Book Title: Bharatiya Darshanma Adhyatmik Vikaskram
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૧૦૨૦ ] દર્શન અને ચિંતન તેઓના વર્ણનમાં બે પ્રકાર છેપહેલા પ્રકારમાં અવિકાસ અને વિકાસક્રમ બન્નેને સમાવેશ કરેલ છે. અવિકાસ કાળને તેઓ ઓધદષ્ટિના નામથી અને વિકાસક્રમને સદ્દષ્ટિના નામથી ઓળખાવે છે. સદ્દષ્ટિના મિત્રા, તારા, બલા, દીકા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા એવા આઠ વિભાગ કરે છે. આ આ વિભાગમાં ઉત્તરોત્તર વિકાસ ક્રમ વધતા જાય છે. પહેલી ૧. જુઓ ગિદષ્ટિસમુચ્ચય. ૨, દૃષ્ટિ એટલે દર્શન અથવા બોધ. આના બે પ્રકાર છે. પહેલામાં સત શ્રદ્ધાને (તાત્ત્વિક ચિન) અભાવ હોય છે જ્યારે બીજામાં સત શ્રદ્ધા હોય છે. પહેલા પ્રકાર ઓઘદષ્ટિ અને બીજે યોગદષ્ટિ કહેવાય છે. પહેલામાં આત્માનું વહેણું સંસારપ્રવાહ તરફ અને બીજામાં આધ્યાત્મિક વિકાસ તરફ હોય છે. તેથી યોગદષ્ટિ એ સદ્દષ્ટિ કહેવાય છે. જેમ સમેય ત્રિ, અમેઘ રાત્રિ સમિધ દિવસ અને અમેઘ દિવસમાં અનુક્રમે અંતિમતમ, મદતમ, મંદતર અને મંદ ચાક્ષુષ જ્ઞાન હેય છે. તેમાંય ગ્રહાવિષ્ટ અને ગ્રહમુક્ત પુરુષના ભેદથી, બાળ અને તરુણ પુરુષના ભેદથી, તેમ જ વિકૃત નેત્રવાળા અને અવિકૃત નેત્રવાળા પુરુષના ભેદથી ચાક્ષુષ જ્ઞાનની અસ્પષ્ટતા કે સ્પષ્ટતા તરતભભાવે હોય છે; તેવી રીતે એધદષ્ટિની દશામાં સંસારપ્રવાહનું વલણ છતાં આવાસુના તરતમભાવે શાન તાક્તઓવાળું હોય છે. આ ઓઘદષ્ટિ ગમે તેવી હોય તો તે આધ્યાત્મિક વિકાસની દષ્ટિએ અરાદષ્ટિ જ છે. ત્યારબાદ જ્યાથી આધ્યાત્મિક વિકાસનો આરંભ થાય છે, પછી ભલે તેમાં બાહ્ય જ્ઞાન ઓછું હેય છતાં, ત્યારથી સદ્દષ્ટિ શરૂ થાય છે, કારણ કે તે વખતે આત્માનું વલણ સંસારિમુખ ન રહેતાં લોકમુખ થઈ જાય છે. આ સદ્દષ્ટિ (ગદષ્ટિ)ના વિકાસના તારતમ્ય પ્રમાણે આઠ ભેદે છે. આ આઠ ભેદમાં ઉત્તરોત્તર બેધ અને સવિશેષ જાગૃતિ થાય છે. પહેલી મિત્રા નામક દ્રષ્ટિમાં બંધ અને વીર્યનું બળ તૃણાગ્નિની પ્રભા જેવું હોય છે. બીજી તાણ દષ્ટિમાં છાણાના અગ્નિની પ્રભા જેવું, ત્રીજી બલા દષ્ટિમાં લાકડાના અશ્વિની પ્રભા જેવું, જેથી દીપ્રા દષ્ટિમાં દીવાની પ્રભા જેવું, પાંચમી સ્થિર દષ્ટિમાં રનની પ્રભા જેવું, છઠ્ઠી કાન્તા દષ્ટિમાં નક્ષત્રની પ્રભા જેવું, સાતમી પ્રભા દષ્ટિમાં સૂર્યની પ્રભા જેવું, અને આઠમી પર દષ્ટિમાં ચંદ્રની પ્રભા જેવું હોય છે. જોકે આમાંની પહેલી ચાર દૃષ્ટિઓમાં સ્પષ્ટપણે ય આત્મસવરૂપનુ સંવેદન નથી હેતું, ફક્ત છેલ્લી ચાર દષ્ટિએમાં જ તેવું સદન હોય છે, છતાં પ્રથમની ચાર દષ્ટિઓને સદ્દષ્ટિમાં ગણવાનું કારણ એ છે કે તે સ્થિતિમાં આવ્યા પછી આધ્યાત્મિક ઉત્ક્રાંતિનો માર્ગ નિશ્ચિત થઈ જાય છે. ચાગના ચમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ અંગોને આધારે સદ્દષ્ટિના આઠ વિભાગો સમજવાના છે. પહેલી દષ્ટિમાં યમની સ્થિરતા, બીજીમાં નિયમની, એમ અનુક્રમે આડમીમાં સમાધિની સ્થિતા મુખ્યપણે હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12