪) સત્ત્વાપત્તિ, (૫) અસંસક્તિ, (૬) પદાથોભાવની, અને (૭) તુર્થગા. સાત અજ્ઞાન ભૂમિકાઓમાં અજ્ઞાનનું પ્રાબલ્ય હેવાથી તે અવિકાસ કાળમાં ગણાવી જોઈએ; તેથી ઊલટું સાત જ્ઞાન ભૂમિકાઓમાં ક્રમશઃ જ્ઞાનવૃદ્ધિ થતી હોવાથી તે વિકાસક્રમના કાળમાં ગણાવી જોઈએ. જ્ઞાનની સાતમી ભૂમિકામાં વિકાસ પૂર્ણકલાએ પહોંચે છે. તેથી ત્યારબાદની સ્થિતિ તે મેક્ષકાળ છે. બૌદ્ર દર્શન બૌદ્ધ સાહિત્યના મૌલિક પ્ર પિટકના નામે ઓળખાય છે. પિટકમાં અનેક જગાએ આધ્યાત્મિક વિકાસના ક્રમનું વ્યવસ્થિત અને સ્પષ્ટ વર્ણન છે. તેમાં વ્યક્તિની છ સ્થિતિઓ કરવામાં આવી છે. તે આ પ્રમાણેઃ (૧) અંધપુથુજજન, (૨) કલ્યાણપુથુજન, (૩) તાપન્ન, (૪) સકદાગામી, (૫) તે સ્વનજાગ્રત કહેવાય છે. (૭) સાતમી ભૂમિકા ગાઢ નિદ્રાની હોય છે, જેમાં જડ જેવી સ્થિતિ થઈ જાય છે અને કર્મો માત્ર વાસનારૂપે રહેલાં હોય છે, તેથી તે સુપ્તિ કહેવાય છે. ત્રીજથી સાતમી સુધીની પાંચ ભૂમિકાઓ સ્પષ્ટપણે મનુષ્ય નિકાસમાં અનુભવાય છે. જુઓ ગવાસિષ્ઠ, ઉત્પત્તિ પ્રકરણ ૧, સર્ગ ૧૧૭. ૧, (૧) હું મૂઠ જ શા માટે રહું? હવે તે શાસ્ત્ર અને સજ્જન દ્વારા કાંઈક આત્માવલોકન કરીશ એવી વૈરાગ્યપૂર્વક જે ઈચ્છા તે શુભેચ્છા. (૨) શાસ્ત્ર અને સજ્જનના સંસર્ગપૂર્વક વૈરાગ્યભાસને લીધે જે સદાચારમાં પ્રવૃત્તિ થવી તે વિચારણા, (૩) શુભેચછા અને વિચારણને લીધે જે ઇંદ્રિયોના વિષયોમાં આસક્તિ ધટે છે તે તનુમાનસા કહેવાય છે, કારણ કે તેમાં સંકલ્પ-વિક૯૫ ઓછા થાય છે. (૪) ત્રણ ભૂમિકા ઓના અભ્યાસથી ચિત્ત સુધ્ધાંમાં પણ વિરતિ થવાથી સત્ય અને શુદ્ધ એવા આમામાં જે સ્થિતિ થવા પામે છે તે સવાપત્તિ. (૫) પૂર્વની ચાર ભૂમિકાઓના અભ્યાસથી અને સમાધિના અસગરૂપ પરિપાકથી એવી અવસ્થા થાય છે કે જેમાં ચિત્તની અંદર નિતિશય આત્માનંદને ચમત્કાર પુષ્ટ થયેલ હોય છે તે અસંસક્તિ ભૂમિકા. (૬) પાંચ ભૂમિકાઓના અભ્યાસથી પ્રગટ થયેલ આત્મારામ સ્થિતિને લીધે એક એવી દશા પ્રાપ્ત થાય છે કે બાહ્ય ને આત્યંતર બધા પદાર્થોની ભાવના છૂટી જાય છે. દેહયાત્રા ફક્ત બીજાના પ્રયત્નને લઈને ચાલે છે. તે પદાર્થોભાવની ભૂમિકા. (૭) ભૂમિકાઓના અભ્યાસને લીધે ભેદભાવતું ભાન બિલકુલ શમી જવાથી જે એકમાત્ર સ્વભાવનિષ્ઠા પ્રાપ્ત થાય છે તે તુર્થગા. આ સાતમી તુર્યગાવસ્થા જીવમુક્તમાં હોય છે. વિદેહમુક્તને વિષય ત્યારબાદની તુર્યાતીત અવસ્થા છે. જુઓ ચોગવાસિષ્ઠ, ઉત્પત્તિ પ્રસ. ૧૧૮ તથા નિર્વાણ પ્ર. સ. ૧૨૦. Page #7 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનેમાં આધ્યાત્મિક વિકાસમ પપાતિક, અને (૬) અરહા. જેમાં પહેલી સ્થિતિ એ આધ્યાત્મિક અવિકાસને કાળ છે. બીજી સ્થિતિમાં વિકાસનું ફુરણ અલ્પાંશે અને અવિકાસનો પ્રભાવ સવિશેષ હોય છે. ત્રીજીથી છઠ્ઠી સુધીની ચારે સ્થિતિઓમાં ઉત્તરોત્તર આધ્યાત્મિક વિકાસ જ વધતું જાય છે અને તે વિકાસ છઠ્ઠી સ્થિતિમાં પૂર્ણ કક્ષાએ પહોંચે છે. ત્યાર બાદ નિર્વાણુતત્વ પ્રાપ્ત થાય છે. આ બૌદ્ધ વિચારસરણીનું પૃથક્કરણ કરીએ તે એમ કહી શકાય કે પહેલી બે સ્થિતિઓ એ અવિકાસકાળ છે. ત્રીજીથી છઠ્ઠી સુધીની ચાર સ્થિતિઓ વિકાસકાળ છે અને છ સ્થિતિઓ પછી નિર્વાણકાળ છે. જૈન દર્શન જૈન સાહિત્યના પ્રાચીન ગ્રંથ, જે આગમના નામથી ઓળખાય છે, તેમાં સુધ્ધાં આધ્યાત્મિક વિકાસનો ક્રમ સંબંધી વિચારો વ્યવસ્થિત રીતે મળી આવે છે. તેમાં આત્મિક સ્થિતિના ચૌદ વિભાગે કરવામાં આવ્યા છે જે ગુણસ્થાનને નામે ઓળખાય છે. તે ગુણસ્થાને આ પ્રમાણે : ૧. (૧-૨) પુયુજન એટલે સામાન્ય મનુષ્ય, તેના અંધપુથુજન અને કલ્યાણપુથુન એવા બે ભેદો છે. યથા– दुवे पुथुज्जना वुत्ता बुद्धनादिच्चबंधुना । । अंधो पुथुज्जनो एको कल्याणेको पुथुज्जनो ॥ –મઝિમનિકાચ, મૂળ પરિચાય, સુરવણના. આ બનેમાં સાજના ( બંધન) તે દશે હોય છે, છતાં અંતર એટલું જ કે પહેલાને આર્યદર્શન અથવા સત્સંગ પ્રાપ્ત થયેલ નથી હોતાં, જ્યારે બીજાને પ્રાપ્ત થયેલ છે. આ બંને નિર્વાણમાર્ગથી પરામુખ હોય છે. (૩) નિર્વાણુમાર્ગને પ્રાપ્ત થયેલાના ચાર પ્રકાર છે, જેણે ત્રણ સંજનાને ક્ષય કર્યો હોય તે સેતાપન, (૪) જેણે ત્રણનો ક્ષય અને પછીની બેનું શૈથિલ્ય કર્યું હોત તે સકદાગામી. (૫) જેણે પાંચે ક્ષય કર્યો હોય તે ઔપપાતિક, (૬) જેણે દશે સજનાને ક્ષય કર્યો હોય તે અરહા. સતાપને વધારેમાં વધારે સાત વાર મનુષ્યલોકમાં અવતરે છે, ત્યાર બાદ અવશ્ય નિર્વાણ પામે છે. પપાતિક બ્રહ્મલોકમાંથી જ નિર્વાણ પામે છે. અરહા તે સ્થિતિમાંથી જ નિર્વાણ મેળવે છે. દશ સોજનાઓ માટે જુઓ અંગુત્તરનિકાય, પૃ. ૧૭, ફુટને ૧૩ અને મઝિમનિકાય તથા બુદ્ધ, ધર્મ આણિ સંધ (મરાઠી), ૯. ૨. ગુણસ્થાન––ગુણ એટલે આત્માની ચેતના, સમ્યકત્વ, ચારિત્ર, વીર્ય આદિ શક્તિઓ. સ્થાન એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાએ. આત્માના સહજ ગણે વિવિધ આવરણેથી સંસારદશામાં આવૃત છે. જેમ જેમ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૮ ] દર્શન અને ચિંતન (૧) મિથ્યાદષ્ટિ, (૨) સાસ્વાદન, (૩) સમ્યકૃમિથ્યાદષ્ટિ, (૪) અવિરત સમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ (વિરતાવિરત ), (૬) પ્રમસંવત, (૭) અપ્રમત્તસંયત.(૮) અપૂર્વકરણ (નિવૃત્તિ બાદર), (૯) અનિવૃત્તિ બાદર, (૧૦) સૂક્ષ્મપરાય, (૧૧) ઉપશાંતોહ, (૧૨) ક્ષીણમેહ, ( ૧૩ } સગકેવલી, (૧૪) અગકેવલી. પ્રથમ ગુણસ્થાન એ અવિકાસ આવરણની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું વિશેષ તેટલી ગુણોની શુદ્ધિ વિશેષ અને આવરણની વિરલવા કે ક્ષયનું પ્રમાણ જેટલું ઓછું તેટલી ગુણોની શુદ્ધિ ઓછી. આ રીતે આત્મિક ગુણેની શુદ્ધિના પ્રકર્ષ કે અપકર્ષવાળા અસંખ્યાત પ્રકારે સંભવે છે, પણ સક્ષેપમાં તેને ચૌદ ભાગમાં વહેંચી નાખેલા છે, જે ગુણસ્થાન કહેવાય છે. ગુણસ્થાનની કલ્પના મુખ્યત્વચા મેહનીય કર્મની વિરલતા અને ક્ષયને આધારે કરવામાં આવી છે. મેહનીય કર્મની મુખ્ય બે શક્તિઓ છે. પહેલી શક્તિનું કાર્ય આત્માના સમ્યકત્વ ગુણને આવૃત કરવાનું છે જેથી આત્મામાં તાત્વિક રુચિ કે સત્યદર્શન થવા પામતું નથી. બીજી શક્તિનું કાર્ય આત્માના ચારિત્ર ગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મા તાત્વિક રુચિ કે સત્યદર્શન થયા છતાં પણ તદનુસાર પ્રવૃત્તિ કરી સ્વરૂપલામ કરી શકતું નથી. સમ્યકત્વની પ્રતિબંધક એવી મેહનીચની પ્રથમ શક્તિ દર્શનમેહનીય અને ચારિત્રની પ્રતિબંધક એવી મિહનીચની બીજી શક્તિ ચારિત્રમેહનીય કહેવાય છે. આ બેમાં દર્શન મેહનીય પ્રબળ છે, કારણ કે જ્યાં સુધી તેની વિરલતા કે ક્ષય ન થાય ત્યાં સુધી ચારિત્રમોહનીયનું બળ ઘટતું નથી. દર્શનમેહનીયનું બળ ઘટયું એટલે ચારિત્રમેહનીય ક્રમે ક્રમે નિર્બળ થઈ છેવટે સર્વથા ક્ષીણ થવાનું જ. સમસ્ત કમાંવરણેમાં પ્રધાનતમ અને બલવત્તમ મોહનીય જ છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી મોહનીયની શક્તિ તીવ્ર હોય ત્યાં સુધી અન્ય આવશે તીવ્ર જ રહે છે અને તેની શક્તિ ઘટતાં જ અન્ય આવરણોનું બળ મંદ થતું જાય છે. આ જ કાણુથી ગુણસ્થાનની કલ્પના મેહનીય કર્મને તરતમભાવને આધારે કરવામાં આવી છે. ૧. જુઓ સમવાયાંગ, ૧૪ મે સમવાય.' - ૨. (૧) જે અવસ્થામાં દર્શનમોહનીયની પ્રબળતાને લીધે સમ્યક્ત્વ ગુણ આવૃત થયેલ હોવાથી આત્માની તચિ જ પ્રગટી શકતી નથી અને જેથી તેની દષ્ટિ મિથ્યા (સત્ય વિરુદ્ધ હોય છે તે અવસ્થા મિયાદષ્ટિ. (૨) અગિયારમાં ગુણસ્થાનથી પતિત થઈ પ્રથમ ગુણસ્થાન ઉપર આવતાં વચ્ચે બહુ જ થોડા વખત સુધી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે અવસ્થા સાસ્વાદન, આનું સાસ્વાદન નામ એટલા માટે છે કે તેમાં પતના મુખ આત્માને તત્વચિન સ્વ૯૫ પણ આસ્વાદ હોય છે, જેવી રીતે મિષ્ટાન્નના ભેજન બાદ ઊલટી થતી વખતે એક વિલક્ષણ સ્વાદ હોય છે. આ બીજું ગુણસ્થાન પતને મુખ આત્માને જ હોય છે. (૩) હીંચકે હીંચતા માણસની પેઠે જે અવસ્થામાં આત્મા દેલાયમાન હોય છે, જેને લીધે તે સર્વથા સત્યદર્શન કરી શકતા નથી કે સર્વથા મિથ્યાદષ્ટિની સ્થિતિમાં રહી શકતું નથી અર્થાત્ તેની સંશયળુ જેવી સ્થિતિ બની જાય છે, તે અવસ્થા સમ્યકમિશ્ચાદષ્ટિ. આ ગુણસ્થાનમાં દર્શનાહનીયનું વિષ Page #9 -------------------------------------------------------------------------- ________________ ભાશ્તીય દર્શનોમાં આધ્યાત્મિક વિકાસમ [ ૧૦૧૯ કાળ છે. ખીજા અને ત્રીજા એ એ ગુરુસ્થાનમાં વિકાસનું સહજ સ્ફુરણુ હાય છે, પણ તેમાં પ્રબળતા અવિકાસની જ હોય છે. ચોથાથી વિકાસ ક્રમશઃ વધતાં વધતાં તે છેવટે ચૌદમા ગુણસ્થાને પૂર્ણ કલાએ પહોંચે છે અને ત્યારબાદ માક્ષ પ્રાપ્ત થાય છે. જૈન વિચારસરણીનું પૃથક્કરણ એટલું જ કરી શકાય કે પહેલાં ત્રણ ગુણસ્થાના એ અવિકાસકાળ છે અને ચેાથાથી ચૌદમા સુધીનાં ગુણસ્થાના વિકાસ અને તેની ર્દાના કાળ છે; ત્યારબાદ મેક્ષિકાળ છે. આ પ્રાચીન જૈન વિચારને હરિભદ્રસૂરિએ બીજી રીતે પણ વર્ણવ્યા છે. : પ્રથમ જેટલું તીવ્ર રહેતુ નથી, પણ તે હેાય છે ખરું. ( ૪ ) જે અવસ્થામાં દર્શનમેહનીયનું ખળ કાં તા બિલકુલ શમી જાય છે કે વિરલ થઈ જાય છે, અને ાં તે બિલકુલ ક્ષીણ થઈ ન્વય છે જેને લીધે આત્મા અદ્દેિન્દ્રપણે સત્યદર્શન કરી શકે છે. આ અવસ્થા અવિરતસમ્યગ્દષ્ટિ, આનું અવિત નામ એટલા માટે છે કે તેમાં ચારિત્રમાહનીયની સત્તા સવિશેષ હોવાથી વિકૃતિ (ત્યાગવૃત્તિ) ઉચ પામતી નથી. (૫) જે અવસ્થામાં સત્યદર્શન ઉપરાંત અપાશે પણ ત્યાગત્તિના ઉદય થાય છે તે દેવાંત, આમાં ચારિત્રમે હનીચની રાત્તા અવશ્ય ધંટેરી હોય છે અને તેની કમીના પ્રમાણમાં ત્યાગવૃત્તિ હોય છે. ( ૬ ) જે અવસ્થામાં ત્યાગવૃત્તિ પૂર્ણ રીતે ઉદ્મ પામે છે છતાં વચ્ચે વચ્ચે પ્રમાદ (સ્ખલન⟩સભવે છે, તે પ્રમત્તસયત, ( ૭ ) જે અવસ્થામાં પ્રમાદના જરાયે સંભવ નથી તે અપ્રમત્તસચત. (૮) જે અવસ્થામાં પહેલાં ચારે પણ નહિ અનુભવેલ આત્મશુદ્ધિને અનુભવ થાય છે અને અપૂર્વ વીર્યાદાસ—આત્મિક સામર્થ્ય પ્રમ≥ છે તે અવસ્થા અપૂવ કરણ. આનું બીતુ નામ નિવૃત્તિમાદર પણ છે, ( ૯ ) જે અવસ્થામાં ચારિત્રમાહનીય કના શેષ રહેલ અરોને શમાવવાનુ કે ક્ષીણ કરવાનું કામ ચાલતું હોય છે, તે અવસ્થા અનિવૃત્તિનાદર. ( ૧૦ ) જે અવસ્થામાં મહુનીયના અશુ લાભ રૂપે જ ઉદયમાન હોય છે અને તે પણ બહુ સૂક્ષ્મ પ્રમાણમાં, તે અવસ્થા સૂક્ષ્મસ ંપાય, ( ૧૧ ) જે અવસ્થામાં સૂક્ષ્મ લાભ સુધ્ધાં શમી જાય છે, તે રૂપશાંતમાહનીય, આ ગુણસ્થાનમાં દર્શનમેાહનીયને સ થા ક્ષય સભવે ખરો, પણ ચારિત્રમાહનીચના તેવા ક્ષચ નથી હોતા, માત્ર તેની સર્જાશે ઉપશાંતિ હોય છે. આને લીધે જ મેહન ફરી ઉદ્રેક થતાં આ ગુણસ્થાનથી અવશ્ય પતન થાય છે અને પ્રથમ ગુણસ્થાન સુધી જવું પડે છે. (૧૨) જે અવસ્થામાં દૃનમાહનીય અને ચારિત્રમાહનીયને સથા ક્ષય થઈ નચ છે તે ક્ષીણમેહનીય. આ સ્થિતિથી પતન સભવતું જ નથી, (૧૩) જે અવસ્થામાં માહના આકિ તઅસાવને લીધે વીતરાગ દશા પ્રગટવા સાથે સજ્ઞપણુ પ્રાપ્ત થાય છે તે અવસ્થા સંચાગ ગુસ્થાન, મા ગુ ગસ્થાનમાં શારીકિ, માનસિક અને વાચિક વ્યાપાર હોય છે. એથી આને જીવન્મુક્તિ કહી શકાય. ( ૧૪) જે અવસ્થામાં શારીરિક, માનસિક, વાચિક પ્રવૃત્તિના પણ અભાવ થઈ જાય છે તે અચાગ ગુણસ્થાન. આ ગુણસ્થાન છેલ્લું છે, તેથી શરીપાત થતાં જ તેની સમાપ્તિ થાય છે અને ત્યાર બાદ ગુણસ્થાનાતીત—વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે. આ માટે જાઓ કર્મગ્રંથ ીને. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૦ ] દર્શન અને ચિંતન તેઓના વર્ણનમાં બે પ્રકાર છેપહેલા પ્રકારમાં અવિકાસ અને વિકાસક્રમ બન્નેને સમાવેશ કરેલ છે. અવિકાસ કાળને તેઓ ઓધદષ્ટિના નામથી અને વિકાસક્રમને સદ્દષ્ટિના નામથી ઓળખાવે છે. સદ્દષ્ટિના મિત્રા, તારા, બલા, દીકા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા એવા આઠ વિભાગ કરે છે. આ આ વિભાગમાં ઉત્તરોત્તર વિકાસ ક્રમ વધતા જાય છે. પહેલી ૧. જુઓ ગિદષ્ટિસમુચ્ચય. ૨, દૃષ્ટિ એટલે દર્શન અથવા બોધ. આના બે પ્રકાર છે. પહેલામાં સત શ્રદ્ધાને (તાત્ત્વિક ચિન) અભાવ હોય છે જ્યારે બીજામાં સત શ્રદ્ધા હોય છે. પહેલા પ્રકાર ઓઘદષ્ટિ અને બીજે યોગદષ્ટિ કહેવાય છે. પહેલામાં આત્માનું વહેણું સંસારપ્રવાહ તરફ અને બીજામાં આધ્યાત્મિક વિકાસ તરફ હોય છે. તેથી યોગદષ્ટિ એ સદ્દષ્ટિ કહેવાય છે. જેમ સમેય ત્રિ, અમેઘ રાત્રિ સમિધ દિવસ અને અમેઘ દિવસમાં અનુક્રમે અંતિમતમ, મદતમ, મંદતર અને મંદ ચાક્ષુષ જ્ઞાન હેય છે. તેમાંય ગ્રહાવિષ્ટ અને ગ્રહમુક્ત પુરુષના ભેદથી, બાળ અને તરુણ પુરુષના ભેદથી, તેમ જ વિકૃત નેત્રવાળા અને અવિકૃત નેત્રવાળા પુરુષના ભેદથી ચાક્ષુષ જ્ઞાનની અસ્પષ્ટતા કે સ્પષ્ટતા તરતભભાવે હોય છે; તેવી રીતે એધદષ્ટિની દશામાં સંસારપ્રવાહનું વલણ છતાં આવાસુના તરતમભાવે શાન તાક્તઓવાળું હોય છે. આ ઓઘદષ્ટિ ગમે તેવી હોય તો તે આધ્યાત્મિક વિકાસની દષ્ટિએ અરાદષ્ટિ જ છે. ત્યારબાદ જ્યાથી આધ્યાત્મિક વિકાસનો આરંભ થાય છે, પછી ભલે તેમાં બાહ્ય જ્ઞાન ઓછું હેય છતાં, ત્યારથી સદ્દષ્ટિ શરૂ થાય છે, કારણ કે તે વખતે આત્માનું વલણ સંસારિમુખ ન રહેતાં લોકમુખ થઈ જાય છે. આ સદ્દષ્ટિ (ગદષ્ટિ)ના વિકાસના તારતમ્ય પ્રમાણે આઠ ભેદે છે. આ આઠ ભેદમાં ઉત્તરોત્તર બેધ અને સવિશેષ જાગૃતિ થાય છે. પહેલી મિત્રા નામક દ્રષ્ટિમાં બંધ અને વીર્યનું બળ તૃણાગ્નિની પ્રભા જેવું હોય છે. બીજી તાણ દષ્ટિમાં છાણાના અગ્નિની પ્રભા જેવું, ત્રીજી બલા દષ્ટિમાં લાકડાના અશ્વિની પ્રભા જેવું, જેથી દીપ્રા દષ્ટિમાં દીવાની પ્રભા જેવું, પાંચમી સ્થિર દષ્ટિમાં રનની પ્રભા જેવું, છઠ્ઠી કાન્તા દષ્ટિમાં નક્ષત્રની પ્રભા જેવું, સાતમી પ્રભા દષ્ટિમાં સૂર્યની પ્રભા જેવું, અને આઠમી પર દષ્ટિમાં ચંદ્રની પ્રભા જેવું હોય છે. જોકે આમાંની પહેલી ચાર દૃષ્ટિઓમાં સ્પષ્ટપણે ય આત્મસવરૂપનુ સંવેદન નથી હેતું, ફક્ત છેલ્લી ચાર દષ્ટિએમાં જ તેવું સદન હોય છે, છતાં પ્રથમની ચાર દષ્ટિઓને સદ્દષ્ટિમાં ગણવાનું કારણ એ છે કે તે સ્થિતિમાં આવ્યા પછી આધ્યાત્મિક ઉત્ક્રાંતિનો માર્ગ નિશ્ચિત થઈ જાય છે. ચાગના ચમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ અંગોને આધારે સદ્દષ્ટિના આઠ વિભાગો સમજવાના છે. પહેલી દષ્ટિમાં યમની સ્થિરતા, બીજીમાં નિયમની, એમ અનુક્રમે આડમીમાં સમાધિની સ્થિતા મુખ્યપણે હોય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ભારતૈય દર્શનમાં આધ્યાત્મિક વિકાસક્રમ [ ૧૦૨૧ મિત્રા આદિ ચાર દૃષ્ટિઓમાં આધ્યાત્મિક વિકાસ હોય છે ખરો, પણ તેમાં કાંઈક અજ્ઞાન અને મેહનું પ્રાબલ્ય રહે છે, જ્યારે સ્થિર આદિ પાછલી ચાર દષ્ટિઓમાં જ્ઞાન અને નિર્મોહતાનું પ્રાબલ્ય વધતું જાય છે. બીજા પ્રકારના વર્ણનમાં તે આચાર્યો માત્ર આધ્યાત્મિક વિકાસના ક્રમનું જ ગરૂપે વર્ણન કર્યું છે, તે પહેલાંની સ્થિતિ વર્ણવી નથી. વેગના તેઓએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એવા પાંચ ભાગે કરેલા છે. આ બન્ને પ્રકારનાં વર્ણને એ પ્રાચીન જૈન ગુણસ્થાનકના વિચારનું નવીન પદ્ધતિએ વર્ણન માત્ર છે. આજીવક દર્શન * આ દર્શનનાં સ્વતંત્ર સાહિત્ય અને સંપ્રદાય નથી, તથાપિ તેના આધ્યાત્મિક વિકાસક્રમ સંબંધી વિચારે બૌદ્ધ ગ્રંથમાં સચવાઈ રહેલ છે. જોકે ૧. જુઓ યોગબિંદુ ૨. વેગ એટલે જેનાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય તે ધર્મવ્યાપાર, અનાદિ કાળચક્રમાં જ્યાં સુધી આમાની પ્રવૃત્તિ સ્વરૂપ–પરમુખ હોઈ લક્ષ્યભ્રષ્ટ હોય છે, ત્યાં સુધીની તેની બધી ક્રિયા શુભાશય વિનાની હોવાથી ગકટિમાં આવતી નથી. જ્યારથી તેની પ્રવૃત્તિ બદલાઈ સ્વરૂપે ભુખ થાય છે ત્યારથી જ તેની ક્રિયામાં શુભાશયનું તતવ દાખલ થાય છે અને તેથી તો શુભાશયવાળ વ્યાપાર ધર્મવ્યાપાર કહેવાય છે અને તે પરિણામે મેક્ષજનક લેઈ યોગ નામને પાત્ર બને છે. આ રીતે આત્માના અનાદિ સંસાકાળના બે ભાગ થઈ જાય છે : એક અધાર્મિક અને બીજો ધાર્મિક, અધાર્મિક કાળમાં ધર્મની પ્રવૃત્તિ હોય તે પણ તે ધર્મ ખાતર નથી હોતી, કેવળ “પક્તિ” (લોકરંજન) ખાતર હોય છે. તેથી તેવી પ્રવૃત્તિ ધર્મટિમાં ગણવાયોગ્ય નથી. ધર્મ ખાતર ઘર્મની પ્રવૃત્તિ ધાર્મિક કાળમાં જ શરૂ થાય છે, તેથી તે પ્રવૃત્તિ યોગ કહેવાય છે. જુઓ યોગનિંદ ૩. (૧) જ્યારે શેડો કે ઘણું ત્યાગ સાથે શાસ્ત્રીચ તરવચિંતન હોય છે અને મૈત્રી, કરૂણાદિ ભાવનાઓ વિશેષ સિદ્ધ થઈ જાય છે, ત્યારે તે સ્થિતિ અધ્યાત્મ કહેવાય છે. (૨) જ્યારે મન સમાધિપૂર્વક સતત અભ્યાસ કરવાથી અધ્યાત્મ વડે સવિશેષ પુષ્ટ થાય છે, ત્યારે તે લાવના છે. ભાવનાથી અશુભ અભ્યાસ ટળે છે, શુભ અભ્યાસની અનુકુળતા વધે છે અને સુંદર ચિત્તની વૃદ્ધિ થાય છે. (૩) જ્યારે ચિત્ત ફક્ત શુભ વિષયને જ આલંબને રહેલું હોય છે, અને તેથી તે સ્થિર દીપક જેવું પ્રકાશમાન હોઈ સૂમ બોધવાળું બની જાય છે ત્યારે તે ધ્યાન કહેવાય છે. ધ્યાનથી દરેક કામમાં ચિત્ત આત્માધીન થઈ જાય છે, ભાવ નિશ્ચલ થાય છે અને બંધનોને વિચ્છેદ થાય છે. (૪) અજ્ઞાનને લીધે ઇષ્ટ-અનિષ્ટરૂપે કલ્પાયેલી વસ્તુઓમાંથી જયારે વિવેકને લીધે ઇષ્ટ-અનિષ્ટપણની ભાવના નષ્ટ થાય છે ત્યારે તેવી સ્થિતિ સમતા કહેવાય છે. (૫) વાસનાના સંબંધથી ઉત્પન્ન થનારી વૃત્તિઓને નિમ્બ નિરાધ કરવો તે વૃત્તિક્ષ. જીએ યોગબિંદુ ક. ૩૫૭ થી ૩૬૫. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦રર ] દર્શન અને ચિંતન સંપ્રદાય ન હોવાથી તે વિચારોને સ્પષ્ટ ખુલાસે તે ગ્રંથમાં નથી જણાત, તપણું તે વિચારો જોવા મળે છે તેવા સંગ્રહવા જરૂરના છે. આજીવક દર્શન આધ્યાત્મિક આઠ પાયરીઓ માને છે. તે આ પ્રમાણેઃ મંદ, ખિફા, પદવીમસા, ઉજુગત, સેખ, સમણ, જિન અને પન્ન. આ આઠમાં પ્રથમની ત્રણ અવિકાસ અને પાછળની પાંચ ભૂમિકાઓ વિકાસક્રમની જણાય છે. ત્યારબાદ મોક્ષકાળ હોવો જોઈએ. 1. મનિઝમનિકાય નામના પ્રાચીન બૌદ્ધ ગ્રંથના સામઝફલસુત્ત પ્રકરણમાં આજીવક સંપ્રદાયના નેતા મંખલી ગોશાળ ઉલ્લેખ છે અને મૂળમાં તેના કેટલાક વિચારે આપેલા છે. આ ગ્રંથની બુદ્ધષકૃત સુમંગલવિલાસિની ટીકામાં આજીવક દર્શનની આઠ પાયરીઓનું વર્ણન છે, જે આ પ્રમાણે છે: (1) જન્મ દિવસથી સાત દિવસ સુધી ગર્ભનિષ્ઠમણુજન્ય દુઃખને લીધે પ્રાણુ મંદ (મોમુહ) સ્થિતિમાં રહે છે, આ પહેલી મંદ ભૂમિકા. (2) દુર્ગતિમાંથી આવીને જે બાળકે જન્મ લીધેલો હોય છે તે વારંવાર રુએ અને વિલાપ કરે છે, તેમ જ સુમતિમાંથી આવી જન્મ લીધેલ બાળક સુગતિનું સ્મરણ કરી હાસ્ય કરે છે. આ ખિા (કીડા) ભૂમિકા. (3) માબાપના હાથ કે પગ પકડીને અગર ખાટલે કે બાજોઠ પકડીને બાળક જમીન ઉપર પગ માંડે છે, તે પદવી મંસા ભૂમિકા. (4) પગથી સ્વતંત્ર રીતે, ચાલવાનું સામર્થ્ય આવે છે, તે ઉજગત (ગજુગત) ભૂમિકા. (5) શિલ્પકળા શીખવાને વખત તે સેખ (શૈક્ષ) ભૂમિકા. (6) ઘરથી નીકળી સંન્યાસ લીધેલ વખત તે સમણું (શ્રમણ) ભૂમિકા. (7) આચાર્યને સેવી જ્ઞાન મેળવવાનો વખત તે જિન ભૂમિઠ. (8) પ્રાજ્ઞ થયેલ શિક્ષુ (જિન) જ્યારે કોઈ પણ નથી બેલ તેવા નિર્લોભ શ્રમણની સ્થિતિ એ પન્ન (પ્રાજ્ઞ) ભૂમિકા આ આઠ ભૂમિકાઓનું નામ અને તેની વ્યાખ્યા બુદ્ધષે આપેલ છે. બુદ્ધ શેષના વખતમાં એટલે ઈ. સ. પાંચમા-છઠ્ઠા સૈકામાં કદાચ આજીવક સંપ્રદાય અગર તેનું સાહિત્ય ડું ઘણું હશે, તે ઉપરથી તેને આ નામે મળ્યા હશે, પણ એટલું તે સ્પષ્ટ જણાય છે કે બુદ્ધષની આ વ્યાખ્યા યુક્તિસંગત નથી, કારણ એ છે કે તેની એ વ્યાખ્યામાં બાળકના જન્મથી માંડી યૌવનકાળ સુધીનું વ્યાવહારિક વર્ણન છે જે આધ્યાત્મિક વિકાસ સાથે બંધબેસતું નથી. તેનો ખરો અર્થ તે સંપ્રદાય પ્રમાણે છે હશે તે અત્યારે સાધનના અભાવે કહી ન શકાય, પણ એ ભૂમિકાઓનાં નામ અને તેમાં રહેલ આધ્યાત્મિક વિકાસના ક્રમને સંબંધ વિચારતાં એમ જણાય છે કે આ ભૂમિકાઓને જન્મ સાથે કશો સંબંધ નથી. તે દ્વારા ફક્ત અજ્ઞાનની પ્રબળતાએ અને જ્ઞાનની ક્રમશઃ વૃદ્ધિને જ ભાવ સૂચવવાનો આશય હોય તેમ જણાય છે, આની પુષ્ટિમાં એટલું જ કહી શકાય કે આજીવક દર્શન એ પ્રાચીન કાળમાં શ્રમણુપ માંનું એક ખાસ દર્શન હતું અને તેનો સંપ્રદાય માટે હતે. તેવી સ્થિતિમાં તેના આધ્યાત્મિક ઉલ્કાન્તિને લગતા વિચારો અન્ય પ્રમાણપંથને અગર બ્રાહ્મણ પંથને મળતા હોય તે વધારે સંભવિત છે. પ્રો. હેનરલે પિતાના હેવાસદસાઓના અનુવાદમાં ભા, ૨ના પરિશિષ્ટના પૃ. 23 ઉપર બુદ્ધના ઉક્ત વિચાર આપ્યા છે,