Book Title: Bharatiya Darshanma Adhyatmik Vikaskram
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ભારતૈય દર્શનમાં આધ્યાત્મિક વિકાસક્રમ [ ૧૦૨૧ મિત્રા આદિ ચાર દૃષ્ટિઓમાં આધ્યાત્મિક વિકાસ હોય છે ખરો, પણ તેમાં કાંઈક અજ્ઞાન અને મેહનું પ્રાબલ્ય રહે છે, જ્યારે સ્થિર આદિ પાછલી ચાર દષ્ટિઓમાં જ્ઞાન અને નિર્મોહતાનું પ્રાબલ્ય વધતું જાય છે. બીજા પ્રકારના વર્ણનમાં તે આચાર્યો માત્ર આધ્યાત્મિક વિકાસના ક્રમનું જ ગરૂપે વર્ણન કર્યું છે, તે પહેલાંની સ્થિતિ વર્ણવી નથી. વેગના તેઓએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એવા પાંચ ભાગે કરેલા છે. આ બન્ને પ્રકારનાં વર્ણને એ પ્રાચીન જૈન ગુણસ્થાનકના વિચારનું નવીન પદ્ધતિએ વર્ણન માત્ર છે. આજીવક દર્શન * આ દર્શનનાં સ્વતંત્ર સાહિત્ય અને સંપ્રદાય નથી, તથાપિ તેના આધ્યાત્મિક વિકાસક્રમ સંબંધી વિચારે બૌદ્ધ ગ્રંથમાં સચવાઈ રહેલ છે. જોકે ૧. જુઓ યોગબિંદુ ૨. વેગ એટલે જેનાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય તે ધર્મવ્યાપાર, અનાદિ કાળચક્રમાં જ્યાં સુધી આમાની પ્રવૃત્તિ સ્વરૂપ–પરમુખ હોઈ લક્ષ્યભ્રષ્ટ હોય છે, ત્યાં સુધીની તેની બધી ક્રિયા શુભાશય વિનાની હોવાથી ગકટિમાં આવતી નથી. જ્યારથી તેની પ્રવૃત્તિ બદલાઈ સ્વરૂપે ભુખ થાય છે ત્યારથી જ તેની ક્રિયામાં શુભાશયનું તતવ દાખલ થાય છે અને તેથી તો શુભાશયવાળ વ્યાપાર ધર્મવ્યાપાર કહેવાય છે અને તે પરિણામે મેક્ષજનક લેઈ યોગ નામને પાત્ર બને છે. આ રીતે આત્માના અનાદિ સંસાકાળના બે ભાગ થઈ જાય છે : એક અધાર્મિક અને બીજો ધાર્મિક, અધાર્મિક કાળમાં ધર્મની પ્રવૃત્તિ હોય તે પણ તે ધર્મ ખાતર નથી હોતી, કેવળ “પક્તિ” (લોકરંજન) ખાતર હોય છે. તેથી તેવી પ્રવૃત્તિ ધર્મટિમાં ગણવાયોગ્ય નથી. ધર્મ ખાતર ઘર્મની પ્રવૃત્તિ ધાર્મિક કાળમાં જ શરૂ થાય છે, તેથી તે પ્રવૃત્તિ યોગ કહેવાય છે. જુઓ યોગનિંદ ૩. (૧) જ્યારે શેડો કે ઘણું ત્યાગ સાથે શાસ્ત્રીચ તરવચિંતન હોય છે અને મૈત્રી, કરૂણાદિ ભાવનાઓ વિશેષ સિદ્ધ થઈ જાય છે, ત્યારે તે સ્થિતિ અધ્યાત્મ કહેવાય છે. (૨) જ્યારે મન સમાધિપૂર્વક સતત અભ્યાસ કરવાથી અધ્યાત્મ વડે સવિશેષ પુષ્ટ થાય છે, ત્યારે તે લાવના છે. ભાવનાથી અશુભ અભ્યાસ ટળે છે, શુભ અભ્યાસની અનુકુળતા વધે છે અને સુંદર ચિત્તની વૃદ્ધિ થાય છે. (૩) જ્યારે ચિત્ત ફક્ત શુભ વિષયને જ આલંબને રહેલું હોય છે, અને તેથી તે સ્થિર દીપક જેવું પ્રકાશમાન હોઈ સૂમ બોધવાળું બની જાય છે ત્યારે તે ધ્યાન કહેવાય છે. ધ્યાનથી દરેક કામમાં ચિત્ત આત્માધીન થઈ જાય છે, ભાવ નિશ્ચલ થાય છે અને બંધનોને વિચ્છેદ થાય છે. (૪) અજ્ઞાનને લીધે ઇષ્ટ-અનિષ્ટરૂપે કલ્પાયેલી વસ્તુઓમાંથી જયારે વિવેકને લીધે ઇષ્ટ-અનિષ્ટપણની ભાવના નષ્ટ થાય છે ત્યારે તેવી સ્થિતિ સમતા કહેવાય છે. (૫) વાસનાના સંબંધથી ઉત્પન્ન થનારી વૃત્તિઓને નિમ્બ નિરાધ કરવો તે વૃત્તિક્ષ. જીએ યોગબિંદુ ક. ૩૫૭ થી ૩૬૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12