________________
૧૦૫૮ ]
દર્શન અને ચિંતન (૧) મિથ્યાદષ્ટિ, (૨) સાસ્વાદન, (૩) સમ્યકૃમિથ્યાદષ્ટિ, (૪) અવિરત સમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ (વિરતાવિરત ), (૬) પ્રમસંવત, (૭) અપ્રમત્તસંયત.(૮) અપૂર્વકરણ (નિવૃત્તિ બાદર), (૯) અનિવૃત્તિ બાદર, (૧૦) સૂક્ષ્મપરાય, (૧૧) ઉપશાંતોહ, (૧૨) ક્ષીણમેહ, ( ૧૩ } સગકેવલી, (૧૪) અગકેવલી. પ્રથમ ગુણસ્થાન એ અવિકાસ આવરણની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું વિશેષ તેટલી ગુણોની શુદ્ધિ વિશેષ અને આવરણની વિરલવા કે ક્ષયનું પ્રમાણ જેટલું ઓછું તેટલી ગુણોની શુદ્ધિ ઓછી. આ રીતે આત્મિક ગુણેની શુદ્ધિના પ્રકર્ષ કે અપકર્ષવાળા અસંખ્યાત પ્રકારે સંભવે છે, પણ સક્ષેપમાં તેને ચૌદ ભાગમાં વહેંચી નાખેલા છે, જે ગુણસ્થાન કહેવાય છે. ગુણસ્થાનની કલ્પના મુખ્યત્વચા મેહનીય કર્મની વિરલતા અને ક્ષયને આધારે કરવામાં આવી છે. મેહનીય કર્મની મુખ્ય બે શક્તિઓ છે. પહેલી શક્તિનું કાર્ય આત્માના સમ્યકત્વ ગુણને આવૃત કરવાનું છે જેથી આત્મામાં તાત્વિક રુચિ કે સત્યદર્શન થવા પામતું નથી. બીજી શક્તિનું કાર્ય આત્માના ચારિત્ર ગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મા તાત્વિક રુચિ કે સત્યદર્શન થયા છતાં પણ તદનુસાર પ્રવૃત્તિ કરી સ્વરૂપલામ કરી શકતું નથી. સમ્યકત્વની પ્રતિબંધક એવી મેહનીચની પ્રથમ શક્તિ દર્શનમેહનીય અને ચારિત્રની પ્રતિબંધક એવી મિહનીચની બીજી શક્તિ ચારિત્રમેહનીય કહેવાય છે. આ બેમાં દર્શન મેહનીય પ્રબળ છે, કારણ કે જ્યાં સુધી તેની વિરલતા કે ક્ષય ન થાય ત્યાં સુધી ચારિત્રમોહનીયનું બળ ઘટતું નથી. દર્શનમેહનીયનું બળ ઘટયું એટલે ચારિત્રમેહનીય ક્રમે ક્રમે નિર્બળ થઈ છેવટે સર્વથા ક્ષીણ થવાનું જ. સમસ્ત કમાંવરણેમાં પ્રધાનતમ અને બલવત્તમ મોહનીય જ છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી મોહનીયની શક્તિ તીવ્ર હોય ત્યાં સુધી અન્ય આવશે તીવ્ર જ રહે છે અને તેની શક્તિ ઘટતાં જ અન્ય આવરણોનું બળ મંદ થતું જાય છે. આ જ કાણુથી ગુણસ્થાનની કલ્પના મેહનીય કર્મને તરતમભાવને આધારે કરવામાં આવી છે.
૧. જુઓ સમવાયાંગ, ૧૪ મે સમવાય.' - ૨. (૧) જે અવસ્થામાં દર્શનમોહનીયની પ્રબળતાને લીધે સમ્યક્ત્વ ગુણ આવૃત થયેલ હોવાથી આત્માની તચિ જ પ્રગટી શકતી નથી અને જેથી તેની દષ્ટિ મિથ્યા (સત્ય વિરુદ્ધ હોય છે તે અવસ્થા મિયાદષ્ટિ. (૨) અગિયારમાં ગુણસ્થાનથી પતિત થઈ પ્રથમ ગુણસ્થાન ઉપર આવતાં વચ્ચે બહુ જ થોડા વખત સુધી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે અવસ્થા સાસ્વાદન, આનું સાસ્વાદન નામ એટલા માટે છે કે તેમાં પતના મુખ આત્માને તત્વચિન સ્વ૯૫ પણ આસ્વાદ હોય છે, જેવી રીતે મિષ્ટાન્નના ભેજન બાદ ઊલટી થતી વખતે એક વિલક્ષણ સ્વાદ હોય છે. આ બીજું ગુણસ્થાન પતને મુખ આત્માને જ હોય છે. (૩) હીંચકે હીંચતા માણસની પેઠે જે અવસ્થામાં આત્મા દેલાયમાન હોય છે, જેને લીધે તે સર્વથા સત્યદર્શન કરી શકતા નથી કે સર્વથા મિથ્યાદષ્ટિની સ્થિતિમાં રહી શકતું નથી અર્થાત્ તેની સંશયળુ જેવી સ્થિતિ બની જાય છે, તે અવસ્થા સમ્યકમિશ્ચાદષ્ટિ. આ ગુણસ્થાનમાં દર્શનાહનીયનું વિષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org