SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦રર ] દર્શન અને ચિંતન સંપ્રદાય ન હોવાથી તે વિચારોને સ્પષ્ટ ખુલાસે તે ગ્રંથમાં નથી જણાત, તપણું તે વિચારો જોવા મળે છે તેવા સંગ્રહવા જરૂરના છે. આજીવક દર્શન આધ્યાત્મિક આઠ પાયરીઓ માને છે. તે આ પ્રમાણેઃ મંદ, ખિફા, પદવીમસા, ઉજુગત, સેખ, સમણ, જિન અને પન્ન. આ આઠમાં પ્રથમની ત્રણ અવિકાસ અને પાછળની પાંચ ભૂમિકાઓ વિકાસક્રમની જણાય છે. ત્યારબાદ મોક્ષકાળ હોવો જોઈએ. 1. મનિઝમનિકાય નામના પ્રાચીન બૌદ્ધ ગ્રંથના સામઝફલસુત્ત પ્રકરણમાં આજીવક સંપ્રદાયના નેતા મંખલી ગોશાળ ઉલ્લેખ છે અને મૂળમાં તેના કેટલાક વિચારે આપેલા છે. આ ગ્રંથની બુદ્ધષકૃત સુમંગલવિલાસિની ટીકામાં આજીવક દર્શનની આઠ પાયરીઓનું વર્ણન છે, જે આ પ્રમાણે છે: (1) જન્મ દિવસથી સાત દિવસ સુધી ગર્ભનિષ્ઠમણુજન્ય દુઃખને લીધે પ્રાણુ મંદ (મોમુહ) સ્થિતિમાં રહે છે, આ પહેલી મંદ ભૂમિકા. (2) દુર્ગતિમાંથી આવીને જે બાળકે જન્મ લીધેલો હોય છે તે વારંવાર રુએ અને વિલાપ કરે છે, તેમ જ સુમતિમાંથી આવી જન્મ લીધેલ બાળક સુગતિનું સ્મરણ કરી હાસ્ય કરે છે. આ ખિા (કીડા) ભૂમિકા. (3) માબાપના હાથ કે પગ પકડીને અગર ખાટલે કે બાજોઠ પકડીને બાળક જમીન ઉપર પગ માંડે છે, તે પદવી મંસા ભૂમિકા. (4) પગથી સ્વતંત્ર રીતે, ચાલવાનું સામર્થ્ય આવે છે, તે ઉજગત (ગજુગત) ભૂમિકા. (5) શિલ્પકળા શીખવાને વખત તે સેખ (શૈક્ષ) ભૂમિકા. (6) ઘરથી નીકળી સંન્યાસ લીધેલ વખત તે સમણું (શ્રમણ) ભૂમિકા. (7) આચાર્યને સેવી જ્ઞાન મેળવવાનો વખત તે જિન ભૂમિઠ. (8) પ્રાજ્ઞ થયેલ શિક્ષુ (જિન) જ્યારે કોઈ પણ નથી બેલ તેવા નિર્લોભ શ્રમણની સ્થિતિ એ પન્ન (પ્રાજ્ઞ) ભૂમિકા આ આઠ ભૂમિકાઓનું નામ અને તેની વ્યાખ્યા બુદ્ધષે આપેલ છે. બુદ્ધ શેષના વખતમાં એટલે ઈ. સ. પાંચમા-છઠ્ઠા સૈકામાં કદાચ આજીવક સંપ્રદાય અગર તેનું સાહિત્ય ડું ઘણું હશે, તે ઉપરથી તેને આ નામે મળ્યા હશે, પણ એટલું તે સ્પષ્ટ જણાય છે કે બુદ્ધષની આ વ્યાખ્યા યુક્તિસંગત નથી, કારણ એ છે કે તેની એ વ્યાખ્યામાં બાળકના જન્મથી માંડી યૌવનકાળ સુધીનું વ્યાવહારિક વર્ણન છે જે આધ્યાત્મિક વિકાસ સાથે બંધબેસતું નથી. તેનો ખરો અર્થ તે સંપ્રદાય પ્રમાણે છે હશે તે અત્યારે સાધનના અભાવે કહી ન શકાય, પણ એ ભૂમિકાઓનાં નામ અને તેમાં રહેલ આધ્યાત્મિક વિકાસના ક્રમને સંબંધ વિચારતાં એમ જણાય છે કે આ ભૂમિકાઓને જન્મ સાથે કશો સંબંધ નથી. તે દ્વારા ફક્ત અજ્ઞાનની પ્રબળતાએ અને જ્ઞાનની ક્રમશઃ વૃદ્ધિને જ ભાવ સૂચવવાનો આશય હોય તેમ જણાય છે, આની પુષ્ટિમાં એટલું જ કહી શકાય કે આજીવક દર્શન એ પ્રાચીન કાળમાં શ્રમણુપ માંનું એક ખાસ દર્શન હતું અને તેનો સંપ્રદાય માટે હતે. તેવી સ્થિતિમાં તેના આધ્યાત્મિક ઉલ્કાન્તિને લગતા વિચારો અન્ય પ્રમાણપંથને અગર બ્રાહ્મણ પંથને મળતા હોય તે વધારે સંભવિત છે. પ્રો. હેનરલે પિતાના હેવાસદસાઓના અનુવાદમાં ભા, ૨ના પરિશિષ્ટના પૃ. 23 ઉપર બુદ્ધના ઉક્ત વિચાર આપ્યા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249261
Book TitleBharatiya Darshanma Adhyatmik Vikaskram
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Spiritual
File Size246 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy