________________
ભારતીય દર્શનેમાં આધ્યાત્મિક વિકાસક્રમ
[ ] દર્શન એટલે તત્ત્વવિદ્યા. અત્યારે દેશભેદની દૃષ્ટિએ દર્શન બે ભાગમાં વહેચાઈ જાય છે. યુરોપીય અને ભારતીય યુરોપીય દર્શનનું ધ્યેય મુખ્ય ભાગે અમુક વિષયોની ચર્ચા કરી તેનું વાસ્તવિક જ્ઞાન મેળવવા પૂરતું છે, જ્યારે ભારતીય દર્શનનું ધ્યેય તે તે વિષયનું વાસ્તવિક જ્ઞાન મેળવવા ઉપરાંત છેવટે તે દ્વારા મોક્ષ મેળવવા સુધીનું છે. આ કારણથી ભારતીય દર્શનેના પ્રતિપાદ્ય વિધ્યનું ક્ષેત્ર સંસાર અને તેની પૂરની સ્થિતિ સુધી લંબાયેલું છે. તેમાં મેક્ષનું સ્વરૂપ શું? તેને પ્રાપ્ત કરવાનાં સાધને ક્યાં અને કેટલાં? મોક્ષના અધિકારી આત્માનું સ્વરૂપ કેવું છે? સંસાર એટલે શું? ક્યાદિ અનેક આધ્યાત્મિક વિષેની ચર્ચા પ્રધાનપદ ભોગવે છે.
મક્ષ એટલે આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા. આવી પૂર્ણતા કાંઈ એકાએક પ્રાપ્ત થઈ શકતી નથી, કારણે તેને પ્રાપ્ત કરવામાં અમુક વખત વ્યતીત કરવું પડે છે, તેથી જ મોક્ષ મેળવવા માટે આવ્યામિક ઉલ્કાન્તિને ક્રમ સ્વીકારવું પડે છે. તત્ત્વજિજ્ઞાસુઓના હૃદયમાં સ્વાભાવિક રીતે જ એ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ આધ્યાત્મિક ઉત્ક્રાન્તિને ક્રમ કેવા પ્રકારનો હેય છે ? આને ઉત્તર સ્વતંત્ર રીતે આપવા કરતાં તે સંબંધમાં આર્ય દર્શનના જે ભિન્ન ભિન્ન વિચારે મળી આવે છે તેનું સંક્ષેપમાં એકત્ર પ્રદર્શન કરી દેવું એ વિશેષ ઉપયોગી છે. એમ ધારી પ્રસ્તુત લેખમાં તે વિચારોને સંગ્રહ કરવાને ઉદ્દેશ રાખેલ છે. આ ઉપરથી વાચકને ભિન્ન ભિન્ન દર્શનની આધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમ સંબંધી વિચારસરણું જાણવાની તક મળશે અને તે ઉપર સ્વતંત્ર વિચાર કરવાની વૃત્તિ ઉદ્દભવશે.
ભારતીય દર્શનની મુખ્ય ત્રણ શાખા ગણાય : વૈદિક, બૌદ્ધ અને જૈન. પહેલી શાખા બ્રાહ્મણ પંથની અને બીજી શાખાઓ શ્રમણપંથની છે. જોકે
૧. તે તે દર્શનના મૂળ ગ્રંથ જોતાં આ બાબત આપોઆપ જણાઈ આવે છે. ઉદાહરણ તરીકે જુઓ ન્યાયદર્શનનું પહેલું સૂત્ર, ગદર્શનનું છેલ્લું સૂત્ર, સાંખ્યદર્શનનું પહેલું સૂત્ર અને વેદાન્તદર્શનનું પહેલું તથા છેલ્લું સૂત્ર. તે જ પ્રમાણે જૈનદર્શન માટે જુઓ તવાથધિગમનું પહેલું સૂત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org