Book Title: Bharatiya Darshanma Adhyatmik Vikaskram Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ ભારતીય દર્શનેમાં આધ્યાત્મિક વિકાસમ પપાતિક, અને (૬) અરહા. જેમાં પહેલી સ્થિતિ એ આધ્યાત્મિક અવિકાસને કાળ છે. બીજી સ્થિતિમાં વિકાસનું ફુરણ અલ્પાંશે અને અવિકાસનો પ્રભાવ સવિશેષ હોય છે. ત્રીજીથી છઠ્ઠી સુધીની ચારે સ્થિતિઓમાં ઉત્તરોત્તર આધ્યાત્મિક વિકાસ જ વધતું જાય છે અને તે વિકાસ છઠ્ઠી સ્થિતિમાં પૂર્ણ કક્ષાએ પહોંચે છે. ત્યાર બાદ નિર્વાણુતત્વ પ્રાપ્ત થાય છે. આ બૌદ્ધ વિચારસરણીનું પૃથક્કરણ કરીએ તે એમ કહી શકાય કે પહેલી બે સ્થિતિઓ એ અવિકાસકાળ છે. ત્રીજીથી છઠ્ઠી સુધીની ચાર સ્થિતિઓ વિકાસકાળ છે અને છ સ્થિતિઓ પછી નિર્વાણકાળ છે. જૈન દર્શન જૈન સાહિત્યના પ્રાચીન ગ્રંથ, જે આગમના નામથી ઓળખાય છે, તેમાં સુધ્ધાં આધ્યાત્મિક વિકાસનો ક્રમ સંબંધી વિચારો વ્યવસ્થિત રીતે મળી આવે છે. તેમાં આત્મિક સ્થિતિના ચૌદ વિભાગે કરવામાં આવ્યા છે જે ગુણસ્થાનને નામે ઓળખાય છે. તે ગુણસ્થાને આ પ્રમાણે : ૧. (૧-૨) પુયુજન એટલે સામાન્ય મનુષ્ય, તેના અંધપુથુજન અને કલ્યાણપુથુન એવા બે ભેદો છે. યથા– दुवे पुथुज्जना वुत्ता बुद्धनादिच्चबंधुना । । अंधो पुथुज्जनो एको कल्याणेको पुथुज्जनो ॥ –મઝિમનિકાચ, મૂળ પરિચાય, સુરવણના. આ બનેમાં સાજના ( બંધન) તે દશે હોય છે, છતાં અંતર એટલું જ કે પહેલાને આર્યદર્શન અથવા સત્સંગ પ્રાપ્ત થયેલ નથી હોતાં, જ્યારે બીજાને પ્રાપ્ત થયેલ છે. આ બંને નિર્વાણમાર્ગથી પરામુખ હોય છે. (૩) નિર્વાણુમાર્ગને પ્રાપ્ત થયેલાના ચાર પ્રકાર છે, જેણે ત્રણ સંજનાને ક્ષય કર્યો હોય તે સેતાપન, (૪) જેણે ત્રણનો ક્ષય અને પછીની બેનું શૈથિલ્ય કર્યું હોત તે સકદાગામી. (૫) જેણે પાંચે ક્ષય કર્યો હોય તે ઔપપાતિક, (૬) જેણે દશે સજનાને ક્ષય કર્યો હોય તે અરહા. સતાપને વધારેમાં વધારે સાત વાર મનુષ્યલોકમાં અવતરે છે, ત્યાર બાદ અવશ્ય નિર્વાણ પામે છે. પપાતિક બ્રહ્મલોકમાંથી જ નિર્વાણ પામે છે. અરહા તે સ્થિતિમાંથી જ નિર્વાણ મેળવે છે. દશ સોજનાઓ માટે જુઓ અંગુત્તરનિકાય, પૃ. ૧૭, ફુટને ૧૩ અને મઝિમનિકાય તથા બુદ્ધ, ધર્મ આણિ સંધ (મરાઠી), ૯. ૨. ગુણસ્થાન––ગુણ એટલે આત્માની ચેતના, સમ્યકત્વ, ચારિત્ર, વીર્ય આદિ શક્તિઓ. સ્થાન એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાએ. આત્માના સહજ ગણે વિવિધ આવરણેથી સંસારદશામાં આવૃત છે. જેમ જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12